આ ‘વોક(woke)’ નામનું ડિંડક શું છે...? રાષ્ટ્રની યુવા પેઢીને મનોરોગી બનાવવાનું વામપંથનું ષડ્યંત્ર સમજો…!!

રાષ્ટ્રની યુવા પેઢીને વિચિત્ર રીતે બહેકાવીને, વિતંડાવાદ ઉભો કરીને, અસંતોષજન્ય મનોસંઘર્ષ ઉભા કરીને આ આખી પેઢીને મનોરોગી બનાવવાનો આ અગનખેલ ‘વોક (Woke)’ના નામે આપણાં વિદ્યાલય-મહાવિદ્યાલયોમાં ખેલાઈ રહ્યો છે.

    ૧૦-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Communist Agenda in India
 
 

‘વોક (Woke)’ નામે વકરતો વામપંથ (૧) | Communist Agenda in India

 
તાજેતરમાં ભારતીય વિચાર મંચે સાંપ્રત વિષય તરીકે ‘વોક (Woke)’ ઉપર ગોષ્ઠિ આયોજિત કરેલી. વિદ્યાલય-મહાવિદ્યાલયોમાં ગતિ પકડી રહેલું આ ‘વોક(woke)’ નામનું ડિંડક શું છે...???
 
આમ તો Woke એ Wakeનું ભૂતકાળનું રૂપ છે. Wake એટલે જાગૃત થવું અને Woke એટલે જાગૃત થઈ ગયેલ છે તે. પરંતુ આ તો તેનો શબ્દકોષીય અર્થ છે. જ્યારે વામપંથે આપેલ અર્થ એ છે કે, Woke એટલે જાગૃત થઈ ગયેલ અને હવે સૌને જગાડવા તત્પર છે તે, એટલે કે જે વિ-કર્મશીલ (વામપંથી એક્ટિવિસ્ટ-રીવોલ્યુશનરી) તરીકે પ્રવૃત્ત છે તે. આ છે એક ‘પ્રિપ્લાન્ડ પ્રોપેગેન્ડા પ્રોગ્રામ’, જે ‘સામાજિક ન્યાય’ના રૂપકડા નામે આકર્ષે છે, પ્રોત્સાહિત કરે છે. વાસ્તવમાં આ એક સામાજિક ન્યાયના નામે ચાલતું કરતૂત (Socia- Justice Fraud) છે.
 
વર્તમાન વામપંથ માને છે કે, શાસન નહીં પરંતુ સમાજમાં અડ્ડો જમાવવો વધુ અગત્યનો છે. અને તેથી વામપંથે પોતાનું સંપૂર્ણ ધ્યાન રાજ્યશાસન નહીં, પરંતુ મનોશાસન પર કેન્દ્રિત કર્યું. હવે આખા વિશ્ર્વમાં એનકેન પ્રકારેણ બિન વામપંથી રાષ્ટોને વૈચારિક રીતે છિન્ન-વિછિન્ન કરવાનાં બધાં કાવતરાં-કરતૂતો એ એનાં કાર્યલક્ષ્યાંક બન્યાં છે.
 
સામાજિક - સાંસ્કૃતિક તાણાવાણાથી અભિન્નપણે જોડાયેલા સમાજના જન-મનને તોડવા માટે રાષ્ટ્રની યુવા પેઢીને વિચિત્ર રીતે બહેકાવીને, વિતંડાવાદ ઉભો કરીને, અસંતોષજન્ય મનોસંઘર્ષ ઉભા કરીને આ આખી પેઢીને મનોરોગી બનાવવાનો આ અગનખેલ ‘વોક (Woke)’ના નામે આપણાં વિદ્યાલય-મહાવિદ્યાલયોમાં ખેલાઈ રહ્યો છે.
 
