હામિદ અંસારી ફિર ભી દિલ હૈ પાકિસ્તાની?!

ભારતે હામિદ અંસારીને આપવામાં શું બાકી રાખ્યું છે ? છતાંય...!? આપણા માટે એ ચિંતાનો વિષય છે કે આપણે એક એવા વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ પદ જેવું મહત્ત્વનું પદ આપ્યું જેણે પાકિસ્તાની લેખક નુસરત મિર્ઝાને જાસૂસીમાં મદદ કરી,

    23-Jul-2022   
કુલ દૃશ્યો |

hamid ansari and nusarat mirza
 
 
પાકિસ્તાનના જાણીતા કટાર લેખક નુસરત મિર્ઝાએ એક મુલાકાતમાં સનસનીખેજ ખુલાસો કરતા ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાની પત્રકાર અને યુટ્યુબર શકીલ ચૌધરીને ૧૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ આપેલ એક મુલાકાતમાં નુસરત મિર્ઝાએ દાવો કર્યો હતો કે તેઓએ ૨૦૦૫થી ૨૦૧૧ દરમિયાનના ભારતપ્રવાસમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માટે અનેક સંવેદનશીલ માહિતી એકત્રિત કરી હતી. તેઓએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારી અને મિલિગેઝેટ સમાચાર પત્રના માલિક જફરૂલ ઇસ્લામ ખાને તેમને ભારત આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું એવો પણ દાવો કર્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ મુલાકાતના એ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ૨૦૦૫થી ૨૦૧૧ દરમિયાન મેં પાંચ વાર ભારતનો પ્રવાસ કર્યો હતો અને તે સમયે ભારતમાં કોંગ્રેસનું શાસન હતું અને આતંકવાદ પરના એક સેમિનારમાં ભાગ લેવાના બહાને હું ભારત ગયો હતો. જો કે મને ખબર છે કે આતંકવાદ મુદ્દે આપણે કાંઈ એટલા મોટા વિશેષજ્ઞો નથી, પરંતુ આપણે મુગલો છીએ અને સદીઓ સુધી આપણે ભારત પર રાજ કર્યું છે અને તેમની કમજોરીઓને સારી રીતે જાણીએ છીએ. નુસરત મિર્ઝા આગળ કહે છે કે ભારતમાં ૨૯ રાજ્યો છે, તેમાંથી હું ૧૫ રાજ્યોમાં ફર્યો હતો. તે સમયે લોકસભામાં ૫૬ મુસ્લિમ સદસ્યો હતા. મારી તે તમામ સાથે ખૂબ જ સારી મિત્રતા હતી અને તેમનો મને ખૂબ જ સહકાર મો હતો.
 
સલમાન ખુર્શીદે મને ભારતના વિઝા મેળવવામાં મદદ કરી હતી
 
નુસરત મિર્ઝા કહે છે કે હું તે વખતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો મહેમાન બની ભારત ગયો હતો અને તત્કાલીન વિદેશમંત્રી સલમાન ખુર્શીદે તેમને વિઝા અપાવવામાં મદદ કરી હતી. આઘાતજનક વાત એ છે કે નુસરત મિર્ઝા કહે છે કે તેમને ભારત પ્રવાસ દરમિયાન વિશેષ છૂટછાટ મળતી હતી અને સામાન્ય રીતે ભારતમાં એક સમયે માત્ર ત્રણ શહેરોમાં જ જવાની શરતથી વિઝા મળે છે, પરંતુ મારા માટે એ બંધન ન હતું, હું એક મુલાકાતમાં પાંચ શહેરોમાં ફરી શકતો.
 
૨૦૦૭ અને ૨૦૧૦ વચ્ચે મેં અલીગઢ અને દિલ્હીમાં આયોજીત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. દિલ્હીની ઓબેરોય આંતરરાષ્ટ્રીય હોટલમાં મેં આતંકવાદ અંગેના એક સેમિનારમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ સમયગાળામાં જ મુંબઈમાં તાજ હોટલ સહિત અનેક સ્થળોમાં પાકિસ્તાની આતંકવાદીઓએ કહેર વર્તાવ્યો હતો. પાકિસ્તાની પત્રકારના આ દાવાઓ વચ્ચે એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં નુસરત મિર્ઝાનું જામા મસ્જિદના શાહી ઈમામ અહમદ બુખારી નમીને અભિવાદન કરી રહ્યા છે.
 
