આ ત્રીજો મિત્ર દરેકને છેલ્લે સુધી સાથ આપે છે...વિશ્વાસ નથી? તો વાંચો!

પ્રથમ મિત્ર ધન, સંપત્તિ, જમીન જેને મનુષ્ય સૌથી વધુ ચાહે છે. બીજો મિત્ર પતિ-પત્ની, બાળકો, ભાઈ સહિતનાં સંબંધીઓ. જેઓને માટે માણસ અનેક દુઃખ, કષ્ટ ઉઠાવે છે, જ્યારે ત્રીજો મિત્ર...

    06-Aug-2022
કુલ દૃશ્યો |

motivational prasang 
 
 
એક વ્યક્તિને ત્રણ મિત્ર.
 
એક જેને તે દરરોજ મળતો હતો,
 
બીજો જેને તે પ્રેમ તો કરતો હતો,
 
પરંતુ મળતો એકાદ બે અઠવાડિયે જ,
 
જ્યારે ત્રીજાને મહિનાઓ બાદ પણ ક્યારેક ક્યારેક જ મળવાનું થતું.
 
એક દિવસ તે વ્યક્તિ પર કોઈ કેસ થયો.
 
વકીલે કહ્યું, “કેસ ખૂબ જ ગંભીર છે.
 
તારે એવો સાક્ષી લાવવો પડશે જે તને જાણતો હોય અને તારા પર લાગેલા આરોપોને ખોટા સાબિત કરી શકે.”
પેલો વ્યક્તિ તેના પ્રથમ મિત્ર પાસે ગયો અને તેના પક્ષે સાક્ષી આપવા કહ્યું,
 
ત્યારે તે મિત્રે કહ્યું, “જો ભાઈ તારી અને મારી મિત્રતા સાચી, પરંતુ હું સાક્ષી બની તારી સાથે એક પગલું પણ ચાલી ન શકું.”
પેલો વ્યક્તિ ખૂબ નિરાશ અને દુઃખી થયો અને મોટી આશાઓ લઈ બીજા મિત્ર પાસે પહોંચ્યો.
તેણે જવાબ આપ્યો,
 
“હું તારી સાથે કચેરીના દરવાજા લગી જરૂર આવી શકું, પરંતુ તારા પક્ષે સાક્ષી ન આપી શકું.”
 
બન્ને મિત્રોના આવા વલણથી ઘોર નિરાશામાં પડી ગયેલ પેલા વ્યક્તિને હવે છેલ્લા મિત્ર કે જેને તે મહિનાઓ બાદ ક્યારેક જ મળતો હતો તેની યાદ આવી.
 
તે તેની પાસે પહોંચ્યો અને પોતાની મુશ્કેલી જણાવી.
 
મિત્રએ તરત જોશપૂર્વક કહ્યું,
“હું તારી સાથે જરૂર આવીશ અને તારા પક્ષે સાક્ષી પણ આપીશ.”
 
એ ત્રીજો મિત્ર એટલે કે આત્મા.
પ્રથમ મિત્ર ધન, સંપત્તિ, જમીન જેને મનુષ્ય સૌથી વધુ ચાહે છે. બીજો મિત્ર પતિ-પત્ની, બાળકો, ભાઈ સહિતનાં સંબંધીઓ. જેઓને માટે માણસ અનેક દુઃખ, કષ્ટ ઉઠાવે છે, જ્યારે ત્રીજો મિત્ર જે સ્વતંત્ર આત્મા છે, જે છેલ્લે સુધી મનુષ્યનો સાથ છોડતો નથી.