પોઝિટિવિટી અનલિમિટેડ । દેશના પ્રેરણાત્મક મહાનુભાવો અહીં પોઝિટિવિટીનો ધોધ વહાવી રહ્યા છે.

    12-May-2021
કુલ દૃશ્યો |

positivity_1  H
 
કોરોનાની આ સંકટની ઘડીમાં દેશના લોકોનું મનોબળ વધે અને તેમના મનમાંથી કોરોનાનો ડર દૂર થાય તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS - Rashtriya Swayamsevak Sangh) આગળ આવ્યું છે. સંઘની કોવિડ રિસોઇન્સ ટીમ (CRT - Covid Response Team), ફિક્કી તથા અન્ય સંસ્થાઓ સાથે મળીને “પોઝિટિવિટી અનલિમિટેડ” ( Positively Unlimited ) નામનો એક ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે ૧૧ મે થી ૧૫ મે દરમિયાન યોજાઈ રહ્યો છે. આ એક વ્યાખ્યાનમાળા સંદર્ભનો કાર્યક્રમ છે. જેમાં દેશના મૂર્ધન્ય પ્રેરણાત્મક લોકો રોજ પોતાની વાણી થકી સમાજમાં સકારાત્મકતાનો સંદેશ ફેલાવાની કોશિશ કરી રહ્યા છે.
 
આ કાર્યક્રમ દરમિયાન ગયા મંગળવારે સદગુરૂ જગ્ગી વાસુદેવે કહ્યું કે ઘબરાહટ, હતાશા, ભય, ક્રોધ આમાથી કોઇ પણ વસ્તું આપણને આજે કામમાં કે મદદ કરવા આવવાની નથી. આ એક બીજા સામે આંગળી બતાવાનો સમય નથી. આ એકસાથે ઉભા રહેવાનો સમય છે. એક રાષ્ટ્રના રૂપે નહી પણ સંપૂર્ણ માનવ સામજના રૂપે...તેમણે વધુમાં જણાવ્યું કે આ સમય આપણી સંસ્કૃતિના મૂળ સુધી જઈ તેની સાથે જોડાયેલા રહેવાનો છે. સંસ્કૃતિ માનવને તેની અંદર પ્રવેસી તેને સ્વસ્થ રાખવા પર જોર આપે છે. આ ઉદાહરણ ભારતે વિશ્વ સામે મૂક્યું પણ છે. કઈ પણ થઈ જાય આપણે શાંત રહીશું. ગમે તેવી પરિસ્થિતિ હોય તેના પર કાબૂ મેળવવામાં આપણે સફળ થઈશું. આજે પણ અનેક જગ્યાએ વિશ્વ ભારત સામે આશાભરી નજર રાખીને બેઠું છે.
 
કાર્યક્રમામાં જૈન મુનિશ્રી પ્રાણસાગરજીએ કહ્યું કે ભારતીય સમાજમાં ગમે તેવા પડકારનો સામનો કરી તેના પર વિજય મેળવવવાની ક્ષમતા છે. આપણે સકારાત્મક દ્રષ્ટિકોણ બનાવી રાખવાનો છે.
 
ઉલ્લેખનીય છે આ કાર્યક્રમામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત, સદગુરૂ શ્રી શ્રી રવિશંકર, વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી અને સુધામૂર્તિ પણ જોડાઈ શકે છે.
 
આ પોઝિટિવિટીના ધોધમાં ન્હાવાનું મન થાય તો આ રહી તેની લિંક.
 
 
આજે ૪.૩૦ થી ૫ કલાક દરમિયાન તમને અહીં શ્રી શ્રી રવિશંકરજી, પદ્મશ્રી નિવેદિતા રધુનાથ ભિડે અને શ્રી અજીમ પ્રેમજીને સાંભળવા મળશે…