એવું તો શું થયું કે આ છાપાની ૧૦ લાખ કોપી માત્ર એક કલાકમાં વેચાઈ ગઈ?

    25-Jun-2021
કુલ દૃશ્યો |

apple daily newspaper_1&n
 
 
ગુરૂવારે હોંગકોંગના એક લોકતંત્રના સમર્થક છાપાની સવારના ૮ વાગ્યા સુધીમાં ૧૦ લાખ કોપી વેચાઈ ગઈ. લોકોએ આ છાપું ખરીદવા પડાપડી કરી. એવું તો શું થયું કે આ છાપું ખરીદવા લોકોએ લાઇન લગાવી. આવો જાણીએ…
 
હોંગકોંગના લોકતંત્રના સમર્થક એવા “એપ્પલ ડેલી” (Apple Daily Newspaper) નામના છાપાની છેલ્લી આવૃત્તિ ખરીદવા માટે ગયા ગુરૂવારે અહીંના લોકોએ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું. દરરોજ આ છાપાની લગભગ ૮૦,૦૦૦ કોપીઓ છપાતી હોય છે પણ આ અખબારે તેની છેલ્લી આવૃત્તિ ૧૦ લાખ જેટલી છાપી અને જે થોડા જ સમયમાં વેચાઈ પણ ગઈ. લોકતંત્રના સમર્થક એવા “એપ્પલ ડેલી” નામના આ છાપાની એક અલગ ઓળખ હોંગકોંગના લોકોમાં ઉભી થઈ હતી. આ છાપાએ તેની છેલ્લી આવૃત્તિમાં તેના કર્મચારીઓનો છોટો કવર પર પ્રકાશિત કર્યો છે. આ ફોટામાં કર્મચારીઓ છાપાની ઇમારતની બહાર ચાલુ વરસાદમાં એકબીજા સાથે હાથ મીલાવી એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે. આ ફોટાની ફોટોલાઇન હતી કે “હોંગકોંગવાસીઓએ વરસાદમાં સુખદ વિદાયી આપી છે અમે એપ્પલ ડેલીનું સમર્થન કરીએ છીએ.”
  
ગુરૂવારે હોંગકોંગના શહેરમાં સવારે ૮ વાગ્યા સુધીમાં જ એપ્પલ ડેલીની ૧૦ લાખ કોપીઓ વેચાઈ ગઈ હતી. ગયા અઠવાડિયે જ અહીંની પોલીસે છાપાની ૨૩ લાખ ડોલરની સંપત્તિ જપ્ત કરી હતી અને છાપાની ઓફિસે રેડ પાડી છાપાના પાંચ આગેવાન સંપાદકો અને કર્મચારીઓની ધરપકડ કરી હતી. આ પછી છાપાએ જાહેરાત કરી હતી કે તે છાપાનું સંચાલન હવે બંધ કરશે. પોલીસે આ છાપા વિરુધ્ધ રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવા બદલ અને વિદેશી ફંડિગના ઇસારે કામ કરવાનો આરોપ લગાવી છાપા વિરુધ્ધ આ કાર્યવાહી કરી હતી.
 
અહીંના લોકો એપ્પડ ડેલી (Apple Daily Newspaper) ને લોકતંત્રેનું સમર્થક છાપુ ગણે છે. છાપું હમેંશાં ચીન અને હોંગકોંગ સરકારની આલોચના કરવામાં પાછીપાની કરતું ન હતું. ૨૦૧૯ના ચીન વિરુધી પ્રદર્શનો પછી આવી કાર્યવાહી અહીં વધી ગઈ છે અને આ છાપા પરની કાર્યવાહી તેનું તાજું ઉદાહરણ છે. તમને જણાવી દઈએ કે હોંગકોંગમાં ૨૦૧૯માં ચીનેની વધતી દખલગીરી ઓછી કરવા, ચીનથી છુટકારો મેળવવા અહીં લોકો દ્વારા આંદોલન થયા હતા. ચીનની સરકાર આ આંદોલનને કચડવા આવા પગલાં ભરી રહ્યું છે.
 
આ સંદર્ભે એપ્પલ ડેલી (Apple Daily Newspaper) ના ગ્રાફિક ડિઝાઈનરે મીડિયાને જણાવ્યું હતું કે આ અમારા માટે આ છેલ્લો દિવસ છે અને આ અમારી છેલ્લી આવૃત્તિ છે. આ દર્શાવે છે કે હોંગકોંગમાં મીડિયાની આઝાદી, વાણી અને અભિવ્યક્તિ આઝાદીની છીનવી લેવાની શરૂઆત થઈ ગઈ છે. છાપાને આ રીતે બંધ કેમ થવું પડ્યું ? શું હવે હોંગકોંગમાં આવું છાપું વાંચવા નહી મળે? છાપાના ન્યુજરૂમના સાથી ચાન પુઈ મેનનું કહેવું છે કે તમે બધાએ શાનદાર કામ કર્યું છે. સામાન્ય રીતે રોજ ૮૦ હજાર કોપી પ્રકાશિત થાય છે પણ એપ્પલ ડેલીએ તેની અંતિમ કોપી ૧૦ લાખ જેટલી પ્રકાશિત કરી છે. લોકતંત્ર સમર્થક મીડિયા આજે પણ હોંગકોંગમાં છે પણ તે બધા માત્ર ઓનલાઈન આવૃતિ પ્રકાશિત કરે છે. હાર્ડ કોપી છાપનારું આ એકમાત્ર છાપું હતું
 
આ બધાની બચ્ચે છાપું બંધ થાય એ પહેલા બુધવારે છાપાના કર્મચારીઓ છાપાની ઇમારતની બહાર ભેગા થયા હતા અને એકબીજા સાથે ફોટા પણ પડાવ્યા અને કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે માટે નારા પણ લગાવ્યા હતા. આ છાપાએ તેની છેલ્લી આવૃત્તિમાં તેના કર્મચારીઓનો છોટો કવર પર પ્રકાશિત કર્યો છે. આ ફોટામાં કર્મચારીઓ છાપાની ઇમારતની બહાર ચાલુ વરસાદમાં એકબીજા સાથે હાથ મીલાવી એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે. આ ફોટાની ફોટોલાઇન હતી કે “હોંગકોંગવાસીઓએ વરસાદમાં સુખદ વિદાયી આપી છે અમે એપ્પલ ડેલી (Apple Daily Newspaper) નું સમર્થન કરીએ છીએ.”