ઇસ્લામિક ટોપી પહેરો અને કહો ઇદ મુબારક નહીં તો ગુણ નહીં મળે

શાળાની આ આચાર્યએ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે ઇસ્લામીક ટોપી પહેરી ઇદની શુભકામના આપો નહી તો માર્ક્સ ઓછા થઈ જશે

    16-May-2022
કુલ દૃશ્યો |

bushra mustafa 
 
 
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક સીબીએસઈ શાળામાં નાનાં ભૂલકાંઓને ઈદ પર ઇસ્લામિક પોશાક પહેરી વીડિયો બનાવવા મજબૂર કરવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચ્યો છે. શાળાના પ્રિન્સિપાલ બુસરા મુસ્તફાએ નર્સરી અને યુકેજીના બાળકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિને નામે ૨૦ સેકન્ડનો વીડિયો બનાવી સૌને ઇદ મુબારક કહેવાનું કહેવામાં આવ્યું હતું. આદેશમાં કડક સૂચના આપવામાં આવી હતી કે છોકરાઓએ ઇદ બુમારકનો વીડિયો બનાવતી વખતે સલવાર કુર્તા સાથે ઇદવાળી ટોપી, જ્યારે છોકરીઓને સલવાર કુર્તા સાથે માથે દુપટ્ટો રાખવો ફરજિયાત છે અને આ પ્રવૃત્તિના ગુણ ગણાશે અને તેને વાર્ષિક પરીક્ષાના પરિણામમાં જોડવામાં આવશે.
 

bushra mustafa આ રીતે સૂચના આપી શાળાના વિદ્યાર્થીઓને ઇસ્લામિક પહેરવેશમાં ૨૦ મિનિટનો વીડિયો બનાવવા જણાવાયું
 
 
આ વાતની જાણ વિદ્યાર્થીઓના વાલી અને હિન્દુ સંગઠનોને થતાં તેઓ ફરિયાદ કરવા પહોંચતા આ મુસ્લિમ આચાર્યાએ કહ્યું હતું કે જે લોકોને આવી પ્રવૃત્તિ પસંદ નથી તેઓ પોતાના બાળકોને શાળા છોડાવી શકે છે.
 
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ બાબતે શાળાના પ્રિન્સિપલ બુશરાની વિરુદ્ધ પ્રયાગરાજના કીડગંડ પોલિસ ચોકીમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. તેમના પર આરોપ લગાવાયો છે કે શાળાના પ્રિન્સિપાલ સાંપ્રદાયિક વિચારવાળા હોવાથી તેમણે પદનો દુરોપયોગ કર્યો છે અને એક ષડયંત્રના ભાગરૂપે હિન્દુઓની ભાવનાઓને ઠેશ પહોંચાડી છે. પ્રિન્સીપાલે બાળકોમાં ધાર્મિક ભેદભાવ પેદા કરનારું કામ કર્યુ છે. ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ૩ મેના રોક ઇદની સાથે પરશુરામ જયંતી અને અક્ષય તૃતિયાની પવિત્ર તિથિ પણ હતી પણ આ સંદર્ભે કોઇ બાળકોને કોઇ પ્રવૃતિ આપવામાં ન આવી..
 
આ સંદર્ભે પ્રિન્સિપાનનું કહેવું છે કે દીવાળી, ૧૫ ઓગષ્ટ પણ પ્રવૃતિઓ થાય છે એમ ઇદ પર બાળકોને આ પ્રવૃતિમાં ભાગ લેવા કહેવામાં આવ્યું છે. આ ફરજિયાત નથી. જે લોકોને આવી પ્રવૃત્તિ પસંદ નથી તેઓ પોતાના બાળકોને શાળા છોડાવી શકે છે. આ પ્રવૃતિઓ વિદ્યાર્થીઓમાં આત્વવિશ્વાસ વધારવા માટે કરવામાં આવતી હોય છે…