વિશ્વના દેશો શાકાહારી કેમ બની રહ્યા છે? કારણ જાણવા જેવું છે…!!

કોરોના સામેની ઉત્તમ દવા કઈ સાબિત થઈ? સારી અને હેલ્દી જીવનશૈલી. દુનિયાને આ વાત આ મહામારી પછી સમજાઈ છે. ભારત આ સાત્વિક જીવનશૈલીના કારણે જ દુનિયાના દેશો કરતા ઝડપથી કોરોનાની મહામારેમાંથી બહાર આવ્યું છે. હવે લોકો ભારતીય જીવનશૈલી સ્વીકારતા થયા છે…

    16-May-2022
કુલ દૃશ્યો |

world be vegetarian

 

 

કોરોનામાંથી બોધપાઠ લઈને દેશના ૬૫ ટકા લોકોએ શાકાહાર પસંદ કર્યો । World be Vegetarian

 
કોરોનાને કારણે, છેલ્લાં બે વર્ષમાં, માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં ખાવા-પીવા અંગેનો ટ્રેન્ડ બદલાયો છે. લોકો સમજી ગયા છે કે સ્વસ્થ રહેવા અને લાંબુ જીવવા માટે શાકાહાર વધુ સારો વિકલ્પ છે. યુકે સ્થિત માર્કેંટિંગ રિસર્ચ અને ડેટા એનાલિસિસ ફર્મ YouGov દ્વારા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૨૦૨૨માં ૬૫ ટકા ભારતીયોએ શાકાહારી આહાર પસંદ કર્યો છે. આ અભ્યાસ યાદીમાં અમેરિકા અને યુકે પછી ભારત ત્રીજા ક્રમે છે. કારણ સ્પષ્ટ છે કે શાકાહારી આહારમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામીન A, C અને E ભરપૂર માત્રામાં હોય છે, જે લગભગ ૧૨૦ રોગોને દૂર રાખે છે. એટલું જ નહીં, ૮૧ ટકા ભારતીયો દિવસના ઓછામાં ઓછા એક ભોજનને નાસ્તા અથવા ફળોના નાસ્તામાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજસ્થાન દેશનું મુખ્ય શાકાહારી રાજ્ય છે, જ્યાં પહેલાથી જ લગભગ ૭૪.૯ ટકા લોકો શાકાહારી છે. તે પછી હરિયાણા, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આવે છે.
 
વિશ્વના દેશોની વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપોર, પોલેન્ડ, ઈટાલી અને ઈઝરાયેલ જેવા દેશોમાં માંસાહારી લોકો સરેરાશ ૫૦૦થી ૧૦૦૦ શાકાહારી ખોરાક તરફ વળ્યા છે.
 
ફોબ્ર્સના તાજેતરના અભ્યાસ અનુસાર, વિશ્વના ૧૦ દેશો માંસ છોડી શાકાહાર તરફ આગળ વધી રહ્યા છે. યુએસમાં છેલ્લાં બે વર્ષમાં ૬૦૦ ટકા શાકાહારીઓમાં વધારો થયો છે. યુકેમાં શાકાહારી ખોરાકની માંગ ૧૦૦૦% વધી છે. પોલેન્ડમાં, બે વર્ષમાં શાકાહારી રેસ્ટોરન્ટની સંખ્યા ૭૦૦થી વધીને ૯૫૦ થઈ ગઈ છે. કેનેડામાં ૪૦૦૦ શાકાહારી રેસ્ટોરન્ટ્સ, થાઈલેન્ડમાં ૧૫૦૦, ઈઝરાયેલમાં ૭૦૦ અને ઓસ્ટ્રેલિયામાં ૫૦૦૦ થી વધુ શાકાહારી રેસ્ટોરાં છે. જર્મની, સિંગાપોર, તાઈવાન અને અન્ય દેશોમાં પણ શાકાહારીઓ ઝડપથી વધી રહ્યા છે.
 
દિલ્હીના પ્રસિદ્ધ ડાયટિશીયન અનુરાધા સુદાન કહે છે કે, દેશમાં વધતો માંસાહારી ખોરાક તમામ રોગોનું મુખ્ય કારણ છે.
શાકાહારી આહારમાં શરીર અને મન માટે જરૂરી એવાં તમામ તત્વો હોય છે. વિદેશમાં લોકો પણ લીલા પાંદડાંવાળાં શાકભાજી સાથે માંસાહારી ખોરાક ખાય છે અને સ્વસ્થ રહે છે, જ્યારે ભારતમાં આવું ભાગ્યે જ જોવા મળે છે.
 
મુંબઈના મનોચિકિત્સક ડો. હરીશ શેટ્ટી કહે છે કે, શાકાહાર કે માંસાહાર એ વ્યક્તિગત પસંદગી છે. શાકાહારી ખોરાક પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. લીલોતરી અને શાકભાજી, બરછટ અનાજ આપણા શરીરને, પાચનતંત્રને સારું રાખે છે. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે સાત્વિક આહાર જરૂરી છે.