લચિત બડફૂકનનું સરાયઘાટીનું યુદ્ધ । ઈ.સ. ૧૬૬૭

    12-Aug-2021
કુલ દૃશ્યો |

lachit borphukan _1 
 
 
૧૩મી સદીમાં મુગલોએ ફિરોજખાન નામના ઐયાશ આદમીને પોતાનો ફોજદાર નિયુક્ત કર્યો હતો. ભોગ-વિલાસી હોવાને કારણે તે અસમના રાજા ચક્રધ્વજસિંહને અસમની હિન્દુ યુવતીઓને પોતાના ભોગવિલાસ માટે મદદ કરવાનું દબાણ કરી રહ્યો હતો. તે વખતે અહોમ રાજાના સેનાપતિ તરીકે લચિત બડફૂકન નામનો વીર યોદ્ધો હતો. જ્યારે તેને ફિરોજખાનના આ દુઃસાહસની ખબર પડી ત્યારે તેણે મુગલ સામ્રાજ્યને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને તેણે ગૌહાટીના કિલ્લાને મુગલોથી મુક્ત કરાવવાની યોજના બનાવી. તેણે પોતાના ૧૦-૧૨ સૈનિકોને રાતના અંધારામાં ગુવાહાટી કિલ્લામાં પ્રવેશ કરાવી દીધો તેઓએ યોજના મુજબ કિલ્લામાં ગોઠવેલ તમામ તોપોમાં પાણી ભરી દીધું. આગળની યોજના મુજબ લચિતે ઇટાકુલી કિલ્લા પર આક્રમણ કરી દીધું અને સમગ્ર કિલ્લાને પોતાના કબજામાં લઈ લીધો.
 
આ ઘટના દિલ્હીમાં રાજ કરી રહેલા ઔરંગઝેબ અને મુગલ સામ્રાજ્ય માટે સીધેસીધો પડકાર હતો. પોતાને મળેલ જોરદાર હારનો બદલો લેવા માટે ૭૦ હજાર સૈનિકો સાથે અહોમ (અસમ) સામ્રાજ્ય પર ચડાઈ કરવાનો આદેશ આપ્યો. અસમના મુગલ સેનાપતિને તેના જાસૂસો મારફતે જાણકારી મળી ગઈ હતી કે અબ્દુરાબલીના કિનારા પરના સુરક્ષાઘેરાને ભેદી શકાય તેમ છે અને ગૌહાટી કિલ્લા પર પુનઃ કબજો કરી શકાય છે અને ૪૦ જહાજ, ૧૬ તોપો અને નાની હોડીઓ લઈ ચડાઈ કરી દીધી. સૌપ્રથમ વખત કોઈ સૈન્ય કોઈ સ્થળનો કબજો કરવા માટે નૌસેનાનો ઉપયોગ કરી રહ્યું હતું. ઈ.સ. ૧૬૬૭માં બ્રહ્મપુત્ર નદીના સરાયઘાટ પર ઊતરેલી મુગલ સેના અને લચિતની સેના વચ્ચે થયેલ યુદ્ધમાં એક સમયે ત્રિભુજ તૈયાર થઈ ગયું હતું.
 
એક તરફ કામાખ્યા મંદિર, બીજી તરફ અશ્ર્વ કલાન્તાનું વિષ્ણુ મંદિર તો ત્રીજી તરફ ઈટાકુલી કિલ્લાની દીવાલો. મુગલોના વિશાળકાય સૈન્યને ધસી આવતું જોઈ યુદ્ધમાં અહોમ સેનાએ અનેક નવી નવી યુક્તિઓના પ્રયોગ કર્યા હતા. નાના-નાના નૌકા પુલોએ અહોમ સૈન્યની મુગલ સૈન્ય સામે સીધા જ સંઘર્ષમાં ઉતરવાને બદલે છાપામાર યુદ્ધની નીતિ અપનાવવામાં આવી પરિણામે મુગલ સેનામાં અફરા-તફરી મચી ગઈ. જોતજોતામાં મુગલસેનાના ચાર હજાર સૈનિકોનો ખુરદો બોલાઈ ગયો. પરિણામે મુગલસેના મેદાન છોડવા લાગી અને યુદ્ધમાં અહોમ સૈન્યનો ઝળહળતો વિજય થયો.