આપણે સૌએ એક રાષ્ટ્રના રૂપમાં નહીં, સમગ્ર માનવસમાજના રૂપમાં ઊભા રહેવાનો સમય છે - સદગુરૂ જગ્ગી વાસુદેવ

    29-May-2021
કુલ દૃશ્યો |

vasudev_1  H x  
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.

આ સમય એક સાથે ઊભા રહેવાનો સમય  -   સદગુરૂ જગ્ગી વાસુદેવ

 
‘પોઝિટીવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં સદ્ગુરૂ શ્રી જગ્ગી વાસુદેવે જણાવ્યું હતું કે, ગભરાટ, હતાશા, ભય, ક્રોધ આમાંની કોઈપણ વસ્તુ આપણી મદદ કરવાની નથી. આ સમય એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ કે આંગળી ઉઠાવવાનો નથી. આ સમય એક સાથે ઊભા રહેવાનો સમય છે. આપણે સૌએ એક રાષ્ટ્રના રૂપમાં નહીં, સમગ્ર માનવસમાજના રૂપમાં ઊભા રહેવાનો સમય છે. એ ખૂબ જ જરૂરી છે કે આપણે જે પણ કામ કરી રહ્યા છીએ, તે કરવાનું ચાલુ જ રાખીએ કારણ કે, સમગ્ર ગતિવિધિઓ બંધ કરીને બેસી જવાથી રાષ્ટ કે દુનિયાને આ પડકારનું સમાધાન મળી જવાનું નથી. ઊલટાનું તેનાથી આપણા પર પ્રતિકૂળ પ્રભાવ પડશે માટે મહત્ત્વનું એ છે કે આપણે શું કરી રહ્યા છીએ. એકબીજાથી અંતર રાખી, સંક્રમણથી બચીને આપણું કામ ચાલુ રાખીએ. એ આપણી હાલની મૂળભૂત ફરજ છે.
 
આ સમય આપણે આપણા સાંસ્કૃતિક મૂળ તરફ પરત ફરવાનો છે. આપણી એ સંસ્કૃતિ મનુષ્યની અંદર જઈ સ્વાસ્થ્ય થવા પર ભાર મૂકે છે. ત્યારે ભારતે એ ઉદાહરણ વિશ્ર્વ સમક્ષ રજૂ કરવાનું છે. ચાહે આપણા જીવનમાં ગમે તે થાય આપણે શાંત રહીશું, કેવી પણ પરિસ્થિતિ આવે આપણે તેને પાર કરવામાં સફળ થઈશું ને થઈશું જ. આજે અનેક પ્રસંગે વિશ્ર્વ ભારત તરફ મીટ માંડી રહ્યું છે. ત્યારે આ મહામારીના સમયમાં વિશ્ર્વ સમક્ષ એક આદર્શ બની આપણે ઊભરી આવીએ.