Religious Tourism: ભારતમાં ધાર્મિક પ્રવાસન ખૂબ વધી રહ્યું છે, આ રહ્યું કારણ!

કેન્દ્રના પ્રવાસન વિભાગ પ્રમાણે માત્ર ધાર્મિક પ્રવાસનના કારણે ભારત સરકારને વર્ષ ૨૦૨૨માં ૧,૩૪,૫૪૩ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ ૨૦૨૧માં આ પ્રવાસનથી ૬૫,૦૭૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી.

    ૨૫-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Religious Tourism
 
 
ધાર્મિક પ્રવાસનની વાત કરવામાં આવે તો દુનિયાના અન્ય દેશોની સાથે ભારતની વાત પણ કરવી જ પડે. કોરોનાકાળ પછી ભારતમાં ધાર્મિક પ્રવાસન ખૂબ વધ્યું છે.
 
Religious Tourism: કેન્દ્રના પ્રવાસન વિભાગ પ્રમાણે માત્ર ધાર્મિક પ્રવાસનના કારણે ભારત સરકારને વર્ષ ૨૦૨૨માં ૧,૩૪,૫૪૩ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ ૨૦૨૧માં આ પ્રવાસનથી ૬૫,૦૭૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. પ્રવાસન વિભાગે એ પણ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૦માં કોરોનાની માહામારી હોવાના કારણે માત્ર ૫૦,૧૩૬ કરોડની આવક થઈ હતી. જોકે કોરોના પહેલા આ આવક ખૂબ વધારે હતી. વર્ષ ૨૦૧૯માં ૨,૧૧,૬૬૧ કરોડ રૂપિયાની અને ૨૦૧૮માં ૧,૯૪,૮૮૧ કરોડ રૂપિયાની આવક થઈ હતી.
 
પ્રવાસન વિભાગે એ પણ જણાવ્યું કે ૨૦૨૨માં ૪૦ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ ઉતરાખંડમાં ચારધામ યાત્રા કરી હતી. વર્ષ ૨૦૧૯માં ૩૨ લાખ લોકોએ આ યાત્રા કરી હતી. શ્રી બદરીનાથ મંદિર સમિતિના આંકડા પ્રમાને ૨૦૧૮માં ૭,૩૨,૨૪૧ તીર્થયાત્રીઓએ, ૨૦૧૯માં ૧૦,૦૦,૦૨૧ તીર્થયાત્રીઓએ, ૨૦૨૦માં ૧,૩૪,૮૮૧ તીર્થયાત્રીઓએ, ૨૦૨૧માં ૨,૪૨,૭૧૨ તીર્થયાત્રીઓએ તથા ૨૦૨૨માં ૧૪,૨૫,૦૭૮ તીર્થયાત્રીઓએ શ્રી કેદારનાથ મંદિરની યાત્રા કરી હતી.
 
સરકારી આંકડા પ્રમાણે જુલાઈ ૨૦૨૨માં ૪૦.૦૩ લાખ ભારતીય યાત્રીઓ વારાણસીમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય વાત એ છે કે જુલાઈ ૨૦૨૧માં અહીં માત્ર ૪.૬૦ લાખ જ પ્રવાસી આવ્યા હતા. એટલે કે એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે.