મનપ્રીતસિંહ સંધુ જેની કપ્તાનશીપ હેઠળ ભારતમાં પુનઃ હોકીના સુવર્ણદિવસો આવ્યા છે

    21-Aug-2021
કુલ દૃશ્યો |

Manpreet Singh_1 &nb
 
 
પરિચય... | Manpreet Singh
 
* માતા : મનજીતસિંહ
* પિતા : બલજીતસિંહ
* પત્ની : ઈલી નજવા સિદ્દિક
* જન્મતારીખ : ૨૬-૬-૧૯૯૨
*જન્મસ્થળ : મીઠાપુર પંજાબ
*ઊંચાઈ : ૫ ફૂટ ૫ ઇંચ
 
 
મેડલ્સ - એવોર્ડ્સ
 
 
* એશિયન ગેઇમ્સ ઇન્ચીયોન - ૨૦૧૪
* એશિયા કપ ઢાકા ૨૦૧૭
* એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી મસ્કત ૨૦૧૮
* ઓરડીસ સિટી ૨૦૧૧
* ઓલિમ્પિક
* બ્રોન્ઝ ટોક્યો ૨૦૨૦
* અર્જુન એવોર્ડ
 
એક સમયે ઓલિમ્પિક ગેઇમ્સમાં હોકીની રમતમાં મોનોપોલી ધરાવતું ભારત ૧૯૮૦ પછી હોકીની રમતમાં એક મેડલ મેેળવવા ફાંફાં મારતું હતું ત્યારે બરોબર ૪૦ વર્ષ બાદ ભારતની હોકીને પોડયમ સુધી લઈ જનાર કપ્તાન મનપ્રીતસિંહને મન ભરીને પ્રીત કરવાનું મન થાય તેવો સિંહ જેવો દેખાવ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં બ્રોન્ઝ મેડલ અપાવીને કર્યો છે.
 
એશિયન ગેઇમ્સ, એશિયા કપ અને એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં કુલ ચાર ગોલ્ડ મેડલ અને ઓલિમ્પિકમાં ચાર દાયકા પછી ઓલિમ્પિક મેડલ મેળવવાનું ઐતિહાસિક ગૌરવ મેળવનાર મનપ્રીતસિંહને હોકી ન રમવા માટે એક રૂમમાં બંધ કરી દીધો હતો !! પણ તેના બે મોટા ભાઈઓ અમનદીપસિંહ અને સુખરાજસિંહ હોકી રમતા હતા અને ઇનામો જીતીને જ લાવતા હોઈ તેનાથી આકર્ષિત થઈને દસ વર્ષના મનપ્રીતને પણ હોકીની સ્ટીક લઈને મેદાનમાં દોડવાનું મન થયું હતું !! માતા મનજીતસિંહે તેને રૂમમાં બંધ કરી દીધો હોવા છતાં તે બંધ રૂમમાંથી ભાગવામાં સફળ રહ્યો !! આમ ભાગ્યો અને હોકી શીખ્યો તો…. ભારતને ચાર દાયકા પછી ઓલિમ્પિક મૅડલ મળ્યો !! ૧૯૯૨માં મનપ્રીતનો જન્મ જ કદાચ આ હોકી મેડલની ભૂખ ભાંગવા જ થયો હશે !
 

Manpreet Singh_1 &nb 
 
ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન અને પદ્મશ્રી પરગટસિંહથી પ્રભાવિત મનપ્રીતસિંહે હોકી રમવાની શરૂઆત કર્યા પછી ક્યારેય પાછું વળીને જોયું જ નથી. પદ્મશ્રી પરગટસિંહ પણ મીઠાપુરના છે અને મનપ્રીત પણ સાવ નાના એવા મીઠાપુર - જલંધરનો યશસ્વી ખેલાડી રહ્યો છે. ૨૦૧૩માં જ્યારે સુલતાન ઓફ જોહરકપમાં ઇનામરૂપે ૫૦૦ રૂપિયા જીતીને આવ્યો ત્યારે પરિવારના લોકોએ તેને હોકીના ખેલાડી તરીકે સ્વીકાર્યો હતો !! ૨૦૧૩માં કપ્તાન તરીકે પ્રથમ વિજય મેળવતાં - ગોલ્ડ કપ સાથે કોન્ફિડન્સ પણ ખૂબ વધ્યો હતો. ૨૦૧૪માં એશિયન હોકી ફેડરેશન દ્વારા જુનિયર પ્લેયર ઓફ ધ યરનું બિરુદ મું હતું. કોરિયન, મની તેમનું નીક નેઇમ છે. પીઝા તેમને પ્રિય છે એવા મનપ્રીતસિંહને યોગા, ધ્યાન અને દલજીત દોંસા જ તેમજ હનીસિંહ દ્વારા પંજાબી ભાંગડા, સંગીત સાંભળવાનો શોખ છે. હાયાબુસા આર વન બાઈક ફેરવવાનો શોખીન મનપ્રીતસિંહ જ્યારે ૨૦૧૩માં કેપ્ટન તરીકે સુલતાન ઓફ જોહર કપનો ગોલ્ડ મેડલ જીતી લાવ્યો એ સાથે ત્યાંની ગોલ્ડન પરી ઇલી નાઝવા સિદ્દિકને પણ જીતી લાવ્યો હતો. મનપ્રીત તેનું દિલ તેનું મન મલેશિયન પરી ઇલીનું ગોલ્ડ મેડલ સાથે જીતી લીધું હતું અને ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં. હોકીમાં સરદારસિંહ, પરગટસિંહ, મોરિત્ઝ ફુર્સ્ટેં તેના આદર્શ ખેલાડી રહ્યા છે. ક્રિસ્ટીયન રોનાલ્ડો અને બેકહામ, ઓસઉપરના પણ ચાહક છે.
 
મનપ્રીતસિંહની કપ્તાનશીપ હેઠળ ભારતમાં પુનઃ હોકીના સુવર્ણદિવસો આવ્યા છે. હોકી પુનઃજીવિત થઈ છે.