પહેલા બજેટથી લઈને સૌથી લાંબા બજેટ સુધીની આ ૧૨ વાતો જાણવા જેવી છે

પહેલા રેલવે બજેટ અને સામાન્ય બજેટ અલગ-અલગ રજૂ થતા પણ હવે ૨૦૧૭થી બન્ને બજેટને એક સાથે રજૂ કરવામાં આવે છે

    01-Feb-2022
કુલ દૃશ્યો |

budget
 
 
# 62 વર્ષીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સતત ચોથીવાર સામાન્ય બજેટ રજૂ કર્યું છે.
 
# નિર્મલાજીએ માઈક પાસે ટેબ્લેટ રાખી 90 મિનિટ સુધી બજેટ વાંચ્યું, તેવામાં આ બીજી વાર પેપર લેસ બજેટ હતું.
 
# તેઓ ૧૧ વાગ્યે બજેટ વાંચાવ માટે ઊભા થયા, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીએ હસતાં હસતાં કહ્યું હતું કે તમે ડિજિટલ બજેટ વાંચી રહ્યા છો. આ સાથે જ ગૃહ તાળીઓથી ગુંજી ઊઠ્યું હતું.
 
# ૨૦૨૧માં પહેલીવાર એવું બન્યુ કે બજેટને પ્રિન્ટ ન કરવામાં આવ્યુ.
 
# નિર્મલાજીએ આજે ચોથીવાર બજેટ રજુ કર્યુ છે
 
# મોરારજી દેસાઇના નામે સૌથી વધુવાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે
 
# સૌથી લાંબુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે છે
 
# પહેલા મહિનાના અંતે બજેટ રજૂ થતુ પણ ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ થી ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે
 
# પહેલા રેલવે બજેટ અને સામાન્ય બજેટ અલગ-અલગ રજૂ થતા પણ હવે ૨૦૧૭થી બન્ને બજેટને એક સાથે રજૂ કરવામાં આવે છે
 
# ૧૯૫૬ થી બજેટ હિન્દીમાં પ્રિન્ટ થાય છે
 
# ભારતમાં પહેલું બજેટ ૧૮૫૬માં રજૂ થયું હતું
 
# બજેટ રજૂ થાય તેના એક દિવસ પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવે છે
 
# કેસી નિયોગી એવા નાણામંત્રી છે જેણે એક પર સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યુ ન હતું