વિદ્યાલય-મહાવિદ્યાલયોના ‘Humanity Background’વાળા વિનયન(આર્ટસ) પ્રવાહની સાહિત્ય, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે શાખાના પ્રાધ્યાપક-અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આ ‘Woke’ વાઈરસના Soft target છે, કારણ કે આ બધી વિદ્યાશાખાઓમાં સત્યને સ્પષ્ટ કરતા કોઈ ચોક્કસ માપદંડો નિર્ધારિત કરવામાં આવેલા નથી. પોત-પોતાની રુચિ-પ્રકૃતિ પ્રમાણે સૌને લાગતું પોતાની દૃષ્ટિનું સત્ય જુદું જુદું હોય છે-પોતીકું હોય છે. ઉદાહરણ તરીકે એક પર્વ તરીકે સૌને દિવાળી જ સારી લાગવી જરૂરી નથી, કોઈને હોળી પણ સારી લાગી શકે છે. હા, તેનાં કોઈ ચોક્કસ કારણો પણ ન હોઇ શકે, બસ હોળી સારી લાગે છે એટલે લાગે છે!
 
વળી હા, આ વાઈરસ ત્યાં નકામો સાબિત થાય છે, જ્યાં હ્યુમેનીટીની શાખાઓની જેમ સારા-ખોટાને કે સત્ય-અસત્યને સ્પષ્ટ રૂપે નહીં પરખી શકતી ગોળ-ગોળ વાતોવાળી અને તર્કોથી ગૂંચવાયેલી સ્થિતિ હોતી જ નથી, જ્યાં બધું એકદમ સ્પષ્ટ છે. આમ ઉક્ત વાઈરસનો પ્રવેશ જ્યાં શક્ય જ નથી તે છે વિજ્ઞાન (Science Background)ની તમામ શાખાઓ કારણ કે, ત્યાં સત્ય પરખવાના પાકા માપદંડો છે. એમાં પરિણામ પોતે જ સત્ય-અસત્યને સ્પષ્ટ કરે છે.
 
ઉપરોક્ત કારણસર હ્યુમેનીટીની વિદ્યાશાખાઓના પ્રાધ્યાપક-અધ્યાપકો અને વિદ્યાર્થીઓને પારંપરિક વ્યાખ્યા-અર્થ (traditiona- interpretation)થી વિમુખ કરવાનું સરળ હોય છે, મૂળ માર્ગથી ફંટાવી દેવું એ પણ સરળ હોય છે. જ્યાં પારંપરિક વ્યાખ્યા-અર્થ (traditiona- interpretation)ના વિકલ્પે મનફાવે તેમ વ્યાખ્યા-અર્થ (interpretation) કરવાની સુવિધા છે, ત્યાં Woke વાઈરસ અડ્ડો જમાવી દે છે.
 
‘Wokeism’નો આખો ખ્યાલ વિકસાવ્યો છે, આંતરવિભાગીકરણ (intersectiona-ity)ના આધાર પર..આ આંતરવિભાગીકરણ (intersectiona-ity) અંતર્ગત Woke Mind - જાગૃત(?) મન કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિને બે વિભાગમાં વહેંચે છે. આ વિભાગો વામપંથીય સંઘર્ષવાદ (કોન્ફ્લિક્ટ-થિયરી)ના મૂળ પાયા છે. આ થિયરી અનુસાર સમાજમાં એક વર્ગ શોષિત છે અને બીજો વર્ગ શોષક છે. બંને વચ્ચેનો સંઘર્ષ ક્યારેય અટકવાનો નથી. બસ આ જ તર્જ પર કોણ શોષક અને કોણ શોષિત એ નિશ્ર્ચિત કરેલ છે. આ નિશ્ર્ચિતીકરણ એટલું તો પાકું ઘોષિત કરેલું છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં, વિશ્ર્વના કોઈપણ ખૂણે પૂર્ણત: અફર-અટલ-અવિચલ છે, શાશ્ર્વત હોઈ તેમાં પરિવર્તન / ફેરફારને કોઈ જ ગુંજાઈશ નથી, જે અનુસાર ‘શોષક’ એ यावत चन्द्र दिवाकरो એટલે કે સૂર્ય-ચંદ્રના અસ્તિત્વ સુધી ’શોષક’ જ ગણાશે અને ‘શોષિત’ છે એ સદાકાળ ‘શોષિત’ જ ગણાશે. આવાં મોટાં મોટાં, મુખ્ય આંતરવિભાગીકરણો નીચે મુજબ છે.
 
