સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને રોકવા તેને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કોણ કરી રહ્યું છે?

    07-Jun-2021
કુલ દૃશ્યો |

Central Vista Project _1&
 
 
દિલ્હી હાઇ કોર્ટ ( Delhi High Court ) અને સુપ્રિમ કોર્ટ દ્વારા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Pista Project ) ને લીલી ઝંડી આપ્યા પછી પણ હવે આ બાબતને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ થઈ રહી છે. પહેલા સુપ્રિમ કોર્ટે અને થોડા સમય પહેલા દિલ્હી હાઈ કોર્ટે ( Delhi High Court ) આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ ગણાવી આ પ્રોજેક્ટ પર રોક લગાવાની ના પાડી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે તો આ પ્રોજેક્ટને રોકવા જેણે અરજી કરી હતી તેના પર ૧ લાખ રૂપિયાનો દંડ પર લગાવ્યો છે.
 
પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓ અહીં જ રોકાયા નથી. હવે આ લોકો હિન્દુ-મુસ્લિમનો રંગ આપી સાંપ્રદાયિકતા ભડકાવાની કોશિશ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ચર્ચિત ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને ( Amanatullah Khan ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi )ને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ક્ષેત્રમાં આવતી ૩ મસ્જિદને નુકસાન પહોંચાડવા પર ચેતવણીરૂપ પત્ર પણ લખ્યો છે. બ્રિટનના “ધી ગાર્ડિયન” ( The Guardian ) અખબારમાં પણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Pista Project ) ને “હિન્દુ તાલિબાની પ્રોજેક્ટ” કહેવામાં આવ્યો છે. આ અખબારે ૫ જૂનના અખબારમાં છપાયેલા અંકમાં પત્રકારત્વની બધી જ મર્યાદાઓ બાજુ પર મૂકીને ભારતના વડાપ્રધાનને આજનો ઔરંગજેબ, હિટલર અને તાલિબાની જેવા ગણાવ્યા છે.
 

Central Pista Project_1&n 
 
પહેલા વાત કરીએ અમાનતુલ્લાહ ખાનના પત્રની. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન ( Amanatullah Khan ) પોતાની ગુંડાગર્દી માટે પ્રખ્યાત છે. આ નેતા પર ૨૦૧૮માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે હાથાપાઈ કરવાનો આરોપ છે. આ બહુચર્ચિત કેસમાં દિલ્હીના મુખ્ય સચિવને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ્થાને બોલાવી રાત્રે ૧૨ વાગે તેની સાથે મારામારી કરવામાં આવી. આ ઘટના પછી અંશુ પ્રકાશે એક લિખિત ફરિયાદ કરી હતી તેમાં આ બાબતે અમાનતુલ્લાહ ખાનનું નામ તેમને લખ્યું છે.
 
આજ અમાનતુલ્લાહ ખાને ( Amanatullah Khan ) હવે વડાપ્રધાનને ચિઠ્ઠી લખી છે. ૩ જુનના રોજ લખાયેલા આ પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે સેન્ટ્રલ વિસ્ટા ( Central Pista Project ) ના ક્ષેત્રમાં આવેલી ત્રણ મસ્જિદને કોઇ નુકસાન થવું જોઇએ નહી. આ સંદર્ભે અમાનતુલ્લાહ ખાને વડાપ્રધાન પાસેથી ૧૦ દિવસમાં જવાબ માંગ્યો છે.
 
આમ આદમી પાર્ટીને પુછવું જોઇએ કે જો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ક્ષેત્રમાં આવતા ધાર્મિક સ્થળો વિશે તેમને ચિંતા હોય તો આ નેતાએ અહીંના મંદિરો, ગુરૂદ્વારાઓ, ગિરજાધરોનો પણ ઉલ્લેખ કરવો જોઇએ. શું ધાર્મિક ભાવના માત્ર મુસલમાનોની જ હોય છે?
રાષ્ટ્રીય મહત્વ ધરાવતા આ પ્રોજેક્ટને હિન્દુ મુસ્લિમના ચશ્માથી ન જોવો જોઇએ. પ્રશ્ન એ છે કે આ પત્ર અમાનતુલ્લાહ ખાન ( Amanatullah Khan ) જેવા નેતા પાસેથી કેમ લખાવામાં આવ્યો? જો આમ આદમી પાર્ટીને આ પ્રોજેક્ટ વિશે કોઇ ફરિયાદ હોય તો પાર્ટી અન્ય રીતે પણ આ પ્રશ્ન ઉઠાવી શકતી હતી.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આમ આદમી પાર્ટીને તો દિલ્હીમાં હિન્દુ-મુસ્લિમના વોટોની રાજનીતિ કરવી છે પણ ધી ગાર્ડિયન ( The Guardian Newspaper ) જેવા અંગ્રેજી અખબારને શું થઈ ગયું છે? તેણે લખેલા લેખમાં પત્રકારાત્વની બધી જ મર્યાદા ઓળંગી દેવાઈ છે. ઇંગ્લેન્ડની નાગરિકતા ધરાવતા આર્કિટેક અનીશ કપૂરે આ લેખ લખ્યો છે અને તેમા નિરર્થક તર્ક અને જુઠ્ઠાણું પરોસવામાં આવ્યું છે.
 
