બીજી લહેરે ભયાનક રૂપ લીધું છે, ત્યારે આપણી સંગઠન શક્તિ જ આ મહામારી સામે આપણને વિજયી બનાવશે - અઝીમ પ્રેમજી

    29-May-2021
કુલ દૃશ્યો |

ajimpremji_1  H 
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.

આ સમય સમગ્ર દેશે એક થવાનો છે : અઝીમ પ્રેમજી

 
‘પોઝિટીવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં વિપ્રોના ચેરમેન શ્રી અઝીમ પ્રેમજીએ જણાવ્યું હતું કે, હાલનો સમય કટોકટીભર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. દેશમાં આ મહામારીની બીજી લહેરે ભયાનક રૂપ લીધું છે, ત્યારે આપણી સંગઠન શક્તિ જ આ મહામારી સામે આપણને વિજયી બનાવશે.
 
મહામારીના આ સમયમાં સમગ્ર દેશે એક સાથે ઊભા થવાની જરૂર છે. આ કપરા કાળમાં આપણે સૌએ એકબીજા પ્રત્યેના મતભેદ ભુલાવી દેવા જોઈએ. આપણે સમજવું પડશે કે હાલનો સમય એકમેકની સાથે મળી કામ કરવાનો સમય છે. જો આપણે સાથે રહીશું તો મજબૂત રહીશું. આપણી એકતા આ મહામારીને પરાસ્ત કરશે. પરંતુ જો વિભાજિત થઈ ગયા તો લાંબા સમય સુધી આ મહામારી સામે સંઘર્ષરત રહેવું પડશે.
 
અહીં આપણે એ પણ વિચારવું રહ્યું કે આપણા સૌના પ્રયાસો સમાજના જે કમજોર અને છેવાડાના માનવી છે તેમના માટે પણ હોવા જોઈએ. સમયની માંગ છે કે આપણે સૌ સાથે મળી આ મહામારી પર નિયંત્રણ મેળવવા યથાસંભવ પ્રયત્નો કરીએ. સૌ સુરક્ષિત રહે અને સાથે મળી દેશને સુરક્ષિત રાખીએ.