ઇન્દોરમાં ઉર્દૂ હનુમાન ચાલીસાનું વેચાણ અચાનક કેમ વધી ગયુ?

વર્તમાનમાં હનુમાન ચાલીસાને લઈને જે વિવાદ થયો છે તેના કારણે પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારોમાં પણ આ સંદર્ભે જુકાવ દેખાયો છે. આના કારણે પણ ઉર્દૂમાં લખાયેલી હનુમાન ચાલીસાનું વેચાણ વધી ગયું છે.

    16-May-2022
કુલ દૃશ્યો |

urdu hanuman chalisa

ઇન્દોરમાં ઉર્દૂ હનુમાન ચાલીસાનું જોરદાર વેચાણ । Urdu Hanuman Chalisa

 
દેશમાં હિજાબ અઝાન અને હનુમાન ચાલીસાને લઈ ઘમસાણ મચ્યું છે તો બીજી તરફ ઇન્દોરમાં ઉર્દૂમાં હનુમાન ચાલીસાનું જોરદાર વેચાણ થઈ રહ્યું છે. ઇન્દોરમાં ઉર્દૂમાં લખાયેલી હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામાયણની માંગ અચાનક વધી ગઈ છે. અગાઉ જ્યાં અલગ અલગ ધર્મનાં પુસ્તકો એક દિવસમાં બસો (૨૦૦)ની આસપાસ વેચાતાં હતાં, પરંતુ છેલ્લાં કેટલાક દિવસોથી માંગ બમણી થઈ ગઈ છે.
 
જણાવી દઈએ કે ઇન્દોરમાં રહેવાસીઓ ઉર્દૂમાં છપાયેલી હનુમાન ચાલીસા અને અન્ય ધાર્મિક પુસ્તકો ખરીદવા રાજબારામાં સરદાર સોહન સિંહ બુક સેન્ટર પહોંચી રહ્યા છે. હનુમાન ચાલીસા સુંદરકાંડ અને રામાયણ ઉર્દૂમાં લખાયેલ છે.
 
ઉર્દૂમાં કોઈપણ ધાર્મિક પુસ્તકનું નામ કહો તો તરત તમને કુરાન જ યાદ આવશે પણ તે હનુમાન ચાલીસા, રામાયણ, મહાભારત, ગીતા પણ હોય શકે છે, માત્ર કુરાન જ નહીં.
 
ઇન્દોરમાં ઉર્દૂમાં હનુમાન ચાલીસાનો પાઠ થઈ રહ્યો છે. દુકાન સંચાલનું કહેવું છે કે પંજાબના સિંધ પ્રદેશનાં વિસ્થાપિત લોકો જેમણે ઇન્દોરમાં આશરો લીધો હતો અને આ લોકો ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં રહેતા હતા, તેથી તેમને ઉર્દૂ ભાષામાં વાંચતાં અને બોલતાં શીખવ્યા હતા. હિન્દી કરતાં ઉર્દૂ ભાષા તેમના માટે સરળ છે, તેથી આ સમુદાયના લોકો ઉર્દૂ ભાષામાં હનુમાન ચાલીસા, રામાયણ અને સુંદરકાંડ ખરીદવા આવે છે અને ઉર્દૂ ભાષા દ્વારા તેઓ ઘરોમાં હનુમાન ચાલીસા અને સુંદરાકંડ તેમજ રામાયણનો પાઠ કરે છે. દુકાનદારનું કહેવું છે કે ઉર્દૂમાં અનુવાદ થયેલી ગીતા પણ મારી પાસે છે અને તેને પણ લોકો ખરીદવા આવે છે.
 
વર્તમાનમાં હનુમાન ચાલીસાને લઈને જે વિવાદ થયો છે તેના કારણે પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારોમાં પણ આ સંદર્ભે જુકાવ દેખાયો છે. આના કારણે પણ ઉર્દૂમાં લખાયેલી હનુમાન ચાલીસાનું વેચાણ વધી ગયું છે. મહત્વની વાત એ છે કે યુવાનો હનુમાન ચાલીસા ખરીદવા દુકાન પર વધારે આવી રહ્યા છે. દુકાનદારનું કહેવું છે કે છેલ્લા કેટલાંક વર્ષ સાથે સરખાવવામાં આવે તો આ વર્ષે યુવાનોએ સૌથી વધારે હનુમાન ચાલીસા ખરીદી છે.