મોબાઇલ ફોન ચોરી થઈ ગયો છે? ખોવાઈ ગયો છે? શોધવા અને બ્લોક કરવા ભારત સરકાર તમારી મદદ કરશે!

આ રીતે IMEI નંબરથી ફોનને શોધી શકાય છે કે બ્લોક કરી શકાય છે? શું છે સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ડીટી રજિસ્ટ્રેશન (CEIR) સેવા ?

    ૧૨-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

How to block a lost/stolen phone?

તમારો મોબાઇલ ચોરી થઈ ગયો છે? બ્લોક કરવા અને લોકેશન ટ્રેસ કરવા આટલું કરો । How to block a lost/stolen phone?

 
# હવે સરળતાથી જાણી શકાશે ખોવાયેલ કે ચોરી થયેલ ફોનનું સ્ટેટસ
# ટેલિકોમ વિભાગ દ્વારા CEIRની સેવા સમગ્ર ભારતમાં શરૂ
# ખોવાયેલ કે ચોરી થયેલ ફોનનનો IMEI નંબર બ્લોક કરવા માટે સીઆઈઆઈર સેવા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી છે.
# CEIRની આ સેવા ગૂગલના ફાઈન્ડ માય ડિવાઈસ કરતા જુદી છે.
# ચોરાયેલ કે ખોવાયેલ ફોનનો IMEI નંબર બ્લોક કરી શકાય છે.
# How to block a lost/stolen phone?
# How to find lost or stolen phone through CEIR portal
# How to Block a Stolen Phone with IMEI Number
 
જો તમારો મોબાઈલ ફોન ચોરી થઈ જાય છે કે પછી ખોવાઈ જાય છે તો તેની ફરિયાદ નોંધાવી કે તેને બ્લોક કરવો હવે સરળ થઈ ગયુ છે. ટેલિકોમ વિભાગએ ચોરી થયેલ કે ગુમ થયેલ ફોનમાં નેટવર્ક બ્લોક કરવા માટે 2019માં સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ડીટી રજિસ્ટ્રેશન (CEIR) ની સ્થાપના કરી હતી. સૌ પ્રથમ તેની સેવા દાદરાનગર હવેલી, ગોવા અને મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવી હતી. હવે તે સેવા સમગ્ર ભારતમાં ઉપલ્બધ છે. અહીં આપણે જાણીશું કે કઈ રીતે પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા ફોનની ફરિયાદ નોંધાવી શકાય છે અને મોબાઇલને બ્લોક કરી શકાય છે.
 

How to block a lost/stolen phone? 
 

શું છે સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ડીટી રજિસ્ટ્રેશન (CEIR) સેવા ?

 
ટેલિકોમ વિભાગ દ્વારા સીઈઆઈઆર (http://www.ceir.gov.in/) પ્રોજેક્ટ સેવા શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ ચોરી કે ખોવાયેલ ફોનનું નેટવર્ક બ્લોક કરવાનો, ખોવાયેલ કે ચોરી થયેલ ફોનને ટ્રેસ કરવાનો, નેટવર્કમાં મોબાઈલ ડિવાઈસને નકલી આઈએમઈઆઈથી બચાવવાનો છે. બધા જ મોબાઈલ ફોનમાં ઓળખ માટે આઈએમઈઆઈ (IMEI) નંબર આવે છે. IMEI નંબર રિપ્રોગ્રામેબલ છે તેથી ફોન ચોરી થયા પછી IMEI નંબરને રિપ્રોગ્રામ કરવામાં આવે છે, જેના કારણે IMEIની ક્લોનિંગ થાય છે. વિભાગે આપેલી માહિતી અનુસાર નેટવર્કમાં ક્લોન / નકલી આઈએમઈઆઈ હેંડસેટના ઘણા કેસ સામે આવ્યા છે. CEIR બધા નેટવર્ક ઓપરેટરો માટે બ્લેક લિસ્ટેડ મોબાઈલ ડિવાઈસ પર માહિતીનું આદાન પ્રદાન કરવા માટે સામાન્ય મેકેનિઝમના રૂપમાં કાર્ય કરે છે. તે નક્કી કરે છે કે એક નેટવર્કમાં બ્લેકલિસ્ટ કરેલ ડિવાઈસ બીજા નેટવર્ક પર કામ કરશે નહિ, પછી ભલે ડિવાઈસમાં સિમ કાર્ડ બદલવામાં કેમ ન આવ્યુ હોય. ટૂંકમાં તમારો મોબાઇલ ખોવાયો હોય કે ચોરી થયો હોય તમે અહીં ઓનલાઇન યોગ્ય માહિતી આપશો તો તમારો મોબાઇલ ચોર માટે બેકાર બની જશે. તે મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહી અને મોબાઇલમાં સિમ નાખશે એટલે તરત તેને ટ્રેસ પણ કરશે અને તમને જણવશે કે તમારો મોબાઇલ ક્યાં છે! તમે કહેશો કે ગૂગલ આવી સેવા આપે જ છે જેનું નામ છે ફાઈન્ડ માય ડિવાઈસ પણ....
 

