પ્રકરણ : ૨ | હિન્દુઓએ મુસલમાનો પર આંધળો વિશ્વાસ કરી ગુરુદ્વારાના દરવાજા ખોલી નાંખ્યા અને સર્જાયો હત્યાકાંડ

હિન્દુઓની કત્લેઆમ કરનાર, બહેન-દીકરીઓ પર બળાત્કાર કરનાર લોકો, બાળકોને સળગાવી દેનારા અને હિન્દુઓનાં માથાં ધડથી અલગ કરી દેનારા પાકિસ્તાની શૈતાનોનો મુકાબલો કરવા માટે અને હિન્દુઓની રક્ષા કરવા માટે એક વિરાટ સંગઠન ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નાદ સાથે નીકળી પડ્યું હતું.

    14-May-2022   
કુલ દૃશ્યો |

partition stories in gujarati
 
 
૧૫મી ઓગસ્ટ - ૧૯૪૭ના દિવસે ભારત દેશ સ્વતંત્ર થયો, પણ એ સ્વતંત્રતા વિભાજનથી ખંડિત હતી. ભારત-પાકિસ્તાનનું એ અભૂતપૂર્વ વિસ્થાપન ક્રૂરતમ નરસંહારથી રક્તરંજિત હતું. પાકિસ્તાનથી ટ્રેનો ભરી ભરીને હિન્દુઓની લાશો આવી રહી હતી અને નારીઓ પર બળાત્કાર થઈ રહ્યા હતા. એ બધું જ તત્કાલીન અગ્રણીઓ દ્વારા નજર અંદાજ કરવામાં આવ્યું. આ અવગણનાથી દિગ્મૂઢ બનેલી કેટલીયે આંખો આ અવસર પર તેમના પ્યારા ગાંધીબાપુને શોધી રહી હતી. જે મહાત્માએ આઝાદી માટે પ્રયત્નો કરેલા અને સરદાર પટેલને બદલે નહેરુને ભારતના ભાગ્યવિધાતા તરીકે આગળ કરેલા એ બાપુને જનતા ભીની આંખે યાદ કરી રહી હતી. પરંતુ તેઓ એ વખતે ક્યાંય દેખાતા નહોતા. જો દેખાય તો જનતા પૂછવા માંગતી હતી કે, ભારતના લલાટે આવું દુર્ભાગ્ય લખનાર કેવી રીતે ભારતનો ભાગ્યવિધાતા હોઈ શકે ? ખરેખર તો પંડિત નેહરુના માથે સૌથી પહેલું રાજતિલક તેમણે જ કરવાનું હતું. તેથી દેશવાસીઓ તેમને એ પણ પૂછવા માંગતા હતા કે, પોતાના પ્રિય શિષ્યના રાજ્યાભિષેકના જશ્નનો તેમણે કેમ બહિષ્કાર કર્યો હતો ?
 
દેશની જનતાને આ પ્રશ્ર્નોના જવાબ તો નહોતા મળી રહ્યા પણ તેમનું દિલ પોકારી પોકારીને કહેતું હતું કે, જો સરદાર પટેલના હાથમાં દેશનું નેતૃત્વ હોત તો લાશો ભરેલી ટ્રેન તો શું મુસલમાન બચ્ચો કોઈ હિન્દુનો કોલર પણ ના પકડી શક્યો હોત. પણ નિયતિ ઘડાઈ ચૂકી હતી, દેશના જહાજનું સુકાન ખોટા હાથોમાં સોંપાઈ ચૂક્યું હતું અને દેશ તોફાને ચડેલા ઇસ્લામિક આતંકના દરિયામાં ઘમરોળાઈ રહ્યો હતો.
 
પંડિત નેહરૂ સહિત કોઈએ પણ અત્યાચારોનો ભોગ બનેલા એ નિર્દોષ હિન્દુઓ વિશે એક શબ્દ પણ ના કહ્યો. ભારતના નાગરિકો દિગ્મૂઢ હતા કે કેમ નેતાઓ કંઈ બોલી રહ્યા નથી, કદાચ ભૂલી ગયા કે શું ?
 
પરંતુ એ કોઈ અજાણતાં થયેલી ભૂલ નહોતી, એ તો સમજી-વિચારીને ખેલેલી રણનીતિનો એક ભાગ હતો. ભારતના સત્તાધીશ બનવા માટે ઉત્સુક એ લોકો નહોતા ઇચ્છતા કે, હિન્દુઓ પર થઈ રહેલા મુસ્લિમ અત્યાચારોનો ક્યાંય ઉલ્લેખ થાય, કારણ કે જો એવું થાય તો તેમના નામ પર કાલિમા લાગી જાય. એ સોચી સમજી ચાલને કારણે જ આ બાબતે એ લોકો માત્ર ત્રણ દિવસ જ નહીં, પણ સતત અને અવિરત ચૂપ રહ્યા. એ પછીના સમયમાં દેશમાં એના કરતાં પણ ક્રૂર, બીભત્સ અને હચમચાવી દેતી ઘટનાઓ બની, હિન્દુઓ પર આખા દેશમાં અત્યાચારો થયા.
 