આ તર્કને તમે શું કહેશો કે વડાપ્રધાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Pista Project ) એટલા માટે બનાવી રહ્યા છે કારણ કે તેઓ મુસલમાનોથી નફરત કરે છે. ખૂબ જ ઇરાદાપૂર્વક આ લેખમાં વર્તમાન સંસદભવનને અને રાજપથની અન્ય ઇમારતોને ઇસ્લામિક બતાવામાં આવી છે. આને “દુનિયાની ઇસ્લામ પ્રભાવિત સૌથી મહત્વપૂર્ણ નિશાની” ગણાવી લેખક લખે છે કે “મોદી ભારતની બધી જ ઇસ્લામિક ઇમારતો અને ૨૦ કરોડ મુસલમાનોને જડમૂળથી સાફ કરવા સિવય બીજું કઈ ઇચ્છતા નથી.”
 

Central Pista Project_1&n 
 
લેખકનું જુઠ્ઠાણું અહીં રોકાતું નથી. તે કહે છે કે “ આપણે ભૂલવું ન જોઇએ કે તેમણે (વડાપ્રધાને) જબરદસ્તીથી લાખ્ખો ભારતીય મુસલમાનોની નાગરિકતા છીનવી લીધી છે અને તેમને રાજ્ય-વિહિન કરી દીધા છે. આ જુઠ્ઠાણું છાપતા પહેલા ગાર્ડિયને આ બાબતની ખરાઈ કરવી જોઇતી હતી.
 
સમજાતું નથી કે પોતાને પ્રતિષ્ઠિત કહેનારું ધી ગાર્ડિયન ( The Guardian ) જેવા ૨૦૦ વર્ષ જુના છાપાએ આ સફેદ જુઠ્ઠાણાને કેમ પ્રકાશિત થવા દીધું. અથવા તો એવું મની લેવામાં આવે કે આ છાપું અને તેના સંપાદક પણ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Pista Project ) ને સાંપ્રદાયિક રંગ આપનારી આ રાજનીતિની રમતમાં શામિલ છે?
 
ધ્યાન આપવા જેવી બાત એ છે કે એક વ્યક્તિએ ૧૨ મેના રોજ એક પત્ર લખી ભારત સરકારને આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Pista Project ) નું કામ રોકવાની માંગ કરી હતી. આ વ્યક્તિ સહિત ૭૬ જેટલા કથિત બુદ્ધિજીવીઓએ પણ આ પત્રમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા. આ લોકોમાં મોટા ભાગે રોમિલા થાપર જેવા વામપંથી વિચારધારાવાળા લોકો જ હતા.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે કોરોનાના કારણે દિલ્હીમાં અનેક ખતરાઓ છે. કોરોનાને ધ્યાનમાં રાખી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ હાલ રોકવું જોઇએ. આ તર્કના આધારે અન્યા મલ્હોત્રા અને સોહેલ હાશમી દ્વારા થયેલી અરજી પર દિલ્હી હાઈ કોર્ટ ( Delhi High Court ) ચુકાદો સંભળાવ્યો હતો. આ મુદ્દાઓને વિગતવાર અને ક્રમબંધ રીતે આગળ વધારી હાઇ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા આ પ્રોજેક્ટનું કામ રોકવું યોગ્ય નહી ગણાય. આ પહેલા સુપ્રિમ કોર્ટે પણ આ પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી હતી.
 
લાગે છે કે આ પ્રોજેક્ટનો વિરોધ કરનારા લોકો માટે ભારતની ન્યાયપાલિકાનું કોઇ મુલ્ય નથી. કેમ કે ગાર્ડિયનમાં છપાયેલા લેખમાં અદાલતોની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ( Central Pista Project ) ને મૂર્ખતાપૂર્ણ જણાવી લેખમાં લખવામાં આવ્યું છે કે ભારતીય અદાલતો પર દબાણ ઉભું કરી આ મુર્ખતાપૂર્ણ યોજના (સેન્ટ્રલ વિસ્ટા) પર હામી ભરાવવામાં આવી છે…”
 
હાઇકોર્ટ( Delhi High Court ) ના નિર્ણય આવ્યાનો હજી થોડો જ સમય થયો છે અને હવે જે લોકો કોરોનાના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરતા હતા તે લોકો હવે આ પ્રોજેક્ટને હિન્દુ-મુસ્લિમનો રંગ આપવામાં લાગ્યા છે. શંકા પેદા થાય છે કે આ પ્રોજેક્ટનો વિરોધ કરનારા લોકો શું ખરેખર લોકતંત્રમાં આસ્થા ધરાવે છે?
 
તમે વડાપ્રધાન ( PM Narendra Modi )ની નીતિઓ સાથે સહમત નથી આમા કોઇ મોટી વાત નથી. લોકશાહીમાં આવું થાય છે. પરંતુ તમે એક પ્રોજેક્ટના વિરોધના બહાના હેઠળ દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતા અને સૌથી પ્રાચીન વિરાસત ધરાવતા રાષ્ટ્રના ચૂંટાયેલા વડાપ્રધાનને અપશબ્દો કહેવા સુધી પહોંચી ગયા છો. આ વાત અશોભનીય, અમર્યાદિત અને બિનલોકશાહી છે. આ પ્રોજેક્ટ ( Central Pista Project ) ને હિન્દુ-મુસ્લિમનો રંગ આપી આ લોકો ભારતની સ્વતંત્ર અને તટસ્થ ન્યાયપ્રણાલીનું તો અપમાન કરી જ રહ્યા છે સાથો સાથા દેશની લોકતાંત્રિક મર્યાદાઓ, પરંપરાઓ, આત્મસમ્માન અને ગૌરવની પણ મજાક ઉડાવી રહ્યા છે. કદાચ આનાથી વધારે સાંપ્રદાયિક અને નિંદનીય બીજુ કશું જ ન હોઇ શકે…