ગૌમાંસ ખાવામાં કાંઈ જ ખરાબી નથી - દિગ્વિજયસિંહએ આવું કેમ કહ્યું - હવે સાધુ-સંતોએ ધર્મદંડ ઉગામ્યો છે

    12-Jan-2022
કુલ દૃશ્યો |

digvijay singh
 

ગૌમાંસ અને હિન્દુધર્મ અંગે દિગ્વિજયસિંહજીના નિવેદન પર સાધુ સમાજમાં આક્રોશ
સાધુ-સંતોએ ધર્મદંડ ઉગામ્યો તો છુપાવાની જગ્યાય નહીં મળે

 
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહજી દ્વારા હિન્દુત્વ અને ગૌમાંસ અંગેના આપત્તિજનક નિવેદન બાદ સાધુ-સંત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ગમે તેવા કપરા સંજોગોમાં પણ શાંત રહેતા સંત સમાજે દિગ્વિજયસિંહજીના તાજેતરના જ વિવાદિત નિવેદન બાદ આ કોંગ્રેસી નેતા સામે ધર્મદંડ ઉગામવાની ચેતવણી ઉચ્ચારી છે. અયોધ્યાના હનુમાનગઢીના મહંત રાજુદાસજીએ કહ્યું હતું કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માનસિક સંતુલન ખોઈ બેઠા છે. તેમના જેવા નેતાઓને કારણે જ આજે કોંગ્રેસ રસાતળ પર પહોંચી ગઈ છે. તેઓએ દિગ્વિજયસિંહના આ નિવેદનને સસ્તી લોકપ્રિયતા માટેનું અનાપ-શનાપ નિવેદન ગણાવતાં કહ્યું હતું કે હિન્દુ સનાતન સંસ્કૃતિ, દેવી-દેવતાઓ, સાધુ-સંત અને હિન્દુત્વનું અપમાન કરનારા દિગ્વિજયસિંહ જેવા નેતાઓને કારણે જ કોંગ્રેસની હાલત મરણાસન્ન થઈ ગઈ છે. તેઓએ હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ગાયને પૂજનીય ગણાવતાં કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણને ભોગ લગાવતા પહેલાં ગાયને ઘાસ ખવડાવવાની પરંપરા છે માટે અમારા ધર્મમાં ગાય હંમેશા માતા અને પૂજનીય રહેશે.
 
તો તપસ્વી છાવણીના મહંત પરમહંસદાસજીએ પણ દિગ્વિજયસિંહજીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું હતું કે, વેદોમાં ગાયને સમગ્ર વિશ્ર્વની માતા ગણાવી છે. વૈજ્ઞાનિકોએ પણ ગાયના દૂધને માતાના દૂધ સાથે સરખાવ્યું છે. તેઓ ભલે હિન્દુ અને હિન્દુત્વને વિભાજિત કરવાનાં ષડયંત્ર કરી રહ્યા હોય, પરંતુ હિન્દુ અને હિન્દુત્વ એક જ છે. જે હિન્દુ છે તે હિન્દુત્વ પણ હશે. જેમ સ્ત્રીત્વ વગર સ્ત્રી ન હોઈ શકે, પુરુષત્વ વગરે પુરુષ ન હોઈ શકે અને મનુષ્યત્વ વગર મનુષ્ય શક્ય નથી તેમ હિન્દુત્વ વગર હિન્દુ શક્ય જ નથી.
 
તેઓએ કોંગ્રેસને તેનો ભૂતકાળ યાદ અપાવતાં કહ્યું હતું કે તમે તો ભગવાન શ્રીરામને પણ કાલ્પનિક બતાવ્યા હતા ત્યારે આ લોકો ગાયનું સન્માન કેવી રીતે કરવાના ? ગાય ૧૦૦ કરોડથી વધુ હિન્દુઓની માતા છે અને તે જગતના શ્રેષ્ઠ લોકોની માતા છે, ત્યારે જે લોકો ગૌવિરુદ્ધ આમ અનાપ-શનાપ નિવેદનો આપી રહ્યા છે તે માનસિક દિવ્યાંગ છે, અને તેઓને પાગલખાનામાં મોકલી દેવા જોઈએ. કોંગ્રેસની હાલત હાલ ખિસિયાની બિલ્લી ખંભ્ભા નોચે જેવી થઈ ગઈ છે. કારણ કે દેશનાં લગભગ તમામ રાજ્યોમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે એ આ પ્રકારનાં ઝેરીલાં નિવેદનો આપનારાઓ માટે સાધુ-સંતો જ કાફી છે.
 
પરમહંસદાસજીએ આ પ્રકારની હિન્દુ-હિન્દુત્વ વિરોધી માનસિકતાવાળા લોકોને સુધરી જવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે જે દિવસે અમે ધર્મદંડ ઉગામવાનું શરૂ કરીશું તે દિવસે તેઓને કઈ તરફ ભાગવું એની ખબર પણ નહીં પડે અને છુપાવું પણ ભારે થઈ પડશે.
 
શું કહ્યું હતું દિગ્વિજયસિંહે ?
 
Congress leader Digvijay Singh on Saturday claimed that VD Savarkar did not consider cow as 'mother' and had no problem in eating beef. 
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મધ્યપ્રદેશના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે સાવરકરને ટાંકીને કહ્યું હતું કે ગૌમાંસ ખાવામાં કાંઈ જ ખરાબી નથી. ખુદ સાવરકરે આવું કહ્યું હતું. ભારતને વિવિધતાઓથી ભરેલો દેશ ગણાવતાં તેમણે કહ્યું હતું કે દેશમાં અનેક એવા હિન્દુ છે જેઓ ગૌમાંસ ખાય છે. તેઓએ બેશરમીપૂર્વક કહ્યું હતું કે એવું ક્યાં લખાયેલું છે કે ગૌમાંસ ન ખાવું જોઈએ ? દિગ્વિજયસિંહના આ નિવેદન બાદ ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો. તેને લોકો દ્વારા કસાઈઓના વકીલ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે.