જામતાડા નામ તો સાંભળ્યું જ હશે જ્યા પાંચમાં ભણતા યુવાનો આપે છે સાઇબર ફ્રોડ કરવાના ઘાંસૂ આઈડિયા

જામતાડા નામ સાંભળ્યું છે? તેના વિશે તમે જાણો છો? જાણાવા જેવું છે. જામતાડા ઝારખંડમાં આવેલ એક નાનકડો જિલ્લો છે. આ જિલ્લાનું નામ પોલીસ જગતમાં અને સાઈબર ક્રાઈમમાં ખૂબ પ્રખ્યાત છે. આખા દેશમાં ફોન કોલ દ્વારા લોકોને લૂંટવામાં આવે છે તેમાંથી ૮૦ ટકા કેસ આ જામતાડા સાથે જોડાયેલા હોય છે.

    18-Jun-2022
કુલ દૃશ્યો |

Jamtara Cyber Crime Hub
 
 
# જામતાડા જ્યા ૨૨ રાજ્યોની પોલીસ તપાસ માટે પહોંચી છે, સાઇબર ફ્રોડ માટે આ જિલ્લો પ્રખ્યાત છે
 
# જામતાડા જ્યાંથી આવેલો એક કોલ લોકોનું બેંક બેલેન્સ ખાલી કરી નાંખે છે! દેશના ૮૦ સાઇબર ફ્રોડ અહીં થી થાય છે
 
# જામતાડા નામ તો સાંભળ્યું જ હશે જ્યા પાંચમાં ભણતા યુવાનો આપે છે સાઇબર ફ્રોડ કરવાના ઘાંસૂ આઈડિયા
 
 
જામતાડા નામ સાંભળ્યું છે? તેના વિશે તમે જાણો છો? જાણાવા જેવું છે. જામતાડા ઝારખંડમાં આવેલ એક નાનકડો જિલ્લો છે. આ જિલ્લાનું નામ પોલીસ જગતમાં અને સાઈબર ક્રાઈમમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં ખૂબ સાપ જોવા મળે છે જેથી આ જિલ્લાનું નામ જામતાડા પડ્યું એવું ગૂગલપરના લેખો કહે છે. સંથાલી ભાષામાં જામતાડાનો મતલબ થાય છે સાપોનું રહેઠાણ…આ જામતાડા આજે સાંપના કારણે નહી પણ આહીં દેશભરના લોકોને લૂંટવાના ઘંધા થાય છે તેનાથી વધારે ઓળખાય છે. એવું કહેવાય છે કે અહીંથી આવેલો એક અજાણ્યો કોલ તમારા બેંકનું બેલેન્સ ખાલી કરી શકે છે.
 
થોડા વર્ષો પહેલા આ જિલ્લાનું નામ પણ કોઇને ખબર ન હતી. પછાત અને ગરીબ મનાતા આ જિલ્લામાં કોઇ ફરકતું પણ ન હતું પણ આજે આ જિલ્લામાં દેશના ૨૨ રાજ્યોની પોલીસ ફરી રહી છે. પહેલા લોકોના ઘર કાચા હતા આજે પાક્કા બની બની ગયા છે. પહેલા અહીં ઘરોની બહાર સાયકલ કે કોઇ જગ્યાએ બાઇક ઉભેલી જોવા મળતી પણ હવે ઘણી જગ્યાએ કાર ઉભેલી જોવા મળે છે. હવે અહીં લોકો પાસે સુખ-સુવિધાના નામે બધુ જ છે. આને આ બધું કઈ રીતે શક્ય બન્યું તો એ શક્ય માત્ર ફ્રોડ કોલના કારણે!
 

Jamtara Cyber Crime Hub 
 
આ જગ્યા આ જિલ્લો હવે સાયબર ઠગના નામે ઓળખાય છે. એવું કહેવાય છે કે આખા દેશમાં ફોન કોલ દ્વારા લોકોને લૂંટવામાં આવે છે તેમાંથી ૮૦ ટકા કેસ આ જામતાડા સાથે જોડાયેલા હોય છે. એવું કહેવાય છે કે થોડા રાજ્યોને છોડી દઈએ તો દેશનું એવું કોઇ રાજ્ય નહી હોય જ્યાંની પોલીસ સાઇબર ફ્રોડની તપાસ કરવા જામતાડા ન આવી હોય. જામતાડા સાઈબર ફ્રોડની બાબાતે એક બદનામ જિલ્લો બની ગયો છે. એમા પણ આ જિલ્લાનું કરમાટાંડ ગામ તો આ માટે વધારે પ્રખ્યાત છે.
 
તમને નવાઈ લાગશે પણ થોડા વર્ષ પહેલા અમિતાભ બચ્ચનના બેંક એકાઉન્ટમાંથી પાંચ લાખ રૂપિયા કોઇએ ઉઠાવી લીધા હતા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહની પત્ની અને સાંસદ પરણીત કૌરના બેંખ એકાઉન્ટમાંથી લગભગ ૨૩ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. બીજા અનેક મંત્રીઓ છે જેના એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થયા છે…ઉલ્લેખનીય છે કે આ બધા કેસ – સાઈબર ફ્રોડના તાર જામતાડા સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત હજારો એવા કેસ છે જે આ જિલ્લા સાથે જોડાયેલા છે. લોકોની બેંકમાંથી તેમને ખબર વગર પૈસા ગાયબ થયા છે અને પછી તેમને ક્યારેય તે પૈસા પાછા મળ્યા નથી.
 
અહેવાલો પ્રમાણે જામતાડામાં સાઈબર ફ્રોડની શરૂઆત વર્ષ ૨૦૧૩થી થઈ હતી. તે સમયથી આજ સુધી અનેક રાજ્યોની પોલીસ તપાસ માટે અહીં આવી ચૂકી છે. આવક કરતા વધારે સંપત્તિ હોવાના અનેક કેસ અહીં બહાર આવ્યા છે. તેમના પર કેસ થયા છે. આ એવા અપરાધી હતા જેમણે લોકોને ફ્રોડ કોલ કરી તેમની પાસેથી માહિતી, ઓટીપી લઈ તેમની બેંકમાંથી પૈસા ઉઠાવી લીધા હતા.
 
એવા અનેક દાખલા છે કે જામતાડામાંથી આવેલ એક કોલે તેમની બેંકમાંઠી બેલેન્સ ખાલી કરી દીધું હોય. આ બધુ જોતા તો એવું જ કહેવું પડે કે તમે સતર્ક રહેજો. જો તમારા પર આવો કોઇ ફોન આવે તો તમારી ખાનગી માહિતી આપવાથી બચજો. બેંક એકાઉન્ટ નંબર, એટીએમ કાર્ડનો પીન, ઓટીપી, સીવીવી નંબર આવી કોઇ માહિતી તમારી જોડે કોઇ ફોન પર માંગે તો વધારે સતર્ક થઈ જજો. કેમ કે આવી માહીતી ફ્રોડ કરનારા સિવાય બીજું કોઇ માંગતું નથી. કોઇ બેંક પણ નહી…