ઘરતી પરનો સૂરજ | ભારત સહિત વિશ્વના ૩૫ દેશના વિજ્ઞાનીઓ સૂર્યથી ૧૦ ગણો વધારે ઊર્જાવાન સૂર્ય બનાવી રહ્યા છે

ઉલ્લેખનીય છે આ રીએક્ટર સંપૂર્ણ રીતે સમુદ્રના પાણીથી ચાલશે અને તેમાં કોઇ હાનિકારક દ્રવ્યો કે કેમિકલ વાપરવામાં આવશે નહી. એટલે કે આ રીએક્ટર અસલી સૂર્ય કરતા ૧૦ ગણી વધારે ઉર્જા સમુદ્રના પાણીમાંથી પેદા કરશે...

    07-Jun-2022
કુલ દૃશ્યો |

 Tokamak
 
 
વિજ્ઞાનીઓ સૂર્ય બનાવી રહ્યા છે અને એ પણ અસલી સૂર્યથી ૧૦ ગણો વધારે ઉર્જાવાન. એટલે કે અસલી સૂર્યથી ૧૦ ગણી વધારે ઉર્જા પેદા કરી શકે તેવો સૂર્ય. આના પર વર્ષોથી કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવો સૂર્ય ફ્રાંસમાં બનાવાઈ રહ્યો છે અને તેને ભારત સહિત વિશ્વના ૩૫ જેટલા દેશોના ફંડિગથી આ કામ આગળ વધી રહ્યું છે.
 
આ વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ખૂબ ટૂંકા સમયમાં દુનિયામાં ઉર્જાનું સંકટ પૂર્ણ થવાનું છે. આ નવો સૂર્ય બનાવવાના પ્રોજેક્ટને ધી ફ્યુચર સ્ટાઈલ ફ્યૂજન રિએક્ટર નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે આ રીએક્ટર સંપૂર્ણ રીતે સમુદ્રના પાણીથી ચાલશે અને તેમાં કોઇ હાનિકારક દ્રવ્યો કે કેમિકલ વાપરવામાં આવશે નહી. એટલે કે આ રીએક્ટર અસલી સૂર્ય કરતા ૧૦ ગણી વધારે ઉર્જા સમુદ્રના પાણીમાંથી પેદા કરશે...
 

 Tokamak 
 
શક્તિશાળી ચુંબકનો કમાલ
 
આ માટે વિજ્ઞાનીઓએ ટોકામાક નામનું સંયંત્ર બનાવ્યું છે જેનું વજન ૨૩ હજાર ટન છે અને તે ત્રણ એફિલ ટાવ જેટલું છે. આ મશીનમાં સુપરકંડક્ટર ઇલેક્ટ્રો – મેગ્નેટ (શક્શિશાળી ચુંબક) લગાવવામાં આવ્યા છે. પ્લાજ્માની મદાદથી આ મશીનમાં સૂર્ય જેવી ગર્મી એટલે કે ઊર્જા પેદા કરવામાં આવે છે. મશીનમાં લગાવેલા ચુંબક પ્લાજ્માને ગરમ કરવા અને તેને પ્રવાહી નાઈટ્રોજનની મદદથી નિયંત્રણ કરવાનું કામ કરે છે. ચુંબક પ્લાજ્માને રિએક્ટરની દિવાલોથી દૂર રાખવાનું કામ પણ કરે છે. વિજ્ઞાનીઓ હાલ આ મશીનમાં ત્રણ અલગ અલગ પ્રક્રિયાથી અલગ અલગ ક્રિયા માટે કામ કરી રહ્યા છે. જે દિવસે આ ત્રણેય પ્રક્રિયા એક સાથે કાર્યરત કરવામાં સફળતા મળશે ત્યારે તેમાથી વીજળી બનાવવાનું કામ શરૂ થશે.
 
વિજ્ઞાનીઓનું કહેવું છે કે આગામી પાંચ વર્ષમાં ટોકામાક મશીનની મદદથી ફ્યૂજન રીએક્ટર બનાવી લેવાશે. જોકે આ પ્રોજેક્ટને પૂર્ણરૂપ આપવામાં હજી ૧૦ વર્ષ લાગશે. ૨૦૪૦ સુધીમાં આની મદદથી ઇચ્છા મુજબની વીજળી ઉત્પન્ન કરી શકાશે