IPL 14 ની મેચ ક્યારથી શરૂ થવાની છે તેની તારીખ આવી ગઈ છે

    ૦૬-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

ipl_1  H x W: 0
 
 
 
IPL - Indian Premier League | આઈપીએલ – ઇન્ડિયન પ્રિમિયર લીગ. દુનિયાની સૌથી મોટી ફ્રેંચાઇજી ક્રિકેટ લીગ એટલે આઈપીએલ. આખી દુનિયામાં આ લીગના ચાહકો છે. એવું સમજી લો કે આખી દુનિયામાં આ લીગની મેચ જોવાય છે. માટે જ આઇપીએલ ક્યારે , ક્યાં , અને ક્યારથી યોજાવાની છે તેના પર આખી દુનિયાના ક્રિકેટપ્રેમીઓની નજર હોય છે.
 
આઇપીએલ ( IPL2021 ) ક્યારથી શરૂ થવાની છે તેનો જવાબ આજે મળી ગયો છે. મીડિયાના અહેવાલ પ્રમાણે આઇપીલેની ૧૪ ( IPL2021 ) મી સિઝન આગામી ૯ એપ્રિલે શરૂ થવાની છે અને ૩૦ મે સુધી આ સિઝન ચાલશે. આ વખતે આઇપીએલની મેચ અમદાવાદ, ચેન્નઈ, બેંગલુરૂ, નવી દિલ્લી, કોલક્તા અને મુંબઈમાં રમાશે. આખી આઈપીએલની મેચ બાયો-સિક્યોર માહોલમાં યોજાશે. આ સમયગાળામાં કુલ ૫૨ દિવસમાં કુલ ૬૦ મેચ રમાશે. ગયા વર્ષે કોરોનાના કારણે આઇપીએલની મેચ આઉદી અરબ ( UAE ) માં યોજાઇ હતી, હવે ખૂબ લાંબા સમય પછી આઇપીએલની મેચોનું ભારતમાં આગમન થયું છે.