૩૯ બેઠકો એવી છે જ્યાં આપે ખેલ બગાડ્યો! “આપ યહા આયે કિસ લીએ…”

ઉલ્લેખનીય વાત એ છે કે આ એવી બેઠકો છે જ્યાં આપને મળેલા મત અને કોંગ્રેસને મળેલા મતનો સરવાળો ભાજપને મળેલા મત કરતા વધારે થાય છે…આમાં આમ આદમી પાર્ટીએ જીતેલી ૫ બેઠક ગણી નથી…

    10-Dec-2022   
કુલ દૃશ્યો |

Impact of aap in gujarat election
 
 

ભાજપે જીતેલી આ ૩૯ બેઠકો એવી છે જ્યાં આપે કોંગેસને નુકશાન કર્યું છે?! Impact of aap in gujarat election

 
આમ આદમી પાર્ટીના કરણે ભાજપને કઈ ખાસ નુકસાન થયું નથી પણ ફાયદો ઘણો થયો હોય એવું લાગે છે. ભાજપનો વોટ શેર વધ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી ન લડી હોત તો પણ જીત તો ભાજપની જ થવાની હતી પણ આપના કારણે ભાજપ માટે જીતની બેઠક જરૂર વધી ગઈ છે. અહીં આપેલી ૩૯ જેટલી બેઠકો એવી છે જ્યાં આપના કારણે ભાજપને ફાયદો થયો હોય… ચૂંટણીના પરિણામ અને આંકડા તપાસતા એવું લાગી રહ્યું છે કે આપ ન હોત તો ભાજપ આ ૧૫૬ બેઠક જીતવાનો રેકોર્ડ ન નોંધાવી શકેત. ભાજપ માત્ર ૧૨૦ થી ૧૨૫ બેઠક જ મેળવી શકેત…
 
 

આ રહી એ ૩૯ બેઠક…

 
 
ભિલોડા, ચાણસ્મા, છોટા ઉદેપુર, ચોટિલા, દાહોદ, ડાંગ, દસાડા, ધરમપુર, ધારી, ધોરાજી, ધ્રાંગધ્રા, દ્રારકા, ફતેપુરા, ગઢડા, ગરબદા, હિંમતનગર, જસદણ, પાવીજેતપુર, ઝાલોદ, કાલાવડ, કપરાડા, કેશોદ, ખંભાળિયા, લીંબડી, લીંમખેડા, મહુવા- ૧૭૦, માંડવી – ૧૫૭, માંગરોળ, નિઝર, રાજકોટ પૂર્વ, રાપર, સંતરામપુર, સાવરકુંડલા, સિદ્ધપુર,તલાળા – ૯૧, ટંકારા, વિરમગામ, વ્યારા અને વાંકાનેર
 
 
ભાજપે જીતેલી આ ૩૯ બેઠકો એવી છે જ્યાં આપે કોંગેસને નુકશાન કર્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ એવી બેઠકો છે જ્યાં આપને મળેલા મત અને કોંગ્રેસને મળેલા મતનો સરવાળો ભાજપને મળેલા મત કરતા વધારે થાય છે…આમાં આમ આદમી પાર્ટીએ જીતેલી ૫ બેઠક ગણી નથી…
 
 
 
 
 

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધના સાપ્તાહિકનું સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે.