કોઈ આ પુસ્તક વાંચવા ઇચ્છે તો તૈયાર રહે કે આ નોવેલ તમને અમુક સમય, અમુક કલાક,અમુક દિવસ માટે ડીસ્ટર્બ કરી શકે છે!?

કેવી રીતે બહારના આક્રમણોકારો અને પછી આઝાદ ભારતની સરકારમાં એક ખાસ સીસ્ટમ દ્વારા આંક્રાંતાઓને છાવરવાનો અને અહીની સુસંસ્કૃત સમૃદ્ધ સંસ્કૃતિને નીચી ચીતરવાનો આયોજન બદ્ધ રીતે પ્રયાસ થયો છે. કેવા ઈરાદાપૂર્વક એક ‘આવરણ’ આ દેશની ઉપર ચડાવવામાં આવ્યું છે.

    16-Nov-2022
કુલ દૃશ્યો |

Aavarana: The Veil by S.L. Bhyrappa
 
 
૨૦૧૪નાં લોકસભા ઇલેકશનમાં ભાજપ તરફથી નરેન્દ્ર મોદી વડાપ્રધાનના ઉમેદવાર જાહેર થયા ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એવા એક જાણીતા કન્નડ રાઈટર, પદ્મભૂષણ યુ.આર.અનંતમૂર્તિ કે જેઓએ કોંગ્રેસ સાશનમાં કેટલીક શૈક્ષણિક કમિટીઓ મહત્વનો રોલ ભજવ્યો એ અનંતમૂર્તિ સાહેબે એવું કહેલું કે, “જો મોદી આ દેશના વડાપ્રધાન બનશે તો પોતે દેશ છોડી દેશે.”. ઈલેક્શનના રીઝલ્ટ આવ્યા. ૧૯૬૭માં ઇન્દિરા ગાંધી સરકાર જેવી બહુમતીએ આવેલી એવી જ બહુમતીથી મોદી સરકાર ચૂંટાઈ આવી.
 
પછી જો કે અનંતમૂર્તિએ દેશ તો ના છોડ્યો પણ ચાર મહિના બાદ હૃદય રોગના હુમલામાં દુનિયા છોડી દીધી. આ અનંતમૂર્તિ સાહેબે 2007માં પ્રકાશિત પોતાની જ ભાષાની એક કન્નડ નોવેલ વાંચીને એ નોવેલના રાઈટર વિષ કહેલું કે, “આ માણસને નવલકથા લખતા જ નથી આવડતી.” (જો કે એ નોવેલ એ લેખકની ૨૩મી નોવેલ હતી.)
 
પણ અનંતમૂર્તિએ જે નોવેલ વાંચી આવું નિવેદન કરેલું એ નોવેલે ઇતિહાસ રચી દીધો. કન્નડમાં પહેલા પાંચ મહિનામાં જ દસ આવૃત્તિ અને પહેલા પાંચ વર્ષમાં ૩૮ આવૃત્તિ રીપ્રીન્ટ થઇ. એ નોવેલની ગુજરાતી, હિન્દી, ઈંગ્લીશ, તામિલ સહીત કેટલીય ભાષાઓમાં મળીને લાખો નકલ વેંચાઈ. એ નોવેલ એટલે “આવરણ” એ લેખક એટલે એસ.એલ.ભૈરપ્પા.
 
નોવેલમાં એક ગાંધીવાદી સજ્જનની ખુલ્લા વિચારોવાળી દીકરી છે લક્ષ્મી. લક્ષ્મી આમીર નામના એક મુસ્લીમ છોકરાના પ્રેમમાં પડે છે. પિતાની ઈચ્છા વિરુદ્ધ પરણે છે. પરણીને જાણે કે છે કે આમીર જેટલો લિબરલ દેખાતો હતો એટલો છે નહિ. લક્ષ્મીનું નામ ‘રઝીયા’ થાય છે. માંસાહારથી લઈને કેટલાય રીવાજો રઝીયાને જે પાળવા દબાણ થાય છે એમાં આમિર ઘર અને સમાજની તરફે રહે છે. બેઉને એક દીકરો થાય છે.
 
