૯/૧૧ - નાઈન ઈલેવન...અનેક ઘટનાઓ સાથે સંકળાયેલી છે આતારીખ...

vivekananda chicago speech

    11-Sep-2021
કુલ દૃશ્યો |

vivekananda chicago speec

‘નાઈન ઇલેવન’ જૂજવાં રૂપે... !

 
નાઈન ઇલેવન એટલે કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સાથે અનેકવિધ સંસ્મરણો, ઘટનાઓ જોડાયેલ છે. આવો આ ઘટનાઓને જાણીએ…
 
પ્રથમ નાઈન ઇલેવન | 11 September, 1893
 
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ : સંયુક્ત-રાજ્ય અમેરિકાના શિકાગો મહાનગરમાં યોજાયેલ વિશ્ર્વ ધર્મ પરિષદ અને તેમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદજીનું દિગ્વિજયી ઉદ્બોધન.
 
 
બીજી નાઈન ઇલેવન| 11 September, 1895
 
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૫ને દિવસે આચાર્ય વિનોબા ભાવેનો જન્મ થયો, જેમણે ભૂદાન ચળવળનો સૂત્રપાત કર્યો. મહાત્મા ગાંધીજીની વિચારધારાના ભાષ્યકાર, મૌલિક ચિંતક, ઋષિતુલ્ય વિનોબાજીના જન્મદિવસને લીધે એ નાઈન્થ ઇલેવન પણ ઇતિહાસ પ્રસિદ્ધ છે.
 
 
ત્રીજી નાઈન ઇલેવન| 11 September, 1906
 
મહાત્મા ગાંધીજી જ્યારે માત્ર બેરિસ્ટર મિ. ગાંધી હતા ત્યારે, દક્ષિણ આફ્રિકામાં તેમને જે રંગભેદી વિકૃત માનસનો ભોગ બનવું પડ્યું તેની પ્રતિક્રિયામાં; દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બેરિસ્ટર મિ. ગાંધીએ જે સત્યાગ્રહ આંદોલનના શ્રીગણેશ કર્યા એ પણ એક યુગાંતરકારી ઘટના બની રહી, જેના થકી બેરિસ્ટર મિ. ગાંધીનું મહાત્મા ગાંધીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનાં બીજ વવાયાં.
 
 
ચોથી નાઈન ઇલેવન| 11 September, 2001
 
૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ : અમેરિકાના મહાનગર ન્યૂયોર્ક શહેરમાં બે અતિભવ્ય ટ્વીન-ટાવર્સ ઉપર આતંકી આત્માઘાતી હુમલાઓ માટે વિમાનોને બંને ટાવર્સ સાથે અથડાવી મારવામાં આવ્યાં, જેમાં સેંકડોનાં મૃત્યુ થયાં અને અનેક ઘવાયાં. આ નિર્ઘૃણ્ણ જેહાદી આતંકવાદી દુર્ઘટનાથી સમસ્ત વિશ્ર્વ થરથરી ઊઠ્યું અને તેને લીધે જ, જેહાદી આતંકવાદ વિરુદ્ધના વૈશ્ર્વિક-સંકલ્પને બળ મું ! ઓસામા બિન લાદેન કે જે આ શયતાની અપકૃત્યનો માસ્ટર માઇન્ડ હતો, તેને અમેરિકાએ પાકિસ્તાનના અબોટાબાદમાં છુપાયેલી હાલતમાં શોધી કાઢીને, ઓસામા બિન લાદેનને હેલિકોપ્ટર હુમલાથી એનકાઉન્ટર દ્વારા મારી નાખ્યો.