વાત સંઘ સ્થાપના પહેલાની | આ સમાજને થોડી ટ્રેનિંગ આપવાની આવશ્યકતા છે...

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે.

    ૨૪-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Rashtriya Swayamsevak Sangh Ideology  
 

વ્યાખ્યાનમાળા – ૧ ભવિષ્યનું ભારત – સંઘનો દૃષ્ટિકોણ | ભાગ ૨  

 
કોલકાતામાં ત્રૈલોકયનાથ ચક્રવર્તી પ્રસિદ્ધ ક્રાંતિકારી હતા, પછી તે દિલ્હી આવ્યા. અમે જ્યારે ૧૯૮૯માં ડૉ. હેડગેવારની જન્મશતાબ્દી મનાવી એ સમયે એ શતાબ્દી સમિતિમાં તેમને લેવા માટે અમારા કાર્યકર્તા તેમની પાસે ગયા હતા, તેમણે સંમતિ આપી દીધી. ત્યારે તેમણે કહ્યું કે, ૧૯૧૧માં એકવાર ડો.હેડગેવાર મારા ઘરે આવ્યા હતા. તે સમયે ડો.હેડગેવારે આ વાત કરી હતી કે દાદા લાગે છે કે આ સમાજને થોડી ટ્રેનિંગ આપવાની આવશ્યકતા છે અને ટ્રેનિંગ આપવાની ફુરસદ કોઈને ય નથી, બધાએ પોત-પોતાનું કામ પસંદ કરી લીધું છે. મને લાગે છે કે આ કામ મારે જ કરવું પડશે. ત્યારથી તેમના મનમાં વિચાર હતો કે સ્વતંત્ર દેશ કહેવડાવવા માટે યોગ્ય સમાજ નથી, તેને યોગ્ય બનાવવાનું કામ કરવું પડશે. તેથી તેમણે પ્રયોગ કર્યા. લગભગ ૭-૮ વર્ષ સુધી આ કેવી રીતે થઈ શકે છે, તેના પ્રયોગ કર્યા.
 
પ્રશિક્ષણમાં ક્યા કાર્યક્રમ થઈ શકે તેમ છે, તેના પ્રયોગ કર્યા, અનેક સંસ્થાઓ ચાલી રહી હતી તેના કામ જોયા, તેમાંથી થોડા લઈને પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો, કંઈક પોતાના મનથી વિચાર્યું. પ્રશિક્ષણ આપનારા થોડા મંડળ ચલાવ્યા. તેમણે વર્ધામાં એક રાષ્ટ્રીય સ્વયંસેવક મંડળ પણ ચલાવ્યું હતું. સંઘના નામના બે શબ્દ સંઘની સ્થાપનાના ૩-૪ વર્ષ પહેલાં જ તેમણે ઉપયોગ કર્યો હતો. આ બધા પ્રયોગો કરી પોતાના સમાજને ઊભો કરવાની એક પદ્ધતિ તેમણે વિકસિત કરી અને ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫, શુક્રવાર, વિજયાદશમીએ નાગપુરમાં તેમણે ઘોષણા કરી કે આ કામ આજથી શરૂ થઈ રહ્યું છે. એ સમયે જેટલા સહયોગી મળી. શક્યા એટલા સહયોગીઓની સાથે તેમણે શરૂ કર્યું. અને એટલું જ જણાવ્યું કે આ કામ હમણાં શરૂ થઈ રહ્યું છે અને બીજું કશું કહ્યું નહીં. બાકી બધું પ્રયોગ કરીને વિકસિત (Evolve) થયું છે. આ કેવી રીતે થયું, તેના પર પછી આવીએ છીએ.
 
 
- ડૉ. મોહનરાવ ભાગવત (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક )
 
 
( આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે. સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત "ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ" પુસ્તિકામાંથી સાભાર...)