પાથેય | કારણ કે, આપણી જીવનયાત્રા બહુ જ ટૂંકી છે

યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે તો પછી તે યુવતીએ તેમને પૂછ્યું, મેં તમારી સાથે આવું દુષ્કર્મ કર્યું છતાં તમે ચૂપ છો ? તમે કોઈ ફરિયાદ કેમ ન કરી ?

    04-Feb-2022
કુલ દૃશ્યો |


pathey smile 

 

કોઇ તમારી સાથે માત્ર ૫ મિનિટ છે અને એ તમારી સાથે ખરાબ વર્તન કરે તો તમે શું કરો?

એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેણે બાજુમાં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવાનું ચાલુ કર્યું અને તેના સામાનને પણ પગથી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે તો પછી તે યુવતીએ તેમને પૂછ્યું, મેં તમારી સાથે આવું દુષ્કર્મ કર્યું છતાં તમે ચૂપ છો ? તમે કોઈ ફરિયાદ કેમ ન કરી ?
 
વૃદ્ધ મહિલાએ હસીને જવાબ આપ્યો. આટલી નાની-નાની બાબતોમાં અને અસભ્યતા પર ચર્ચા કરવાની મને જરૂર જ ના લાગી, કારણ કે મારી તમારી સાથેની આ સફર બહુ ટૂંકી છે અને હું આગળના સ્ટોપ પર જ ઊતરી જવાની છું. આવી તુચ્છ બાબત પર ચર્ચા કરવાની જરૂર જ નથી, કારણ કે મારો તમારી સાથેનો પ્રવાસ બહુ ટૂંકો છે.
 
આપણે દરેકે આ સમજવું એટલું જ જરૂરી છે કે આ દુનિયામાં આપણો સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, ઈર્ષ્યા, અન્યોને માફ ન કરવા, નારાજગી અને ખરાબ વર્તન પાછળ સમયનો વ્યય થાય તે યોગ્ય તો ના જ ગણાય. કોઈએ તમારું હૃદય તોડ્યું છે ? શાંત રહો. શું કોઈએ તમને છેતર્યા, ધમકાવ્યા અથવા અપમાનિત કર્યા છે ? આરામ કરો. તણાવ ન કરો. કોઈ કારણ વગર તમારું અપમાન કરે છે ? શાંત રહો. અવગણના કરો. કોઈ પાડોશીએ એવી ટિપ્પણી કરી કે જે તમને પસંદ ન આવી ? - શાંત રહો, તેની તરફ ધ્યાન ન આપો. તેને માફ કરી દો. કોઈએ તમને કંઈ સમસ્યા કે મુશ્કેલી આપી છે ? એને ભૂલી જાવ. કોઈને ખબર નથી કે આપણી મુસાફરી કેટલી લાંબી છે. કોઈને ખબર નથી કે તે તેના અંત પર ક્યારે પહોંચશે ? તો મિત્રો અને કુટુંબીજનોની કદર કરીએ, દયાળુ અને ક્ષમાશીલ બનીએ. આખરે આપણે કૃતજ્ઞતા અને આનંદથી ભરાઈ જઈશું.
 
તમારું સ્મિત દરેક સાથે વહેંચો.