જાણીતી ન્યૂઝ ચેનલ ‘આજતક’એ આ તસવીરોને લઈ પોતાના અહેવાલમાં અનેક ખુલાસા કર્યા છે. આ તસવીરોમાં યાહ્યા બુખારી પણ નુસરત મિર્ઝા સાથે દેખાઈ રહ્યા છે. આ કાર્યક્રમને જામા મસ્જિદ યુનાઈટેડ ફોરમ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સિવાય દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ પણ સામેલ થયા હતા. નુસરત મિર્ઝાએ ૨૦૦૭ અને ૨૦૧૦માં અલીગઢ મુસ્લિમ વિશ્ર્વ વિદ્યાલય (એએમયુ)ના કેનેડી ઓડિટોરિયમમાં સ્ટુડન્ટ સેમિનારમાં પણ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. મિર્ઝા ફાઉન્ડેશનની વેબસાઈટ પર પણ આ તસવીરો ઉપલબ્ધ છે. મિર્ઝા કહે છે કે, ૨૦૧૧માં મિલિગેઝેટના માલિક જફરૂલ ઇસ્લામને પણ દિલ્હી પ્રવાસ વખતે મો હતો. મારા એ પ્રવાસ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મને મોટું સન્માન આપ્યું હતું.
 
હવે સવાલ થવો વ્યાજબી છે કે એક એવો વ્યક્તિ જે દેશનો બીજા નંબરનો નાગરિક રહ્યો હોય. એટલે કે દેશના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યો હોય તેની પાસે સ્વાભાવિક રીતે જ અપેક્ષા હોય કે તે દેશહિતમાં જ કાર્ય કરશે, પરંતુ આ ઘટનાક્રમમાં મોહમ્મદ હામિદ અંસારીની ભૂમિકાને લઈ જે આરોપો લાગી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, તેઓ ઉપરાષ્ટ્રપતિ ભલે ભારતના હોય, પરંતુ નિષ્ઠા પાકિસ્તાન પ્રત્યે બતાવી હતી.
 
હામિદ અંસારીની દેશવિરોધી છબી બહાર આવી હોય એવો આ કાંઈ પહેલો પ્રસંગ નથી. અનેક વખત એવા દાખલા સામે આવી ચૂક્યા છે, જ્યારે હામિદ અંસારીની ઝેરીલી અને દેશવિરોધી છબી ઉઘાડી પડી છે.
 
સનસનાટી પૂર્ણ દાવા
 
પૂર્વ ‘રો’ અધિકારી એન. કે. સૂદએ હામિદ અંસારીને લઈ અનેક સનસનીપૂર્ણ ખુલાસા કર્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે હામિદ અંસારી જ્યારે ઈરાનમાં ભારતના રાજદૂત હતા, ત્યારે તેઓએ ભારતીય હિતોને નુકસાન પહોંચાડતાં કામો કર્યાં હતાં. તેઓએ કહ્યું હતું કે, હું ઈરાનની રાજધાની તહેરાનમાં હતો અને હામિદ અંસારી ત્યાં રાજદૂત હતા, ત્યારે તેઓએ ભારતની જાસૂસી સંસ્થા ‘રો’ના સેટઅપ અંગે ખુલાસો કરી દઈ અનેક ઓફિસરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. તેમ છતાં તેમને બે વાર દેશનું ઉપરાષ્ટ્રપતિ પદ મું તે આઘાતજનક હતું.
 
અંસારી ૧૯૯૦-૯૨ વચ્ચે ઈરાનમાં ભારતીય રાજદૂત હતા તે દરમિયાન તેઓએ ભારતીય હિતોની ઉપરવટ જઈ ઈરાન સરકારની જાસૂસી સંસ્થા SAVAK ની મદદ કરી હતી. જેને પરિણામે ‘રો’નાં અભિયાનોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. તે સમયગાળા દરમિયાન SAVAK દ્વારા ચાર વખત ભારતીય દૂતાવાસમાં કાર્યરત અધિકારીઓ અને રાજનયિકોનું અપહરણ કરાયું હતું, પરંતુ હામિદ અંસારીએ આ અંગે કાંઈ જ કર્યું ન હતું.
 
અન્ય એક રોના અધિકારી આર. કે. યાદવે ૨૦૧૮માં હામિદ અંસારીને લઈને આવો જ એક ગંભીર ખુલાસો કરતાં કહ્યું હતું કે, ‘રો’ના અધિકારી ડી. બી. માથુર તહેરાનની નજીક કાશ્મીરના યુવકો માટે ચાલી રહેલા તાલીમ કેમ્પને લઈ નિયમિત રીતે દિલ્હીમાં રિપોર્ટ મોકલતા હતા. તે તમામ અહેવાલો વાયા રાજદૂત હામિદ અંસારી થકી જ દિલ્હી જતા. તે વખતે અનેક અહેવાલો અંગે હામિદ અંસારી ખૂબ જ વિરોધ કરતા તે દરમિયાન એક સવારે ડી. બી. માથુરનું તહેરાનની જાસૂસી સંસ્થાએ અપહરણ કરી લીધું ત્યારે આઘાતજનક રીતે હામિદ અંસારીએ ઈરાન સમક્ષ આ અંગે કોઈ જ વાતચીત ન કરી અને એક સાધારણ અહેવાલ દિલ્હી મોકલી દીધો. બે દિવસ સુધી ડી. બી. માથુર અંગે કોઈ જ જાણકારી ન મળતાં ભારતીય દૂતાવાસના લગભગ ૩૦ અધિકારીઓની પત્નીઓએ હામિદ અંસારીના કાર્યાલયમાં જબરજસ્તીથી ઘૂસી વિરોધ નોંધાવ્યો હતો.
 
આ ઘટનાની ફરિયાદ લઈ આર. યાદવ વિપક્ષના નેતા અટલ વાજપેયીજીને મા હતા, ત્યાર બાદ અટલ બિહારી વાજપેયજીના દબાણથી તત્કાલીન પ્રધાનમંત્રી પી. વી. નરસિમ્હા રાવે કાર્યવાહી કરી અને ૭૨ કલાકમાં બી. માથુરને છોડાવ્યા હતા અને તરત જ તેમને ભારત બોલાવી લીધા હતા. આર. કે. યાદવે પોતાના પુસ્તક Mission Rawમાં હામિદ અંસારીના આ દેશવિરોધી ચરિત્ર પર આખું પ્રકરણ લખ્યું છે.
 
ચહેરા પાછળ અનેક મહોરા
 
આ સિવાય પણ હામિદ અંસારીની મજહબી કટ્ટરતા અનેક વખત ઉજાગર થતી રહી છે. ૨૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ હામિદ અંસારીએ કોંગ્રેસ સાંસદ શશી થરુરના પુસ્તક The Battle of Belongingના ડિજિટલ વિમોચન પ્રસંગે રાષ્ટ્રવાદ અને હિન્દુ ધાર્મિક આસ્થાને કોરાના કરતાં મોટી મહામારી ગણાવી હતી.
 
૨૦૧૭માં ૨૩ સપ્ટેમ્બરના રોજ કેરલમાં આયોજીત કટ્ટરવાદી સંગઠન પીએફઆઈના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. જ્યારે કે આ સંગઠન પર આતંકવાદનું સમર્થન કરવાના આરોપો લાગેલા. ખુદ કેરલ હાઈકોર્ટેં આ સંગઠનને ચરમપંથી સંગઠન કહી સંબોધી ચૂકી છે. તેમ છતાં દેશના ઉપરાષ્ટ્રપતિ પદ જેવા મોભા પર હોવા છતાં આ આતંકી સંગઠનના કાર્યક્રમમાં હાજરી આપી તેનાં મોંફાટ વખાણ કર્યાં હતાં.
 
આ સિવાય હામિદ અંસારી મુજબ દેશના વિભાજન માટે ભારત જવાબદાર હતું. એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે, ભારત વિભાજન માટે ભારત પણ એટલું જ જવાબદાર છે. મુસ્લિમોને બલિના બકરા બનાવી દેવામાં આવ્યા. આ સિવાય પણ રાષ્ટ્રવાદને ઝેર ગણાવવાનું હોય કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર લગાવવાનો બચાવ હોય, ત્રણ તલાક કાયદા કે પછી દરેક જિલ્લામાં શરિયા અદાલત ખોલવાના ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રસ્તાવનું સમર્થન દરેક વખતે તેમનો અસલી કટ્ટરવાદી ચહેરો બહાર આવતો રહ્યો છે.
 
