યોગ દ્વારા ઉપચાર | યોગનો ઉપયોગ તમે આટલા રોગ દૂર કરવા કરી શકો છો

    21-Jun-2021
કુલ દૃશ્યો |

yoga_1  H x W:
 
 
યોગ દ્વારા ઉપચાર ( Yoga Benefits ) શક્ય છે. તેની એક ઉપચાર-પદ્ધતિ છે. યોગ-ઉપચાર ( Yoga Benefits ) ના અભ્યાસ માટેના ચાર આધારભૂત સિદ્ધાંતો છે. આવો એ જાણીએ…
 
#૧. માનવશરીર વિભિન્ન આયામોથી બનેલ એક સંરચના છે, જેનો પરસ્પર સંબંધ છે અને તેને એક-બીજાથી જુદા નહિ કરી શકાય. એક આયામની સ્વસ્થતા અથવા બીમારી બીજાને પ્રભાવિત કરે છે.
 
#૨. દરેક વ્યક્તિની જરૂરિયાત જુદી જુદી હોય છે માટે યોગનો અભ્યાસ કરી જે-તે વ્યક્તિની શરીર રચનાને ધ્યાનમાં રાખી બનાવવો જોઈએ.
 
#૩. યોગ વ્યક્તિને સ્વયં સશક્ત બનાવે છે. એટલે એવું કહી શકાય કે વિદ્યાર્થી પોતાનો જ ઉપચારક છે. યોગ વિદ્યાર્થીને ઉપચાર-પ્રક્રિયામાં જોડે છે. વિદ્યાર્થી પોતે પણ સ્વસ્થતા પ્રાપ્ત કરે છે જેનાથી વિદ્યાર્થીના મનમાં સ્વનિર્ભરતાનો ભાવ જાગે છે.
 
#૪. ઉપચાર માટે વ્યક્તિના મનની અવસ્થા અને એની ગુણવત્તા ખૂબ જ મહત્ત્વની હોય છે. મનમાં હકારાત્મક ભાવ હોય તો ઉપચાર ઝડપી થાય છે પણ જો નકારાત્મક ભાવ હોય તો ઉપચારમાં વધારે સમય લાગે છે.
 
 
વિભિન્ન સ્થિતિમાં યોગનો ઉપયોગ | Yoga Benefits
 
 
લોકોમાં આજે ચિંતા, અનિદ્રા, તણાવની સમસ્યા ઘર કરી ગઈ છે. આવા લોકો માટે યોગ સંજીવની બની શકે છે.
 
 
મનની શાંતિ માટે યોગ : Yoga for peace of Mind
 
 
યોગનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. યોગ કરવાથી મસ્તિષ્કમાં ભય, ચિંતા, ઉત્તેજના, રોષ પેદા થતા નથી. મસ્તિષ્કમાં આનંદ અને સંતોષની લાગણી પેદા થાય છે. હૃદયનો ધબકાર, શ્ર્વાસોશ્ર્વાસની ગતિ, લોહીનું દબાણ કાબૂમાં રહે છે. મનને શાંતિ મળે છે.
 
 
તણાવમાંથી મુક્તિ : Yoga for peace of Mind
 
 
નિયમિત યોગાભ્યાસ કરવાથી એડ્રિનલ ગ્રંથિમાંથી પેદા થતાં હાનિકારક હાર્મોન કાર્ટિસોલનો પ્રભાવ ઘટી જાય છે. જેનાથી તણાવ પેદા થતો નથી. આત્મહત્યા કરવા જેવો વિચાર મનમાં પેદા થતો નથી. બજારમાં તણાવ દૂર કરવા અનેક દવાઓ મળે છે, પરંતુ તેની આડઅસર ખૂબ જ છે. પરિણામે તણાવયુક્ત આજના વાતાવરણમાં લોકો તણાવને દૂર કરવા યોગ તરફ વધી રહ્યા છે.
 
 
સુડોળપણા (લચીલાપણું)માં વૃદ્ધિ થાય છે : Yoga for healthy body
 
 
નિયમિત યોગાભ્યાસ કરવાથી શરીર સુડોળ બને છે. શરીરમાં એક તરલતા આવે છે. હાડકાં અને તેના જોડાણ થોડાં ઢીલાં પડે છે, પરિણામે હાડકાનો કે જોડાણનો કે શરીરનો દુખાવો ઓછો થાય છે. યોગ કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે. આર્થરાઇટીસ, હાડકાંની કમજોરી અને પીઠનો દુખાવો મટે છે. યોગ કરવાથી ઑક્સિજન અને લોહી શરીરના ખૂણે-ખૂણે પહોંચે છે પરિણામે તેનાથી અનેક રોગો એની જાતે જ મટી જાય છે.
 
 
રક્તસંચારથી અનેક રોગો દૂર થાય છે : Yoga For Hypertension
 
 
નિયમિત યોગ કરવાથી રક્ચસંચારમાં વધારો થાય છે. હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે, શરીરના કોષોને વધુ ઑક્સિજન મળે છે પરિણામે કોષો વધુ સક્રિય બને છે. યોગથી લોહી પાતળું થાય છે માટે હાર્ટઅટેક થવાની શક્યતા ઓછી થાય છે. આ અનેક સંશોધનમાં સાબિત થઈ ચૂક્યું છે.
 
 
યોગ અને કેન્સર : Yoga and Cancer
 
 
યોગ કરવાથી કેન્સર મટી જશે તેવું નથી. કેન્સરને રોકવાનો એક માત્ર ઉપાય પણ યોગ નથી. યોગથી શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તરે જ સારવાર મળી શકે છે. કેન્સર કે ટ્યૂમરના પ્રભાવને રોકવા યોગ જરૂરી છે.
 
 
ઇન્દ્રિયો પર કાબૂ : How to Control Sense
 
 
આસનની મુદ્રાઓ, સવાસન, પ્રાણાયામ અને ધ્યાન કરવાથી વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકે છે. ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાથી ઊંઘ સારી આવે છે. બૌદ્ધિક ક્ષમતા વધે છે, ઉત્સાહ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
 
 
યોગ અને વ્યસનમુક્તિ : Yoga Therapy and Addiction
 
 
યોગના નિયમિત અભ્યાસથી વ્યસની વ્યક્તિ પણ પોતાના શરીર પ્રત્યે સભાન બને છે. શરીર પ્રત્યે તેનો આદરભાવ વધે છે, પરિણામે તે વ્યસનમુક્ત બને છે. એક સંશોધનમાં સિદ્ધ પણ થયું છે કે યોગ કરવાથી અનેક મહિલાઓમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમની ખાવા-પીવાની કેટલીક કુટેવો યોગના કારણે દૂર થઈ છે અને તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અને શરીર પ્રત્યે વધારે સંતુષ્ટ જણાઈ છે.
 
- ડૉ. નાગરાજ
(હેડ ઓફ ડિપાર્ટમેન્ટ : લકુલિશ યોગ યુનિવર્સિટી, અમદાવાદ)