માત્ર પાકિસ્તાનથી ભારત આવનારા લોકો સાથે જ નહીં, ભારતના દિલ્હી, પંજાબ, ગુજરાત જેવાં રાજ્યોમાં રહેતા કેટલાક કટ્ટર મુસ્લિમોએ પણ ઉન્માદમાં આવી જઈને હિન્દુઓ પર હુમલા શરૂ કરી દીધા હતા.
 
હિન્દુઓએ મુસલમાનો પર મૂકેલા વિશ્ર્વાસની રીતસરની કત્લેઆમ સર્જાઈ હતી.
 
લાહોરનાં પંજાબ વિશ્ર્વ વિદ્યાલયમાં મદનગોપાલજી નામના એક સજ્જન રજિસ્ટ્રાર તરીકે નોકરી કરતા હતા. તેઓ અત્યંત ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા. સમાજમાં તેમની ખૂબ સારી છાપ. સર્વધર્મ સમભાવનું રટણ હંમેશાં તેમના મુખે રહેતું. હિન્દુ - મુસ્લિમોમાં તેઓ ભેદ ન સમજતા. તેઓ નોકરી કરતા તે પંજાબ યુનિવર્સિટીનો અરધા ઉપરનો સ્ટાફ મુસલમાનોનો હતો. અને તેમના આ સ્વભાવને લીધે જ એ સૌમાં તેઓ આદરપાત્ર બન્યા હતા.
 
વિભાજન થયું અને તોફાનો શરૂ થયાં હતાં. મદનગોપાલજી લાહોરથી અમૃતસર આવી ગયા. થોડા દિવસ રોકાયા બાદ ફરી તેઓ લાહોર જવા માટે નીકળ્યા. તેમના મિત્રોએ તેમને ચેતવ્યા, ‘મદનજી, માહોલ ખરાબ છે. લાહોરના મુસલમાનોના માથે ખૂન સવાર છે, તમે ત્યાં ના જશો.’
 
મદનજી હસ્યા, ‘ભાઈ, ખૂન તો હત્યારાઓને માથે સવાર હોય, મુસ્લિમ કે હિન્દુના માથે નહીં.’
 
‘વાત સાચી છે પણ હાલ પાકિસ્તાનના મુસલમાન જ હત્યારાઓ બની ગયા છે! મહેરબાની કરીને તમે રોકાઈ જાવ.’
‘ના, એવું નથી. યુનિવર્સિટીમાં મારા સ્ટાફમાં અરધા કરતાં પણ વધારે મુસલમાન બંધુઓ છે. એ લોકો બહુ ભલા અને માનવતાવાદી છે. એટલું જ નહીં, મેં તો તેમની પાસે કુરાનની સોગંદ લેવરાવી છે કે, કોઈ પ્રકારના તોફાનમાં ના પડે. મેં તેમને કહ્યું છે કે, હિન્દુ-મુસ્લિમના કોમવાદમાં રસ ના લે. ઊલ્ટાનું એ લોકોએ તો સંકલ્પ કર્યો છે કે વિભાજનના કારણે ઊભા થયેલા આ ઉન્માદથી પીડિત લોકોને તેઓ બચાવશે. તેમણે કુરાનની સોગંદ ખાઈને મને વાયદો કર્યો છે કે, તેઓ પોતાની જાન પર ખેલીને પણ હિન્દુઓની રક્ષા કરશે.’
 
સામે બેઠેલા મિત્રોએ ઘણી દલીલ કરી પણ મદનગોપાલજી ના માન્યા. તેઓ અમૃતસર છોડીને લાહોર ચાલ્યા ગયા. મિત્રો ઇચ્છતા હતા કે, તેઓ મુસલમાનો પર જે વિશ્ર્વાસ મૂકીને ગયા હતા એ સાચો ઠરે, પણ કમનસીબે એ વિશ્ર્વાસ ખોટો ઠર્યો અને તેમની પીઠમાં ખંજર ભોંકાયું. તેઓ ગયા એના થોડા જ દિવસ પછી એક ભયંકર ઘટના બની. તેઓ યુનિવર્સિટીના એક કક્ષમાં બેઠા બેઠા પોતાનું કામ કરી રહ્યા હતા. અચાનક બહાર હો... હા થઈ. ‘માર ડાલો.... કાટ ડાલો’ના પડકારા થયા. તેઓ કંઈ સમજે - વિચારે એ પહેલાં જ એક મોટું ટોળું હાથમાં તલવારો અને છરા લઈને અંદર ઘૂસી આવ્યું. તેમણે જોયું તો એ ટોળું તેમના જ મુસલમાન સ્ટાફ મિત્રોનું હતું. એ લોકો અચાનક બદલાઈ ગયા હતા, તેમની જાત પર ઊતરી આવ્યા હતા. તેમાંના એક વ્યક્તિએ મદનજીનું ગળું પકડ્યું. મદનજી બોલ્યા, ‘અરે, ભાઈ, યે ક્યા કર રહે હો ?!’
 
ટોળામાંથી એક જણ બોલ્યો, ‘વો જો પહેલે કરના ચાહિયે થા... તુમ્હારા કત્લ !’
 
‘લેકિન તુમને કુરાન કી કસમ ખાઈ થી કી હિંસા...’ મદનજી એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ તેમના ગળા પર તલવારનો જોરદાર ઘા થયો. તેમનું માથું ધડથી અલગ થઈને તેમના જ ટેબલ પર ધડામ દઈને પડ્યું. આખું ટેબલ લોહીનું ખાબોચિયું બની ગયું. મદનજી તરફડતા રહ્યા, તેમના અંતિમ અને તૂટક-તૂટક શબ્દોમાંથી કુરાનની કસમની દુહાઈ અને તેમના ગરમ ગરમ રક્તમાંથી મુસલમાનો પરનો વિશ્ર્વાસ નીતરીને નીચે દડદડી ગયો.
 
***
 
લાહોરનું આવું જ એક મોટું નામ એટલે સરદાર તેજાસિંહ. તેઓ ત્યાં ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ હતા. તેમના ગામ કહૂટામાં ય ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. મુસલમાનોની ભીડ શૈતાન બનીને હિન્દુઓને મારવા ફરી રહી હતી. પરંતુ આ ગામમાં હિન્દુ - શીખોએ અભૂતપૂર્વ સુરક્ષા કરી લીધી હતી. બધાંનાં પરિવારજનો એક ગુરુદ્વારાની અંદર સુરક્ષિત હતા. ગુરુદ્વારા એક કિલ્લા સમાન બની ગયું હતું. હથિયારબંદ મુસલમાનોની એક ભીડે ગામ પર હુમલો કર્યો. ગામના વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સુરક્ષિત હતાં એટલે હિન્દુ શૂરવીરોને કોઈ ચિંતા નહોતી. તેમણે આતંકી મુસલમાનોની ભીડને મારીને ભગાડી મૂકી. સખત પ્રતિરોધ કર્યો. આ રીતે મુસલમાનોએ જુદી જુદી રીતે ત્રણ દિવસ સુધી ગામ પર હુમલો કર્યો, પણ એક પણ હિન્દુનો વાળ વાંકો ના કરી શક્યા.
 
એક રાત્રે લાહોરની એક દરગાહમાં હારેલા અને કાયર મુસલમાનોની એક મિટિંગ થઈ. કહૂટા ગામના હિન્દુઓને તે લોકો હજુ ભગાડી નહોતા શક્યા એ બાબતની ચર્ચા ચાલી. કોઈ પાસે જવાબ નહોતો. પોતાને મહાન લડવૈયા સમજનારા અને હિન્દુનો માર ખાધેલા મુસલમાનો મોં નીચું ઘાલીને બેઠા હતા. ત્યાં જ એક મૌલવી બોલ્યો, ‘તુમ લોગોં કો પતા હૈ, તુમ ઉન હિન્દુઓં સે બાર બાર ક્યું હારતે હો ?’
 
પ્રશ્ર્નાર્થભરી દૃષ્ટિએ સૌએ મૌલવી સામે જોયું. મૌલવી આગળ બોલ્યો, ‘ક્યોંકી તુમ લોગ અક્લ સે કામ નહીં લેતે. હિન્દુ કો મારના હૈ તો ઉનકી મજબૂરી કા ફાયદા લો. ઔર ઉનકી મજબૂરી હૈ ઉનકા પરિવાર. ઉનકે મા, બાપ, ભાઈ, બહન, બચ્ચે, બીવી સબ સાથ મેં હોંગે તો વે લડ નહીં સકેંગે. ઉનકો બચાને મેં હી મર જાયેંગે.’
 
‘વો બાત સહી હૈ, લેકિન ઉનકા પરિવાર તો ગુરુદ્વારા મેં બંદ હૈ.’
 
‘મેં વો હી કહેતા હું કી ઉનકો ચાલ ચલકે બહાર નિકાલો. એક રાસ્તા મેરે દિમાગ મેં આયા હૈ. હમ કુછ મૌલવી વહાં જાયેંગે... ઉન્હે સમજાયેંગે કી વો લોગ ભારત જાના ચાહતે હો તો જા સકતે હૈં. હમ ઉનકી રક્ષા કરેંગે. ઐસે હમ ગુરુદ્વારા કા દરવાજા ખુલવાયેંગે... ફિર તો આપકી તલવાર ઔર ઉનકી ગરદન. બોલો સહી હૈ ના...!’
 
‘આમીન...’ વિકૃત ભીડ એકસાથે બોલી ઊઠી. બીજા દિવસે કેટલાક મૌલવીઓ કહૂટા ગામ પહોંચ્યા. હિન્દુઓને વિશ્ર્વાસ અપાવ્યો કે તેઓ તેમને કે તેમના પરિવારને કોઈ જ હાનિ નહીં પહોંચવા દે. ઉન્માદી મુસલમાનોથી બચાવશે અને તેઓ સુરક્ષિત ભારત પહોંચી શકશે. હાથમાં કુરાન, તસ્બી અને મુખમાં અલ્લાહ લઈને આવેલા આ લોકોના બદ્ઇરાદાઓને હિન્દુઓ ઓળખી ના શક્યા. તેમના પર આંધળો વિશ્ર્વાસ મુકીને અને ગુરુદ્વારાના દરવાજા ખોલી નાંખ્યા. એ સાથે જ ભૂખ્યા વરુ જેવા મુસલમાનોનું મોટું ટોળું ‘અલ્લાહુ અકબર...’ કરતું અંદર ઘૂસી ગયું. હિન્દુ બાળકો, માતાઓ, બહેનો અને વૃદ્ધો સૌને કાપવા માંડ્યું. હિન્દુ શૂરવીરો સાથે વિશ્ર્વાસઘાત થયો હતો. અચાનક હુમલો થયો હતો, પીઠમાં ખંજર ભોંકાયું હતું છતાં તેમણે લડવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પણ બધું જ વ્યર્થ હતું. વિશ્ર્વાસઘાતના ખંજર આગળ તેમના શ્ર્વાસ ના ટકી શક્યા. એ ભયાનક કત્લેઆમની ચીસોથી લાહોર જ નહીં આખું ભારત ચિત્કારી ઊઠ્યું હતું. પણ કહેવાતા નેતાઓ કાન બંધ કરીને બેસી ગયા હતા.
 
***
 
એક તરફ આ ભયંકર રક્તપાત થઈ રહ્યો હતો અને બીજી તરફ જશ્ન મનાવાઈ રહ્યો હતો. કોઈ હિંમત કરી અત્યાચારોનો જવાબ માંગતું ત્યારે સિંહાસનલોલુપો આ ત્રાસદીને પ્રસવપીડાનું નામ આપી દેતા અને કહેતા, ‘ભાઈ, એ બધું છોડો. સંતાનનો જન્મ થાય ત્યારે માતાએ ખૂબ પીડા સહન કરવી પડે છે, રક્ત પણ નીકળે છે, બાળક પણ રડે છે અને માતા પણ ચીસાચીસ કરે છે. પણ એ છતાં પરિવારના કોઈ રડતા નથી. એ લોકો તો બાળકજન્મની ખુશી જ મનાવે છે. મીઠાઈ ખાય છે, નાચે-કૂદે છે. એ જ રીતે આ બધી અત્યાચારની કહાનીઓ પણ એવી જ છે. એ તો ચાલ્યા કરે. તમે એ બધામાં ના પડો. તમે દેશ જન્મ્યો એની ખુશી મનાવો... મજા કરો...
 
પરંતુ સમજદાર હતા એ સમજતા હતા કે આ પ્રસવપીડા નહોતી, આ તો જાણી-જોઈને ઊભું કરાયેલું અને નજર અંદાજ કરાયેલું શૂળ હતું. અને એ સમજદાર લોકો નિર્દોષ હિન્દુઓને બચાવવા અંધારામાં ઊગી રહેલા સૂરજની જેમ બહાર આવી રહ્યા હતા.
 
હિન્દુઓની કત્લેઆમ કરનાર, બહેન-દીકરીઓ પર બળાત્કાર કરનાર લોકો, બાળકોને સળગાવી દેનારા અને હિન્દુઓનાં માથાં ધડથી અલગ કરી દેનારા પાકિસ્તાની શૈતાનોનો મુકાબલો કરવા માટે અને હિન્દુઓની રક્ષા કરવા માટે એક વિરાટ સંગઠન ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નાદ સાથે નીકળી પડ્યું હતું. એ સંગઠન હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એના સ્વયંસેવકો માથે કાળી ટોપી અને પગમાં કાળા બૂટ પહેરીને, શ્ર્વેત ખમીસ અને ખાખી ચડ્ડી સાથે, હાથમાં લાઠી અને હૈયામાં ભારતમાતાની રક્ષાનો સંકલ્પ લઈને હવે શાખાના મેદાનમાંથી યુદ્ધના મેદાને આવી રહ્યા હતા.
 
***
 
(ક્રમશ:)
 
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.