અયોધ્યામાં ૭૦ નહીં પણ હવે ૧૦૭ એકર જમીન પર બનશે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર

    ૦૫-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

ram janmabhoomi,_1 &
 
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ હવે ૭૦ એકરની જગ્યાએ ૧૦૭ એકર જમીન પર થવાનું છે. મળતી માહિતી મુજબ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા મંદિર પરિસરની આજુ-બાજુના વિસ્તારમાં ૭,૨૮૫ વર્ગ ફૂટ જમીન ખરીદી છે. આ જમીન અશર્ફી ભવનની બાજુમાં આવેલી જમીન છે.
 
ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવાની જવાબદારી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ પર છે અને તેણે જ ૧ કરોડ રૂપિયામાં આ ૭,૨૮૫ સ્ક્વાયર ફીટ જમીન ખરીદી છે. આ જમીન માટે પ્રતિ ફૂટ ૧,૩૭૩ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ટ્રસ્ટ્રી અનિલ મિશ્રાનું કહેવું છે કે “અમે આ જમીન ખરીદી કેમ કે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર માટે આ જમીનની જરૂર હતી.”
 
આ સંપૂર્ણ પ્રક્રિયા પર વાત કરતા એસબી સિહે જણાવ્યું કે જમીનના માલિક દીપ નરૈને ટ્રસ્ટના સચિવ ચંપત રાયના પક્ષમાં ૭,૨૮૫ વર્ગફૂટ ભૂમિનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેના દસ્તાવેજ પર ૨૦ ફેબ્રુઆરીએ હસ્તાક્ષાર પણ કર્યા છે. જમીન માલિક અનિલ મિશ્રા તથા અપના દલના નેતા ઇન્દ્ર પ્રતાપ તિવારીએ પણ સાબિતિના રૂપે આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.
મીડિયા અહેવાલોના મતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અહીંની વધુ જમીન ખરીદવાની પ્રક્રિયામાં છે. આ માટે ટ્રસ્ટ સ્વારા શ્રીરામ મંદિર પરિસદ સાથે જોડાયેલા મંદિરો, ઘરો અને ખુલ્લી જમીનના માલિકો સાથે વાતચીત કરી રહ્યું છે.
 
હમણા જ સમાચાર આવ્યા હતા કે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખાતામાં ૧,૫૧૧ કરોડ રૂપિયા જમા થયા છે. શ્રીરામ મંદિર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાંથી આ નિધિ એકત્રિત કરવામાં આવી છે. આ અભિયાન ૧૫ જાન્યુઆરીથી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.