કાયમી ‘શોષક’ V/S કાયમી ‘શોષિત’
૧. Bourgeoisie - બુર્ઝવા Pro-etariat
(ધંધા/રોજગાર-માલિક) (નોકર)
૨. Men (પુરુષ) Women (સ્ત્રી)
૩. Majority (બહુમતી) Minority (લઘુમતી)
૪. White (ગોરા) B-ack (શ્યામ)
 
ઉપરાંત અનેક નાનાં નાનાં આંતરવિભાગીકરણો જરૂરિયાત મુજબ ઉભાં પણ કરવામાં આવતાં હોય છે. દા. ત. આ ‘Woke’વાળા ભારતની ભૂગોળને પણ શોષણ બાબતનો મજબૂત મુદ્દો બનાવવાનું આજે ઈચ્છે તો તે બધા કાલે એવું કહેતા પણ થઈ જાય કે, રાજધાની દિલ્હીથી કોઈ વિસ્તાર જેટલા પ્રમાણમાં નજીક એટલા જ મોટા પ્રમાણમાં ત્યાંનો શોષક વર્ગ અને રાજધાની દિલ્હીથી કોઈ વિસ્તાર જેટલા પ્રમાણમાં વધુ દૂર એટલા જ વધુ પ્રમાણમાં ત્યાંના લોકોનું શોષણ! આ થીયરી અનુસારના અનેકવિધ પ્રકારનાં ‘શોષક’ અને ‘શોષિત’ આ સાથેના ચિત્રમાં દર્શાવ્યાં છે.
 
ઉપરોક્ત આંતરવિભાગીકરણ (Intersectiona-ity)ની દૃઢ માન્યતાઓ જોઈએ તો...
 
- કોઈ સ્ત્રી પુરુષને ક્યારેય હેરાન ન જ કરે, કોઈ શ્યામ ક્યારેય પણ કોઈ ગોરા પર હુમલો ન જ કરે. કદાચ તેમ થયું હોય તો પણ સ્ત્રી અને શ્યામ આ બંને શોષિત હોઈ વાંક-દોષ તો શોષક તરીકે પુરુષનો અને ગોરાનો જ હોવાનો. આવા સનાતન(?) સત્યને કોઈ નકારે તો એને ગુનાઇત (crimina-) માનસિકતાવાળા તરીકે ખપાવી દેવાનો !
 
- કોઈ સ્ત્રી, શ્યામ કે લઘુમતીની વ્યક્તિ જો સેલિબ્રિટી, જજ કે પ્રેસિડેન્ટ-રાષ્ટપતિ પણ બને તોય તેનું ‘શોષિત’ હોવાપણું યથાવત્ જ રહે છે !
 
- એમાંય વળી કોઈ નોકર જો લઘુમતીવાળો હોય તો તેનું શોષણ બે ગણું ગણવાનું થાય, પછી ભલેને એ લઘુમતી નોકરે માલિકની નિર્મમ હત્યા પણ કેમ ન કરી હોય !
 
- આ થિયરીથી વિપરીત સત્ય માહિતી (rea- data), નવા ફેરફારો (variation) કે સંપૂર્ણ બદલાઈ ગયેલા સંદર્ભો (context) સામે આવે તો પણ આ થિયરીની ઉપરોક્ત પૂર્વ ધારણાઓને પૂર્ણ જ ગણવાની રહેશે. Rea- data, variation કે context આધારિત અભ્યાસ (study) કરવાનું કાર્ય, એને આ થિયરીનો દ્રોહ ગણીને તેને ગુનાઈત પ્રવૃત્તિમાં ખપાવે છે !
 

Communist Agenda in India 
 
આજે આ નવા વામપંથીય વર્ઝનથી અંજાઈને કે શુદ્ધબુદ્ધિને કોરાણે મૂકીને કે અજાણમાં કે ‘હૈંસો હૈંસો’વાળા ગાડરિયા પ્રવાહમાં તણાઈને કે પછી મજબૂરીવશ, આવાં કારણસર મોટાં મોટાં મહાવિદ્યાલયો અને વિદ્યાલયોમાં મોટી સંખ્યામાં પોતાને Woke કહેવડાવવાનો દેખાડો શરૂ થયો છે. સમગ્રમાં રહેલા સત્યને જોવાનું બાજુમાં રાખીને (એના તરફ આંખો મીંચી દઈને) ટૂકડાઓમાં દેખાતા તથાકથિત સત્યને ‘પરમ સત્ય’ (ટૂકડા-સત્ય) માની લેવાનો દ્રષ્ટિભેદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે.
  
