રાજીનામું આપ્યા પછી વિજયભાઈ રૂપાણીએ સૌથી પહેલા આ વાત કહી છે….

    11-Sep-2021
કુલ દૃશ્યો |

vijay rupani_1  
 
 
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું કેમ આપ્યુ? હવે ગુજરાતમાં ભાજપના નવા મુખ્યમંત્રી કોણ હશે? તેની ચર્ચા મીડિયામાં ચાલી રહી છે. આ બધાની વચ્ચે રાજીનામું આપ્યા પછી વિજયભાઈએ મીડિયા સામે આ વાત મૂકી હતી…
 

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે,….

 
 
હું ભારતીય જનતા પક્ષ પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે મારા જેવા પક્ષના એક કાર્યકર્તાને ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી આપી. મુખ્યમંત્રી તરીકે મને મળેલા આ દાયિત્યને મેં નીભાવ્યું છે અને મારા કાર્યકાળ દરમિયાન આ માટે મને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે. મા. વડાપ્રધાનના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસ તથા સર્વજન સમાજના વિકાસના પથ પર આગળ વધીને નવા આયામોને સર કર્યા છે. ગુજરાતના વિકાસની યાત્રામાં યોગદાન કરવાનો મોકો છેલ્લા પાંચ વર્ષ માટે મને પણ મળ્યો હતો. આ અવસર બદલ હું મા. વડાપ્રધાનનો આભાર માનું છું.
 
મારું માનવું છે કે ગુજરાતના વિકાસની આ યાત્રા વડાપ્રધાનના નેતૃત્વમાં એક નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધવી જોઇએ. આ વાતને ધ્યાનમાં રાખીને મેં આ પદ પરથી રાજીનામું આપ્યું છે. સંગઠન અને વિધારધારાને આધારિત પક્ષ હોવાથી ભાજપની પરંપરા રહી છે કે સમયની સાથે સાથે કાર્યકર્તાઓની જવાબદારીઓ પણ બદલાતી હોય છે. આ અમારા પક્ષની ખાસિયત છે. જે જવાબદારી પક્ષ દ્વારા કાર્યકર્તાઓને સોપાય છે તે જવાબદારી કાર્યકર્તા સંપૂર્ણ લગનથી નીભાવે છે. આ પદથી રાજીનામું આપ્યા પછી પક્ષમાં નવા ઉત્સાહ સાથે નવી જવાબદારી સાથે કામ કરવાની તૈયારી પણ મેં બતાવી છે. હવે મને પક્ષ દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવશે તે જવાબદારીને વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષજીના માર્ગદર્શન હેઠળ નીભાવતો રહીશ.
 
હું ગુજરાતની જનતા પ્રત્યે પણ આભાર વ્યક્ત કરું છું કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલ ઉપ-ચૂંટણી તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમારા પક્ષને અભૂતપૂર્વ સમર્થન, સહયોગ અને વિશ્વાસ આપ્યો છે. આ સમર્થન થકી પક્ષને શક્તિ અને મારા માટે સતત કામ કરવાની ઉર્જા મળતી રહી છે.
 
અમારી સરકારે પ્રસાશનના ચાર આધારભુત સિદ્ધાંતો - પારદર્શિતા, વિકાસશીલતા, નિર્ણાયકતા અને સંવેદનશીલતાના આધાર પર જનતાની સેવા કરવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ માટે મને બધાનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. હું બધાનો આ સહયોગ બદલ આભાર વ્યક્ત કરું છું.
 
કોરોનાના કપરાકાળમાં પણ અમારી સરકારે ગુજરાતની જનતાને સુરક્ષિત રાખવાની યથાશક્તિ અણથક પ્રયાસ કર્યા છે સાથે જ વેક્સિનેસનમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે.
 
મારા આ રાજીનામાંથી ગુજરાતમાં પક્ષના નવા નેતૃત્વને અવસર મળશે તથા આપણે બધા જ એકથઈને માં. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસ યાત્રને નવી ઉર્જા, ઉત્સાહ, નવા નેતૃત્વની સાથે અગળ જરૂરથી લઈને જઈશું...