આપણે ત્રીજી લહેરની ચિંતામાં છીએ અને આ વિકસિત દેશમાં ચૌથી લહેર આવી ગઈ છે

    31-May-2021
કુલ દૃશ્યો |

japan_1  H x W:
 
ભારતમાં ત્રીજી લહેર આવશે? ક્યારે આવશે? શું તે વધું ખતરનાક સાબિત થશે? આવા અનેક પ્રશ્ન આપણી સામે છે. આવામાં જાપાનમાં હાલ કોરોનાની ત્રીજી નહી પણ ચોથી લહેર પહોંચી ચૂકી છે. આ લહેરે જાપાનની હાલાત ખરાબ કરી દીધી છે. થોડા સમય પહેલા જાપાનમાં અઠવાડિયામાં કોરોનાના કેસ ૧૦૦૦ કરતા ઓછા આવતા હતા. આ વાત માર્ચ મહિનાની છે.
 
આ આંકડો જોઇ વિશેષજ્ઞો પણ કહેતા હતા હતા કે જાપાને કોરોનાની ત્રીજી લહેર પર પણ કાબૂ મેળવી લીધો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પછી એટલે કે જૂલાઈમાં અહીં ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. ત્રીજી લહેરને કાબૂમાં આવતા જોઇ જાપાને પણ ઓલિમ્પિકના આયોજનની તડામાર તૈયારી શરૂ કરી દીધી હતી પણ હવે આવા સમયે કોરોનાના કેસ અહીં અચાનક વધી ગયા છે. જોન્સ હૉપકિન્સ યૂનિવર્સિટીના કહેવા પ્રમાણે ૯ મે ના રોજ જાપનમાં અત્યાર જાન્યુઆરી પછી સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા.
 
૯ જાન્યુઆરીના રોજ અહીં સૌથી વધુ ૭૮૫૫ કોરોનાના કેસ નોંધાયા હતા. પછી સતત કેસ ઘટતા ગયા હતા. આ સમય પછી અહીં પહેલીવાર ૯ મેના રોજ ૭૭૬૬ કોરોનાના કેસ નોંધાયા હતા. જાપાનની વસ્તી લગભગ ૧૨.૫ કરોડની છે અને આ વસ્તી જોતા ૭૦૦૦ કરતા વધારે કોરોનાના કેસ એક જ દિવસમાં આવવા એ ચિંતા જનક છે. જોકે ઉલ્લેખનીય વાત એ છે કે ૯ મે પછી પણ અહીં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. હાલ જાપનમાં ૫૬,૯૮૨ કોરોનાના એક્ટિવ કેસ છે. અને અત્યાર સુધીમાં ૧૨૯૨૦ જેટલા લોકોનું મૃત્યુ થયું છે.
 

જાપાનમાં અનેક જગ્યાએ કટોકટીની જાહેરાત

 
કોરોનાની ચોથી લહેર આવાની સાથે જાપાન સરકાર એક્શનમાં આવી ગઈ છે. અહીંના વડાપ્રધાન યોશીહિદે સુગાએ દેશના ૯ પ્રાંતોમાં ઇમર્જન્સીની ઘોષણા કરી દીધી છે. આ નવ સ્થાનોમાં ટોક્યોની સાથે એ સ્થાનો પણ સામેલ છે જ્યાં આગામી જુલાઈ મહિનામાં ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. જાપાનમાં હાલ કોરોનાની લહેરના કારણે રોજ ૩ થી ૪ હજાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે અહીંની આરોગ્ય વ્યવસ્થા પણ બગડી છે. સરકાર તેને સુધારવા પ્રયત્ન કરી રહી છે.
 

કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે – ડોક્ટર્સ

 
મીડિયા રીપોર્ટ પ્રમાણે જાપાનના ત્રીજા સૌથી મોટા શહેર ઓસાકાની હોસ્પિટલના બધા જ બેડ ભરાય ગયા છે. દેશમાં કોરોનાના ૫૭ હજાર એક્ટિવ કેસ છે. અહીંના ડોક્ટર્સનું કહેવું છે કે કોરોનાના દર્દીઓની સંખ્યા અચાનક વધી રહી છે. જેની અસર આરોગ્ય વ્યવસ્થા પર પડી રહી છે.
 

જાપાનમાં કેમ આવી ચોથી લહેર?

 
જાપાનમાં ચોથી લહેર આવવાનું કારણ છે અહીંનું ધીમું વેક્સિનેશન. જાપાને ખૂબ મોડા ફેબ્રુઆરીથી વેક્સિનેશનનું કામ શરૂ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ટોક્યો અને ઓસાકામાં ગયા અઠવાડિયાથી જ જાપાન સરકારે વેક્સિનેશનનું કામ આગળ વધાર્યુ છે. અત્યાર સુધીમાં જાપનની માત્ર ૨.૪ ટકા વસ્તીને જ વેક્સિન આપવામાં આવી છે. ઓલિમ્પિકની શરૂઆત થાય તે પહેલા દેશના ૬૫ વર્ષથી વધુ ઉમરના નાગરિકોને રસીયુક્ત કરવાનું સરકારનું લક્ષ્ય છે. હાલ રોજ ટોક્યોમાં ૫૦૦૦ અને ઓસાકામાં ૨૫૦૦ લોકોને વેક્સિન આપવાનું આયોજન થઈ રહ્યું છે.
  

ઓલિમ્પિક્નું શું થશે?

 
ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકનું આયોજન જાપાનમાં થવાનું છે. આગામી જુલાઈ મહિનામાં અહીં ઓલિમ્પિક્નુમ આયોજન થવાનું છે. હવે આ માટે થોડો જ સમય બાકી છે ત્યારે જાપાનમાં કોરોનાની ચોથી લહેર આવી છે ત્યારે કેટલાંક લોકો ઓલિમ્પિકના આયોજન પર પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. શું ચોથી લહેર જ્યાં હોય ત્યાં આવી વૈશ્વિક રમતોનું આયોજન કરી શકાય? જોકે જાપાન આ માટે મક્કમ છે. તેનું કહેવું છે કે અમે આ ચોથી લહેર પર પણ ઝડપથી કાબૂ મેળવી લઈશું. ઓલિમ્પિકનું આયોજન જાપાનમાં કરવા અમે તત્પર છીએ…