માતાની મમતા | વીજળીના બલ્બના શોધક થોમસ આલ્વા એડિસનની આ પ્રેરણાત્મક વાત

    26-Jul-2021
કુલ દૃશ્યો |

Thomas Alva Edison _1&nbs

વીજળીના બલ્બના શોધક થોમસ આલ્વા એડિસન ( Thomas Alva Edison ) ની આ પ્રેરણાત્મક વાત જાણ્યા પછી નક્કી તમે બહાના કાઢવાનું બંધ કરી દેશો...

સેમ્યુઅલ અને નેન્સી અમેરિકાના ઓહાયો શહેરમાં રહેતાં હતાં. બંનેની આર્થિક હાલત ઠીક ન હતી. સેમ્યુઅલ દુકાન પર કામ કરતા અને નેન્સી ટ્યુશન કરીને થોડી ઘણી આવક કરી લેતી. આ રીતે અભાવો વચ્ચે જેમ તેમ બંનેની ગૃહસ્થી ચાલી રહી હતી. નેન્સી પોતાના નાના પુત્રને વધારે પ્રેમ કરતી હતી અને તેને અલ કહીને બોલાવતી. તેને સાંભળવામાં મુશ્કેલી હતી, પરંતુ નેન્સીએ નક્કી કર્યું હતું કે તેના વ્યક્તિત્વના વિકાસમાં બહેરાશને બાધારૂપ નહીં બનવા દે. જ્યારે અલ સાત વર્ષનો થયો ત્યારે તેને પોર્ટ હરાન મિશિગન નામની સ્કૂલમાં ભણવા મોકલ્યો. ત્રણ મહિનામાં જ સ્કૂલ ટીચરે અલને કહ્યું કે તે ભણવાને લાયક નથી.
 
બીજા દિવસે સેમ્યુઅલ અને નેન્સી શિક્ષકને માં. પરંતુ કશું પરિણામ ન આવ્યું. ત્યાર બાદ નેન્સીએ અલને ઘરે જ ભણાવવાનો નિર્ણય કર્યો. નેન્સીની લગન, સમર્પણ અને પ્રેમની અસર એ થઈ કે અલનું મન ભણવામાં લાગી ગયું. સ્કૂલની બહાર કાઢવાની વાત તેના મગજમાંથી નીકળી ગઈ. બાર વર્ષની ઉંમરમાં જ અલે શેક્સપિયર, ડિકેન્સનાં પુસ્તકોની સાથે જ ઇંગ્લેન્ડનો ઇતિહાસ વાંચી લીધો. બલ્કે માતાના માથેથી આર્થિક બોજ ઉતારવા માટે રોડ પર ફળ, કેન્ડી અને અખબાર વેચવા લાગ્યો.
 
બાદમાં કેમિસ્ટ્રી અને મિકેનિકલ ક્ષેત્રમાં રુચિ જાગતાં તેણે એકથી વધીને એક શોધો કરીને પોતાના નામે ૧૦૯૩ આવિષ્કારોની પેટન્ટ કરાવી. શહેરોને ઝગમગાવતા વીજળીના બલ્બ એ જ બાળકની દેન છે. એ બાળક હતો થોમસ આલ્વા એડિસન ( Thomas Alva Edison ), જેની બહેરાશને પણ માતાની મમતાએ હરાવી દીધી અને તેને તેની પ્રગતિમાં બાધક ન બનવા દીધી.