એક દિવસ પિતાનું અવસાન થાય છે. રઝીયા પિતાના ઘરે આવે છે. ઘરે આવીને નાની નાની વાતમાં પિતાને મિસ કરતી લક્ષ્મી એક દિવસ પિતાનો વાંચન અને અભ્યાસ ખંડ એવી એક ઓરડીમાં જઈ ચડે છે. આજુબાજુ સેંકડો એવા સંદર્ભગ્રંથો અને નોટ્સ વગરે છે, જેમાં એના પિતાએ એ અભ્યાસ કર્યો છે કે કેવી રીતે બહારના આક્રમણોકારો અને પછી આઝાદ ભારતની સરકારમાં એક ખાસ સીસ્ટમ દ્વારા આંક્રાંતાઓને છાવરવાનો અને અહીની સુસંસ્કૃત સમૃદ્ધ સંસ્કૃતિને નીચી ચીતરવાનો આયોજન બદ્ધ રીતે પ્રયાસ થયો છે. કેવા ઈરાદાપૂર્વક એક ‘આવરણ’ આ દેશની ઉપર ચડાવવામાં આવ્યું છે.
 
પિતાના અવસાન બાદ પિતાના અભ્યાસ અને જમા કેરેલા ગ્રંથો-માહિતી પરથી લક્ષ્મી એક નોવેલ લખવી શરુ કરે છે. નોવેલની અંદર પેરેલલ એક નોવેલ લખાય રહી છે, જેમાં મુઘલકાળમાં કેવા અત્યાચારો થયા હતા અને એને કેવી રીતે છાવરવામાં આવ્યા એની કથા છે.
 
લક્ષ્મીના જ ગામનો જ એક વ્યક્તિ એવો પ્રોફેસર શાસ્ત્રી એક પ્રોફેસર, મોટો રાઈટર અને સરકારની કેટલીય કમિટીઓમાં સક્રિય એવું એક પાત્ર છે. જે પણ આવા ‘આવરણ’ ચડાવવા સક્રિય બુદ્ધિજીવી પાત્ર છે. પ્રોફ. શાસ્ત્રીના પાત્રની વાતો, એની પત્ની અને સંતાનોના નામ અને ઘટનાઓ પરથી એ સ્પષ્ટ છે કે એ પાત્ર આપણે શરૂઆત કરી એ પ્રોફેસર અનંતમૂર્તિ પરથી જ સર્જાયું છે. કદાચ એટલે એ વાંચીને અનંતમૂર્તિ વધુ ગિન્નાયેલા.
 
ખેર, આ નોવેલ આજે યાદ આવવાનું એક કારણ એટલું જ દિલ્હીમાં આફતાબ જ્યારે શ્રદ્ધાના ૩૫ ટુકડા કરીને ફ્રીઝમાં મુકીને ઠંડા કલેજે રોજ રાત્રે એક એક ટુકડો ફેંકવા શહેરમાં બહાર નીકળે છે, એ ઘટના બાદ ય એક આખી સીસ્ટમ છે જે ચુપચાપ ‘આવરણ’ પાથરવા સક્રિય છે.
 
ઇવન ‘આવરણ’ આટલી મોટી બેસ્ટ સેલર નોવેલ થઇ પણ તમે એના વિષે સર્ચ કરજો...ખાસ એટલું વાંચવા-જોવા નહિ મળે. જો કે કોઈ 'આવરણ' વાંચવા ચાહે તો એ માટે તૈયાર રહે કે આ નોવેલ તમને અમુક સમય, અમુક કલાક,અમુક દિવસ માટે ડીસ્ટર્બ કરી મુકશે.