રેસલર - બજરંગ પુનિયા | વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીતનાર એક માત્ર ભારતીય રેસલર

    21-Aug-2021
કુલ દૃશ્યો |

wrestler bajrang punia_1& 
 
 
રેસલર - બજરંગ પુનિયા
 
 
* પત્ની : સંગીતા ફોગટ
* પિતા : બલવાનસિંહ
* જન્મતારીખ : ૨૬-૨-૧૯૯૪
* જન્મસ્થળ : ખુદાન, હરિયાણા
* ઊંચાઈ : ૫ ફૂટ ૫ ઇંચ
* વજન : ૬૫ કિ.ગ્રામ.
 
 
મેડલ્સ - એવોર્ડ
 
 
* ગોલ્ડ : એશિયન ગેઇમ્સ, જકાર્તા ૨૦૧૮
* કોમન વેલ્થ ગેઇમ્સ ગોલ્ડ કોસ્ટ ૨૦૧૮
* એશિયન ચેમ્પિયનશિપ ક્ષિયાન ૨૦૧૯
* એશિયન ચેમ્પિયનશિપ ન્યુ દિલ્હી ૨૦૧૭
* કોમન વેલ્થ ચેમ્પિયનશિપ બ્રાક્યન ૨૦૧૭
* ઓલિમ્પિક બ્રોન્ઝ ટોક્યો ૨૦૨૧
* વર્લ્ડ ચેમ્પિયનશિપ : સિલ્વર - બુડાપેસ્ટ - ૨૦૧૮
* બ્રોન્ઝ નુર સુલ્તાન ૨૦૧૯
* બુડા પેસ્ટ ૨૦૧૩
* પદ્મશ્રી, મેજર ધ્યાનચંદ ખેલરત્ન, અર્જુન
 
 
ટોક્યો ઓલિમ્પિકમાં ક્લોઝીંગ સેરેમનીના ભારતીય ટીમના ફ્લેગ બેરર બજરંગ પુનિયાએ ૬૫ કિ.ગ્રા. વજન વર્ગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીતનાર એક માત્ર ભારતીય રેસલર બજરંગ પુનિયા હરિયાણા રાજ્યના જહજ્જાર જિલ્લાના સાવ નાનકડા ગામ ‘ખુદાન’નો રહેવાસી છે. માત્ર ૪૮૦૦ જેટલી વસ્તી ધરાવતા ખુદાન ગામના યુાવનો મોટા ભાગે કુસ્તી અને કૃષિ કરે છે.
 
ગ્રામીણ વિસ્તાર અને પરિવારમાં ઉછરેલ બજરંગે સાવ મફતમાં શીખાવાડાતી રમતોમાં કુસ્તી અને કબડ્ડીમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. ફી ભરીને કે ખાસ નજીકના શહેરમાં જઈને ખર્ચાળ રમતો શીખવા કરતાં ઘરની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે તેણે સાત વર્ષની વયે મફતમાં શીખવાડાતી કુસ્તી રમત શીખવી શરૂ કરી હતી. તેના પિતા બલવાનસિંહ પણ કુસ્તીબાજ હતા.
 
એમણે આ રમતમાં આગળ આવવા ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. બજરંગ જ્યારે ટોક્યો ઓલિમ્પિક માટે નીકો ત્યારે તેના પિતાશ્રીએ કહ્યું હતું કે મને પૂરો વિશ્ર્વાસ છે કે તું ખાલી હાથે પાછો નહીં ફરે !! અને ખરેખર બજરંગ પુનિયાએ મેડલ મેળવ્યો ત્યારે તેના પિતાએ જાહેરમાં કહ્યું કે મારું સ્વપ્ન પૂર્ણ થયું છે. કુસ્તીમાં નામ બનાવવા અને ઘરની આર્થિક સ્થિતિ સુધારવા બજરંગે - કુસ્તીમાં ૨૪ કલાક મહેનત કરવા શાળા - અભ્યાસ બધું છોડી દીધું હતું. ૨૦૧૩માં તેણે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને બ્રોન્ઝ મેડલથી કારકિર્દી ૧૯ વર્ષની વયે શરૂ કરી હતી. આ પછી વર્લ્ડ રેસલિંગ, ચેમ્પિયનશીપ કોમનવેલ્થ ગેઇમ્સ, એશિયન ગેઇમ્સ, એશિયન રેશલિંગ ચેમ્પિયનશિપમાં વિવિધ મેડલો મેળવ્યા હતા. આમ, બે વર્ષ સુધી આંતરરાષ્ટીય પ્રદર્શન કર્યા બાદ છેક ૨૦૧૫માં તેમનો પરિવાર સોનીપત ગયો જેથી તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક કેન્દ્રમાં નિયમિત તાલીમ લઈ શકે.
 

wrestler bajrang punia_1& 
 
બજરંગ તેની સફળતામાં તેની નવી દુલ્હન અને કુસ્તી વીરાંગના સંગીતા ફોગટનો પ્રેમભર્યો સાથ માને છે. ૫૫ કિ.ગ્રામ. વર્ગની કુસ્તી વીરાંગના સંગીતા ફોગટ છ બહેનોમાંની સૌથી નાની ૨૩ વર્ષની છે અને તેણે બજરંગ સાથે લવમેરેજ નવેમ્બર મહિનામાં જ કર્યો હતો. બજરંગની ભવ્ય સફળતા પાછળ તેની પ્રિય પત્ની સંગીતાના પ્રેમનો બહુ મોટો ફાળો રહ્યો છે. તેવું બજરંગનું કહેવું છે. આમ એક પ્રેમ - ઓલિમ્પિક પોડિયમ સુધી પહોંચ્યો ! સંગીતાએ કહ્યું હતું કે તમે ચેમ્પિયન છો અને તમે ચેમ્પિયન જ રહેશો. પત્ની સંગીતાનો વિશ્ર્વાસ જે પણ પૂર્ણ કરવા બજરંગે મેડલ જીતીને પ્રેમની તાકાત દર્શાવી દીધી હતી.