નૈતિક શિક્ષાનું મહત્ત્વ | શું તમે વિદ્યાર્થીઓને એક સાચો માણસ, ખરો ભારતીય બનાવવાનું જરૂરી નથી સમજતા ?

Moral Education । વિદ્યાર્થીઓને નૈતિક શિક્ષણ મળી રહે તેની કોઈ વ્યવસ્થા છે કે નહીં ?

    23-Feb-2022
કુલ દૃશ્યો |

Importance of Moral Education
 
 
આચાર્ય વિનોબા ભાવે અનેક ભાષાઓના જાણકાર હતા. તેઓએ જુદા જુદા ધર્મો, મત-મતાંતરોના સાહિત્યનું અધ્યયન કર્યું હતું. તેઓ સંસ્કારોને સૌથી મોટી ધરોહર માનતા હતા. એક વખત તેઓને મહારાષ્ટના કોઈ વિશ્ર્વવિદ્યાલયમાં આમંત્રિત કરવામાં આવ્યા. ત્યાં પહોંચી તેઓએ વાતચીત દરમિયાન આચાર્યને પૂ, આપના વિશ્ર્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કયા કયા વિષય પર શિક્ષણ આપવામાં આવે છે ? આચાર્યએ ઠાઠથી કહ્યું, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સહિતના વિવિધ વિષયો સહિત અનેક ભાષાઓનું પણ અમારે ત્યાં શિક્ષણ આપવામાં આવે છે. વિનોબાજીએ પૂં ખૂબ જ સરસ, પરંતુ વિદ્યાર્થીઓને નૈતિક શિક્ષણ (Moral Education) મળી રહે તેની કોઈ વ્યવસ્થા છે કે નહીં ?
 
આચાર્યજીએ કહ્યું, ના, એવી કોઈ વ્યવસ્થા હજુ સુધી તો નથી. આ સાંભળી વિનોબાજીએ કહ્યું, વિદ્યાર્થીઓને માત્ર રોજગારલક્ષી જ શિક્ષણ આપવું યોગ્ય નથી. શું તમે વિદ્યાર્થીઓને એક સાચો માણસ, ખરો ભારતીય બનાવવાનું જરૂરી નથી સમજતા ? જો વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપવામાં ન આવ્યા, તેઓને યોગ્ય માનવ બનાવવાના પ્રયાસો કરવામાં નહીં આવે તો યુવા પેઢી પોતાની પ્રતિભા અને શક્તિ રાષ્ટ અને સમાજના હિતમાં કરશે તેની શી ગેરંટી ? મારા મતે તો સૌથી પહેલાં યુવક-યુવતીઓને આદર્શ માનવ બનાવવાના સારા સંસ્કારો આપવા જોઈએ. સંસ્કાર વિહીન વ્યક્તિ માત્ર ધનપિશાચ બનીને સમાજને ખોટા રસ્તે જ લઈ જવાનું કારણ બનશે. વિનોબાજીની પ્રેરણાથી વિશ્ર્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ રીતે નૈતિક શિક્ષણ આપવાનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો.