બોધકથા । સંન્યાસી મન । શું આ બહુ શરમની વાત છે?

બીજા ભિક્ષુનું મન તો વિકારથી ભરેલું હતું. આપણે આપણા મનમાં સમાયેલ વિકારો અને વાસના પર નિયંત્રણ કરી લઈએ તો ગૃહસ્થ હોવા છતાં પણ સંન્યાસી જ છીએ.

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bodh Katha
 
 
બે બૌદ્ધ ભિક્ષુ પહાડી પર આવેલ પોતાના મઠ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ઊંડું નાળું આવતું હતું. ત્યાં નાળાના કિનારે એક યુવતી બેઠી હતી જેને નાળું પાર કરીને મઠની સામેની બાજુ પોતાના ગામ જવાનું હતું. પરંતુ વરસાદને કારણે નાળામાં પાણી વધી જવાને કારણે તે નાળું પાર કરવાનું સાહસ કરી શકતી ન હતી.
 
એક ભિક્ષુ જે યુવાન હતો તેણે યુવતીને પોતાના ખભા પર બેસાડી અને નાળાની પાર લઈ જઈને ઉતારી દીધી. યુવતી પોતાના ગામ તરફ જતા રસ્તે ચાલી ગઈ અને ભિક્ષુ પોતાના મઠ તરફ જતા રસ્તા પર ચાલવા લાગ્યો. બીજા ભિક્ષુએ આ જોયું, પરંતુ પેલા ભિક્ષુને કંઈ કહ્યું નહીં, પરંતુ મોં ચડાવીને તેની સાથે સાથે પહાડી પર ચડતો રહ્યો. મઠ આવી ગયો એટલે તેનાથી રહેવાયું નહીં. તેણે પેલા ભિક્ષુને કહ્યું, આપણા સંપ્રદાયમાં સ્ત્રીને સ્પર્શ કરવાની મનાઈ છે, પરંતુ તેં તો એ યુવાન સ્ત્રીને પોતાના હાથેથી ઉઠાવીને ખભા પર બેસાડી અને નાળું પાર કરાવ્યું. આ બહુ શરમની વાત છે.
 
પેલા ભિક્ષુએ ઉત્તર આપતાં કહ્યું કે,
 
 
ઓહ, તો આમ વાત છે ! હું તો તે યુવતીને નાળું પાર કરાવ્યા બાદ ત્યાં જ છોડીને આવ્યો હતો, પરંતુ લાગે છે કે તું હજુ પણ તેને ઉઠાવીને ફરી રહ્યો છું. સંન્યાસનો અર્થ કોઈની સેવા કે સહાયતા કરવાથી દૂર રહેવું એવો નથી, પરંતુ મનમાંથી વાસના અને વિકારોનો ત્યાગ કરવો એ છે. આ દૃષ્ટિએ એ યુવતીને ખભા પર બેસાડીને નાળું પાર કરાવી દેનાર ભિક્ષુ જ સાચા અર્થમાં સંન્યાસી છે. બીજા ભિક્ષુનું મન તો વિકારથી ભરેલું હતું. આપણે આપણા મનમાં સમાયેલ વિકારો અને વાસના પર નિયંત્રણ કરી લઈએ તો ગૃહસ્થ હોવા છતાં પણ સંન્યાસી જ છીએ.