હામિદ અંસારીએ તો દેશના સૈન્યને પણ નથી છોડ્યું. ભારતીય સૈન્યના શૌર્ય પર સવાલો ઉઠાવતાં પણ લાજ્યા નથી અને બાલાકોટ હવાઈ હુમલાના સબૂત માગ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, દેશના લોકોને બાલાકોટ એયર સ્ટ્રાઇક સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે. તત્કાલીન વિંગ કમાંડર અભિનંદન દ્વારા પાકિસ્તાનના F-16 ને તોડી પાડવાની ઘટના સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, હું પણ એમ કહી દઉં કે મેં સિંહ માર્યો છે તો મારે એ સાબિત કરવા મરેલા સિંહને તો બતાવવો પડશેને ?
મજાની વાત એ છે કે તેઓ સતત દસ વર્ષ સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા અને તેમના કાર્યકાળના છેક છેલ્લા દિવસે લાગ્યું હતું કે દેશમાં મુસ્લિમોમાં ભયનું વાતાવરણ છે અને તે અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. એટલે કે જ્યાં સુધી તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા ત્યાં સુધી તેમને ભારતમાં કોઈ જ ડર કે અસુરક્ષા ન લાગી પરંતુ જેવો ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાનો સમય આવ્યો કે તરત જ ભારત અસુરક્ષિત લાગવા માંડ્યું.
 
આપણા માટે એ ચિંતાનો વિષય છે કે આપણે એક એવા વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ પદ જેવું મહત્ત્વનું પદ આપ્યું જેણે પાકિસ્તાની લેખક નુસરત મિર્ઝાને જાસૂસીમાં મદદ કરી, જેને પરિણામે ન જાણે દેશની કેટલીય સંવેદનશીલ માહિતી દુશ્મન દેશમાં પહોંચી ગઈ હશે. દેશના ઉચ્ચપદે બેસતા વ્યક્તિ માટે રાષ્ટ્ર સર્વપ્રથમ હોય છે. ત્યાર બાદ જ તેનો મજહબ - ધર્મ આવે છે, પરંતુ હામિદ અંસારીને લઈને જે સનસનીખેજ આરોપો લાગ્યા છે, તે પરથી એટલું ચોક્કસ કહી શકાય કે તેઓનું ડિલ (શરીર) ભલે ભારતમાં હોય, પરંતુ દિલ તો પાકિસ્તાન માટે જ ઘડાયું છે. ભારતે આ મુદ્દે સાવધાન અને સચેત થઈ જવાની જરૂર છે. આ દાવાઓ અંગે ઊંડી તપાસ થવી જ જોઈએ અને જનતા સમક્ષ સત્ય બહાર લાવવું જોઈએ.
 
ભારતે હામિદ અંસારીને આપવામાં શું બાકી રાખ્યું છે ? છતાંય...!?
 
 
- ૧૯૭૬ થી ૧૯૭૯ સંયુક્ત અરબ અમીરાતમાં રાજદૂત
- ૧૯૮૫ થી ૧૯૯૨ ઓસ્ટ્રેલિયા - ઈરાનમાં રાજદૂત
- ૧૯૯૩ થી ૧૯૯૫ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ
- ૧૯૯૫ થી ૧૯૯૯ અરબમાં રાજદૂત
- ૨૦૦૭ થી ૨૦૧૭ ઉપરાષ્ટ્રપતિ (રાજ્યસભા અધ્યક્ષ)
 
 
 
 

અતિરેકી સહિષ્ણુતા ભારત માટે જોખમી : બિલાલ બલૂચ

 
 
૧૨ જુલાઈ, ૨૦૨૨ના રોજ જાણીતા સાપ્તાહિક ‘પાંચજન્ય’ના ટ્વીટર પર ‘કોંગ્રેસ કી સરકાર, હામિદ અંસારી કા પાકિસ્તાન પ્યાર’ નામની એક લાઇવ ડિબેટ યોજાઈ હતી. જેમાં જાણીતા પત્રકાર, સ્તંભકાર રિતેશ કશ્યપ, રક્ષા વિશેષજ્ઞ અને સ્તંભકાર દિવ્યકુમાર સોતી તથા POKના વરિષ્ઠ પત્રકાર બિલાલ બલુચે મોહંમદ અંસારી અને પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝા પ્રકરણને લઈ રસપ્રદ ચર્ચા કરી હતી.
 
 
આ પ્રસંગે બિલાલ બલુચે એક પ્રશ્ર્નના જવાબમાં ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલા કટ્ટર ઈસ્લામની વિચારધારા, ભારતના કટ્ટરવાદી મુસ્લિમોની જેહાદી માનસિકતા અને હામિદ અંસારી પર ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપો દેશ માટે કેટલા ગંભીર છે તે અંગે ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી.
 
પ્રશ્ન : જે રીતે હામિદ અંસારીનું આ મામલે નામ આવ્યું છે તે કેટલી ગંભીર બાબત છે, એવું તો નથી ને કે ભારતમાં ઉચ્ચપદે બેઠેલા અન્ય લોકો પણ આ જ પ્રકારે ભારતની સુરક્ષા સાથે રમત રમી રહ્યા હોય ?
 
 
આ ઘટના ભારત માટે ખરેખર આઘાતજનક છે. ભારતીય જાસૂસી તંત્રે આ અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે, કારણ કે આ વાત માત્ર નુસરત મિર્ઝા પૂરતી જ મર્યાદિત નથી. એવા તો અનેક પાકિસ્તાની જાસૂસો હશે કે જે ભારતમાં બેઠેલા તેમના મજહબી હમદર્દોની મદદથી ભારતમાં આવ્યા હોય અને ભારતની અનેક સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડી હશે. એક દેશ માટે એનાથી આઘાતજનક વાત બીજી કઈ હોઈ શકે કે એક માણસ જે દેશમાં ઉપરાષ્ટ્રપતિ જેવા સન્માનજનક અને અતિ મહત્ત્વના પદ પર રહ્યો હોય તે જ દેશમાં વિઝા નિયમોને તાક પર રાખી તેના દુશ્મન દેશના એક વ્યક્તિને વિઝા અપાવવામાં મદદ કરે છે અને પાછળથી તે જ વ્યક્તિ ભારતની જાસૂસી કરી હોવાનું જાહેરમાં સ્વીકારે છે. ૨૦૦૭માં નુસરત મિર્ઝા ભારતમાં આવે છે અને ૨૦૦૮માં મુંબઈ પર આતંકવાદી હુમલો થાય છે, જેમાં ભારતના ૧૬૩થી વધુ લોકોના જીવ જાય છે. આ આતંકી ઘટનાને પણ નુસરત મિર્ઝાના ભારતપ્રવાસ સાથે સાંકળીને તપાસ થવી જોઈએ.
 
એક વ્યક્તિ ભારતમાં જ રહીને ભારતનાં મૂળિયાં ઉખાડવાનું કામ કરે છે અને આશ્ર્ચર્યજનક રીતે પાછો એવી રાડારાડ કરે છે કે ભારતના મુસ્લિમો ડરેલા છે, પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે. પરંતુ હકીકત શું છે ? ભારતના મુસ્લિમો ડરેલા છે જ ક્યાં ? તાજેતરમાં મહંમદ પયગમ્બર વિવાદ બાદ શું થયું ? પાંચ લોકોનાં ગળાં કાપીને હત્યા થઈ તે તમામ હિન્દુ હતા અને હત્યારા મુસલમાન. શું ડરેલો મુસ્લિમ આવું કરવાની હમત કરે ? ભારતના લોકોએ આ જેહાદી માનસિકતાના મૂળ સુધી પહોંચવું પડશે અને બદકિસ્મતીથી એ મૂળિયાં ભારતમાં ખૂબ જ ઊંડાં ઊતરી ચુક્યાં છે અને ભારતના લોકોની વચ્ચે જ આવા જેહાદી લોકો રહે છે અને ભારતના જ કેટલાક લોકો આ જેહાદી માનસિકતાને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ભારતના લોકોની માનસિકતા ખરેખર ખૂબ જ સહિષ્ણુ છે, પરંતુ ભારતના બહુમતી સમાજની આ જ સહિષ્ણુતાનો કટ્ટરવાદીઓ ગેરલાભ ઉઠાવી રહ્યા છે. ભારત દેશના ઉપરાષ્ટ્ર Aપતિ પદ પર રહેલો વ્યક્તિ આઈએસઆઈના પ્યાદાઓને ભારતમાં ઘુસાડે તે આઘાતજનક છે.
 
 
અન્ય દેશમાં અશાંતિ ફેલાવવાની પાકિસ્તાનની ટેવ છે. તે લોકોથી પોતાનો દેશ તો સંભાળાઈ નથી રહ્યો અને બીજા દેશોમાં આતંક-અશાંતિ ફેલાવવાનાં કૃત્યો કરતા રહે છે. વિશ્ર્વ આખું તેમની આ આતંકી માનસિકતાને જાણી ચૂક્યું છે. આજે વિશ્ર્વના કોઈપણ દેશમાં પાકિસ્તાની પાસપોર્ટને શંકાની નજરે જોવામાં આવે છે. હાલ હું ફ્રાન્સમાં રહું છું. પાકિસ્તાનીઓની માનસિકતામાં કેટલી હદે જેહાદી ઝેર ભરેલું છે. થોડાં વર્ષો પહેલાં ચાર્લી હેબ્દોની ઘટના વખતે ફ્રાન્સના બે પત્રકારોની હત્યા થઈ તેમાં જે આતંકી પકડાયો તે પાકિસ્તાનના મંડી બાઉદ્દીનનો રહેવાસી હતો. ત્યારે તેના પિતાએ પાકિસ્તાનની રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ પર આવીને કહ્યું હતું કે, મારા દીકરાએ તે લોકોની હત્યા કરીને જેહાદનું કામ કર્યું છે. હવે તેને જન્નત મળશે. આ લોકોની આ જ વિચારધારાને સમજવાની જરૂર છે. વિશ્ર્વભરના મુસ્લિમોને શીખવવામાં આવે છે કે, કોઈ કાફિરની હત્યા કરશો તો જન્નત મળશે.
 
ભારતની વાત કરું તો ભારતના બહુમતી લોકો હદથી વધારે સહિષ્ણુ છે અને જરૂર કરતાં વધારે સદ્ભાવના દાખવી રહ્યા છે. નૂપુર શર્માની ઘટનાને મેં ખૂબ જ નજીકથી નિહાળી છે. આજે પણ ભારતમાં જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદોમાં ગળાં કાપવાનાં આહ્વાનો થઈ રહ્યાં છે અને આ પરિસ્થિતિ માત્ર ભારતની જ નથી, સમગ્ર વિશ્ર્વની છે. વિશ્ર્વ આખામાં આ વિચારધારા પ્રસરી રહી છે કે, ઇસ્લામની વિરુદ્ધ જનારની ગરદન કાપી નાંખવાથી જન્નત અને રો મળે છે. આ વિચારધારાએ હાલ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો છે. સમગ્ર વિશ્ર્વ આ કટ્ટરવાદી જેહાદી વિચારધારાથી ત્રસ્ત છે. માટે જ હાલ વિશ્ર્વમાં કોઈપણ હવાઈ મથક પર પાસપોર્ટ પર અહેમદ, મોહમ્મદ જેવાં નામ જોતાં જ સુરક્ષા કર્મીની આંખો ઝીણી થઈ જાય છે.
 
મુસ્લિમોને બાળપણથી જ શીખવવામાં આવે છે કે, માત્ર મુસ્લિમો જ શ્રેષ્ઠ છે. બાકી તમામ તેમનાથી ઊતરતી કક્ષાના છે. હકીકતમાં આ લોકોની જીંદગી જ તેમના મૃત્યુ બાદ શરૂ થતી હોવાનું ઠસાવવામાં આવે છે. ત્યારે એવા લોકોનું આપણે શું કરી શકીએ ? આપણે બસ આપણો બચાવ જ કરી શકીએ. આઘાતજનક રીતે હામિદ અંસારી જેવા લોકો વિશ્ર્વની સૌથી સહિષ્ણુ સંસ્કૃતિની સહિષ્ણુતાનો ગેરલાભ ઉઠાવી તે સંસ્કૃતિને ખતમ કરી નાખવાની વિચારધારામાં રાચતા લોકોને દેશમાં ઘુસાડવામાં મદદ કરે છે. ખરેખર આ બાબત ખૂબ જ શરમજનક છે. ભારતના લોકોએ આ વિચારધારા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જ પડશે.
 
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…