શું ટ્વિટર હવે ફ્રી નહી રહે? એલન મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું કે યૂઝર્સે આ સર્વિસ માટે ચૂકવવા પડશે પૈસા!

એલન મસ્કનું નવું ટ્વિટ આવ્યું છે જેમાં તે સંકેત આપી રહ્યો છે કે હવે ટ્વિટર બધુ ફ્રી નહી હોય. તેણે ટ્વિટમાં લખ્યું છે કે સામાન્ય યૂઝર્સ માટે તો ટ્વિટર ફ્રી હશે પણ જેને બ્યુ ટિકની સર્વિસ લેવી હશે એટલે કે બ્લ્યુ ટિક લેવું હશે તેને અમૂક પૈસા ચૂકવવા પડશે તેમજ

    04-May-2022
કુલ દૃશ્યો |
 
Elon Musk 
 
 
મસ્કનો ટ્વિટરના ૯ ટકા ભાગ હતો હવે તેણે ૧૦૦ ટકા ભાગ ખરીદી લીધો છે
 
૨૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ એલન મસ્કે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ હતું કે I love Twitter…જેના રીપ્લાયમાં અમેરિકાના પત્રકાર Dave Smith એ મસ્કને કહ્યું કે ગમે છે તો ખરીદી કેમ લેતા નથી? ત્યારે તરત મસ્કે નીચે લખ્યું કે તેને ખરીદવાની કિમંત જણાવો…અને આજે ૫૨ મહિના પછી એલન મસ્કે ૪૪ બિલિયન ડોલર ( લગભગ ૩૩૬૮ અરબ રૂપિયા) માં ટ્વિટરને ખરીદી લીધું છે. હવે દુનિયાનો સૌથી અમીર માણસ ટ્વિટર નામની માઇક્રોબ્લોગિંગ સાઈટનો સંપૂર્ણ માલિક છે. પહેલા મસ્કનો ટ્વિટરના ૯ ટકા ભાગ હતો હવે તેણે ૧૦૦ ટકા ભાગ ખરીદી લીધો છે. ટ્વિટર હવે પબ્લિક કંપનીમાંથી એક વ્યક્તિની પ્રાઈવેટ કંપની બની છે. દક્ષિણ આફ્રિકન મૂળનો અમેરિકાનો અબજોપતિ વેપારી, રોકાણકાર, એન્જિનિયર એલન મસ્ક સ્પેસ અને રોકેટ ક્ષેત્રે નોંધનીય કામ કરી રહ્યો છે. ફોબ્સ મેગેજિનના મતે એલન મસ્ક દુનિયાનો સૌથી અમિર વ્યક્તિ છે જેની કુલ સંપત્તિ ૨૭૩.૬ અરબ ડોલર છે. ઇલેક્ટ્રોનિક વાહન બનાવતી ટેસ્લા કંપનીમાં તેની સૌથી મોટી ભાગીદારી છે.
 
ટ્વિટરની મુખ્ય આવકનો સ્ત્રોત  
 
 ટ્વિટરની મુખ્ય આવકનો સ્ત્રોત જાહેરાત છે. 2021માં ટ્વિટરને ૫.૦૭૭ બિલિયન ડોલરની આવક થઈ હતી. હવે મસ્ક આ આવકને કઈ રીતે વધારશે તેના પર સૌની નજર છે. જાણકારોનું માનવું છે કે મસ્ક આ માટે ઘણા જડપી ફેરફર કરી શકે છે.. અત્યાર સુધી વધારે ફોલોવર્સ ધરાવતો યૂજર્સ સ્પોન્સર એડ થકી કમાતો હતો પણ હવે કદાચ થોડા સમય બાદ ફેસબુક, યૂટ્યુબની જેમ ટ્વિટર પર પણ મોનિટાઇસ થઈ શકે. પોસ્ટ એડિટનું કરવાનું બટન ઉમેરી શકાય. મીડિયા રીપોર્ટ કહે છે કે મસ્કને યૂસર્સ પાસેથી ટ્વિટર વાપરવા બદલ પૈસા લેવામાં રસ છે. જોકે વર્તમાનમાં આવું કરવું ખૂબ અઘરૂં છે. કોઇ પ્લેટફોર્મ યૂજર્સ પાસેથી પૈસા લેતું નથી. આ ઉપરાંત મસ્કને ક્રિપ્ટો કરન્સી પણ પસંદ છે એટલે આવી ડિજિટલ મુદ્રાઓને પ્રોત્સાહન આપવા પણ આ મંચનો ઉપયોગ કરી શકે.
 

બિઝનેસ અને સરકારી યુઝર્સ માટે નજીવી ફી  

 
ઉલ્લેખનીય છે કે આ સંદર્ભે એલન મસ્કનું નવું ટ્વિટ આવ્યું છે જેમાં તે સંકેત આપી રહ્યો છે કે હવે ટ્વિટર બધુ ફ્રી નહી હોય. તેણે ટ્વિટમાં લખ્યું છે કે સામાન્ય યૂઝર્સ માટે તો ટ્વિટર ફ્રી હશે પણ જેને બ્યુ ટિકની સર્વિસ લેવી હશે એટલે કે બ્લ્યુ ટિક લેવું હશે તેને અમૂક પૈસા ચૂકવવા પડશે તેમજ ટ્વિટરના બિઝનેસ અને સરકારી યુઝર્સ માટે નજીવી ફી નક્કી કરવામાં આવી શકે છે. નજીવી માસિક ફીના આધારે ટ્વિટરની આ વિશેષ સુવિધા અને એપની સુવિધા તેના સબસ્ક્રાઈબરને આપવામાં આવે છે. જો કે, આ સુવિધા હાલમાં ફક્ત યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં જ ઉપલબ્ધ છે.