રાજા વિક્રમાદિત્ય અને શકો વચ્ચે યુદ્ધ | ઇ.સ. ૩૭૫ થી ૪૧૨

    12-Aug-2021
કુલ દૃશ્યો |

vikramaditya shaka _1&nbs
 
 
ચક્રવર્તી સમ્રાટ સમુદ્રગુપ્તના બે પુત્રો હતા. તેમના મોટા પુત્રનું નામ રામગુપ્ત હતું અને નાના પુત્રનું નામ ચંદ્રગુપ્ત દ્વિતીય હતું. સમુદ્રગુપ્તનાં અવસાન બાદ રામગુપ્તને ગુપ્ત સામ્રાજ્યનો શાસક બનાવવામાં આવ્યો, પરંતુ કેટલાક સમયમાં જ રામગુપ્તનું પણ અવસાન થયું અને તે જ વરસે સન ૩૭૫ ઈ.માં ચન્દ્રગુપ્ત દ્વિતીય સિંહાસન પર બેઠો. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યે સન ૩૭૫ ઈ.થી માંડી સન ૪૧૨ ઈ. સુધી ૩૭ વર્ષ ભારત પર શાસન કર્યું.
 
રાજા વિક્રમાદિત્યને પોતાના પિતા સમુદ્રગુપ્ત તરફથી ઉત્તરાધિકારમાં વિશાળ સામ્રાજ્ય મું હતું. તેણે પોતાનાં સામ્રાજ્યને વધારવા માટે અનેક યુદ્ધો કર્યાં, જેમાં તેઓએ અત્યંત શક્તિશાળી એવી ણ પ્રજાતિને પણ હરાવી હતી. એ સમયે ભારતના ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ પર શક રાજવંશનું શાસન હતું. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે સૌપ્રથમ આ વિદેશી શક રાજ્યને નષ્ટ કરવાનું નક્કી કર્યું. જ્યારે વિક્રમાદિત્યના મોટા ભાઈ રામગુપ્ત ગુપ્ત સામ્રાજ્યના શાસક હતા, ત્યારે શક રાજાએ માલવા પર આક્રમણ કર્યું હતું. તે વખતે ગુપ્ત સામ્રાજ્યની વિદેશી વ્યાપાર પ્રક્રિયામાં શક રાજ્ય ખૂબ જ અવરોધ પેદા કરી રહ્યું હતું. રાજા વિક્રમાદિત્ય પોતાના યુદ્ધમંત્રી વીરસેન સાથે માલવા પહોંચ્યા, જ્યાં તેમણે શકોને ભારતમાંથી ભગાડી મૂકવાની યોજના બનાવી હતી. આ વાત સન ૩૮૮ ઈ. થી સન ૪૦૯ વચ્ચેની વાત છે. આ વીસ વર્ષના સમયગાળામાં વિક્રમાદિત્યે શક રાજાઓને યુદ્ધમાં અનેક વખત પરાજિત કર્યા, આ યુદ્ધમાં શક ક્ષત્રપ રુદ્રસિંહનું મૃત્યુ થયું હતું. વિક્રમાદિત્ય નામનો વધુ એક રાજા સન ૫૮ ઈ. સ. પૂર્વેમાં થયો હતો. તે ઉજ્જયની નગરીનો પ્રતાપી રાજા હતો. તેણે શકોને પરાજિત કરી વિક્રમાદિત્યની ઉપાધિ મેળવી હતી તથા વિક્રમ સંવતની શરૂઆત કરી હતી. ચંદ્રગુપ્ત દ્વિતીયે પણ શકોને યુદ્ધમાં હરાવ્યા હતા, માટે તેને પણ વિક્રમાદિત્યની ઉપાધિ મળી હતી. ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા શકોને યુદ્ધમાં પરાજિત કરવાનું પરિણામ એ આવ્યું કે, ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર હવે બંગાળની ખાડીથી અરબ સાગર સુધી થઈ ગયો હતો. શક વિજયના પરિણામે ભારતની ભૂમિ પરથી વિદેશી શક શાસનનો અંત આવ્યો.
 
- જયંતિકા જોશી