જાહેરમાં જાણીતા હેયરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે મહિલાના વાળમાં થૂંકી કહ્યું આ થૂંકમાં જાન છે!

    06-Jan-2022
કુલ દૃશ્યો |

Jawed Habib
 
 
જાણીતા હેયરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ ( Jawed Habib ) ના એક સેમિનારનું આયોજન મુજફ્ફરનગરમાં કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બ્યુટી પાર્લર તથા સલૂનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓએ ભાગ લીધો હતો. હવે બ્યુટી પાર્લર ચલાવતી અહીંની એક મહિલા પૂજા ગુપ્તા પણ આ સેમિનારમાં ગઈ હતી. સેમિનારમાં લાઇવ ડેમો આપવા જાવેદે પૂજા ગુપ્તાને સ્ટેજ પર બોલાવી અને સ્ટેજ પર એક ખુરશી પર બેસાડી જાવેદ તે મહિલાના વાળ ઓળવા લાગ્યો અને વાળ સંદર્ભની ટિપ્સ પણ આપવા લાગ્યો. અહીં સુધી તો બધું બરાબર હતું. આ પછી જે કંઇ પણ થયુ તે શરમ જનક અને આપત્તિજનક હતું. અચાનક તે મહિલાના વાળ ઓળતા ઓળતા જાવેદે કહ્યું કે હું જોઇ રહ્યો છું કે વાળ ખૂબ ગંદા છે. કેમ છે? કેમ કે શેમ્પૂ નથી કર્યુ. જો વાળમાં પાણીની અછત હોય તો...આટલું કહી તે સિમિનારમાં જાહેરમાં સ્ટેજ પર પેલી મહિલાના વાળ પર થૂકે છે અને કહે છે કે "આ થૂંકમાં જાન છે" આનો મતલબ તે કહેવા માંગે છે કે જો પાણી ન હોય તો થૂંક દ્વારા પણ વાળ કાપી શકાય છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આવું આપત્તિજનક કૃત્ય કર્યા પછી પણ જાવેદ હીરો તરીકે પોતાને દર્શાવે છે અને સિમિનારમાં ઉપસ્થિત મહિલાઓ તેને તાળીઓથી વધાવી પણ લે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે વાળ કાપવાની આ કઈ રીતે છે? આમાં ખૂબી જેવું શું છે? અહીં લોકો જાવેદ હબીબનો બહિષ્કાર કરવાની માંગ પણ કરી રહ્યા છે.
 
આ ઘટના પછી જેની સાથે આ ઘટના ઘટી તે મહિલા પૂજા ગુપ્તાનો પણ એક વીડિયો સામે આવ્યો છે. તેણે આ વીડિયો થકી જણાવ્યુ કે " મારું નામ પૂજા ગુપ્તા છે. વંશિકા બ્યુટી પાર્લર મારું છે. હું બાગપતના બડોતમાં રહું છું. કાલે મે જાવેદનો એક સિમિનાર અટેન્ડ કર્યો હતો. તેણે મને ઓન ધી સ્ટેજ વાળ કપાવવા માટે આમંત્રણ આપ્યુ અને પછી તેણે મારી સાથે મિસબિહેવ કર્યુ. તેણે કહ્યું કે જો તમારી પાસે પાણી ન હોય તો તમે થૂકીને પણ કામ ચલાવી શકો છો. આ પછી મે મારા વાળ ન કપાવ્યા. હું ગલીના ખાંચામાં વાળ કપાવી લઈશ પણ જાવેદ હબીબ પાસે વાળ નહી કપાવું"
 
 
 
 
થૂંક્યા પછી પણ જાવેદ હબીબને કોઇ પછતાવો નથી. સ્ટેજ પર તેતો એવી રીતે હસી રહ્યો હતો જાણે તેણે ખૂબ મોટુ કામ કર્યું છે. અનેક મહિલાઓની ઉપસ્થિતિમાં સ્ટેજ પર એક માણસ એક મહિલાના માથે થૂંકે છે અને લોકો હંસવા લાગે છે આનાથી વધારે ખરાબ બાબત શું હોઈ શકે? આવું કોણ કરી શકે? આવું તો એક માનસિક રીતે બિમાર વ્યક્તિ જ કરી શકે!
 
જોકે આ ઘટના પછી જાવેદના વિરોધમાં અને બચાવમાં બન્ને પક્ષે લોકો આવવા લાગ્યા છે. અનેક લોકોએ મુસ્લિમ હોટલની લિસ્ટ જાહેર કરી તેનો બહિસ્કાર કરવાની માંગ કરી છે કેમ કે મુસ્લિમ રસોઈયાઓ કથિતરૂપે ખાવાનું બનાવતી વખતે તેમાં થૂંકતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે. આના બચાવમાં કેટલાંક લોકોનું કહેવું છે કે આ લોકો કુરાનની આયાત વાંચતા - વાંચતા ભોજન પર થૂંકે છે જેથી ભોજન પવિત્ર બની જાય છે. કોરોનાકાળમાં આવું વિચારવું ખરેખર ચિંતાજનક છે.
 
 
જોકે વિરોધ અને બચાવ ગમે તે કરી લો પણ જાવેદે જાહેરમાં જે કર્યુ તે તો ખરાબ જ કહી શકાય. હવે લોકો તેને સેલિબ્રિટી તરીકે નહી પણ મહિલા પર જાહેરમાં થૂંકનાર અપરાધી તરીકે જ જોશે...