આ તબક્કે મહાભારતની એક કથાનું સ્મરણ થાય છે. ભીમનો મહા પરાક્રમી પૌત્ર બર્બરિક ધર્મક્ષેત્ર-કુરૂક્ષેત્રના યુદ્ધમાં જોડાવા આવી પહોંચ્યો ત્યારે જીવનમાં કાયમ અશક્તને મદદ કરવી એવી પોતાની માતાએ આપેલી શિખામણનું તેને સ્મરણ થયું. અને તેને દ્વિધા થઈ કે, કૌરવ પક્ષ અશક્ત છે કે પાંડવ પક્ષ? પરંતુ બધું જોયા-સાંભળ્યા પછી તેને જ્યારે પાકી પ્રતિતિ થઈ કે, કૌરવોનો પક્ષ હારવાનો છે ત્યારે તે કૌરવોની છાવણી તરફ ચાલી નિકળ્યો. આની જાણ શ્રી કૃષ્ણને થઈ ત્યારે તરત તેમને એ પણ યાદ આવ્યું કે, આ બર્બરિક પાસે દેવીના વરદાનવાળું એક બાણ આખી સેનાનો તો શું, આખા જગતનો નાશ પણ કરી શકવા સમર્થ છે. હવે પછીની આગળની આખી વાત નથી કરવી, પણ બર્બરિક યુદ્ધમાં સામેલ થાય તે પહેલાં જ શ્રી કૃષ્ણએ તેનો શિરચ્છેદ કર્યો. અહીં અગર એ વિચારીએ કે, શું બર્બરિક ખોટો હતો? શું અશક્તને મદદ કરવી એમાં કશું ખોટું છે? શું અશક્તને મદદ કરવી એ ઉદાત્ત જીવનમૂલ્ય નથી? શું શિરચ્છેદ કરવો યોગ્ય હતો?
 
જો માત્ર આ ઘટનાને આ પ્રસંગવાળા ટૂકડામાં જ જોઈશું તો જવાબ મળશે કે, બર્બરિક બિલકુલ સાચો હતો, અશક્તને મદદ કરવી એ ઉદાત્ત જીવનમૂલ્ય છે. અને તેથી તેનો શિરચ્છેદ કરવો એ સ્હેજેય યોગ્ય ન કહેવાય.
 
પરંતુ જો સમગ્રમાં જોઈશું તો ધ્યાને આવશે કે, શું કૌરવોનું અન્યાય-અધર્મવાળું શાસન ચલાવી લેવાય કે? જો આવું શાસન બેરોકટોક ચાલતું રહે તો ન્યાય-ધર્મવિહિન અનૈતિકતા, એક પરંપરામાં પરિવર્તિત થઈ જાય. છેવટે તો સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ જાય, અસહ્ય અત્યાચારોથી સંપૂર્ણ સમાજ રોળાઈ જાય. તેથી અન્યાયી અધર્મી દુર્યોધનના બદલે ન્યાય-ધર્મના સંરક્ષક યુધિષ્ઠિરના શાસન માટે કૌરવોનો પરાજય થાય તે માટે બર્બરિકનો શિરચ્છેદ યોગ્ય જ ગણાય.
 
આમ ‘ટૂકડા સત્ય’ માટે હો-હા મચાવીને ક્યારેક તો આખો દેશ માથે લેવાની એક આખે આખી પલટણ ‘Woke’ના નામે ધાર્યું કરાવવાની સાજિશનો હિસ્સો બની જાય છે.
 
‘Woke’ is a grand conspiracy theory, born and brought up in Humanities department, with an aim to destroy the cu-tura- and socia- fabric of the cu-tura- society, using students as their mercenaries.
 
‘Woke’ને વ્યાખ્યાયિત કરતી ઉપરોક્ત શબ્દાવલી, એ એક વિદ્વાનની ભારત પ્રત્યેની સંવેદનાથી પરિપૂર્ણ વેદના છે. આપણાં વિદ્યાલય-મહાવિદ્યાલયો પ્રત્યે થોડી ઘણી પણ આસ્થા-શ્રદ્ધા ધરાવનારા સૌ આ વેદનાને વાચા આપશે કે?
 
(ક્રમશઃ)
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.