How to block a lost/stolen phone? 
 

ગૂગલના ફાઈન્ડ માય ડિવાઈસ કરતા અલગ છે

 
CEIRની આ સેવા ગૂગલના ફાઈન્ડ માય ડિવાઈસ કરતા અલગ છે. ફાઈન્ડ માય ફોન ફંકશનનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે ફોન કે ટેબલેટનો પાવર ઓન હોવો જોઈએ. ગૂગલ એકાઉન્ટમાં સાઈન ઈન હોવું જરૂરી છે. મોબાઈલ ડેટા કે વાઈફાઈથી ડિવાઈસ જોડાયલું હોવું જોઈએ, Google Play પર દેખાવવું જોઈએ અને લોકેશન તેમજ ફાઈન્ડ માય ડિવાઈસ ફીચર ઓન હોવું જોઈએ. જ્યારે CEIR ચોરી કે ગુમ થયેલ મોબાઈલ ફોનને શોધવા માટે ફક્ત IMEI નંબરનો ઉપયોગ કરે છે. પોર્ટલ સમગ્ર દેશના ટેલિકોમ વિભાગ પાસેથી માહિતી એકત્ર કરશે, તેથી એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શન કે આઈડીની સાથે લોગ ઈન કરવાની જરૂર નહિ રહે.
 

આ રીતે IMEI નંબરથી ફોનને શોધી શકાય છે કે બ્લોક કરી શકાય છે?

 
#1  સૌપ્રથમ મોબાઈલ ફોન ચોરી થવાની કે ગુમ થવાની સ્થિતિમાં CEIRમાં ફરિયાદ કરતા પહેલા પોતાના નજીકના પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવો.
 
#ત્યાર પછી ફોનના IMEI નંબરને ડિસેબલ કરવા માટે CEIRની વેબસાઈટ https://ceir.gov.in/Home/index.jsp પર જવાનું રહેશે.
 
#2  CEIRની વેબસાઈટના મુખ્ય પેજ પર જ તમને Block Stolen/Lost Mobile’ વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરો. ત્યાર પછી તે તમને Request for blocking lost/stolen mobile phone ફોર્મ પેજ પર લઈ જશે. તે પેજ પર તમારે તમારો મોબાઈલ નંબર, ડિવાઈસનું બ્રાંડ નેમ, ખોવાયેલ સ્થળ, ખોવાયેલ કે ચોરી થઈ તે તારીખ, માલિકનું નામ, આઈડેન્ટીટી પ્રૂફ વગેરે જેવી માહિતી તમારે આપવાની રહેશે. અહીં માહિતી ભર્યા પછી ઓટીપી નાખી, ડિકલરેશેન પર ક્લિક કરી, તેને સબમીટ કરવાનું રહેશે. 
 
#3  એક વાર તમે તમારી માહિતી નોંધાવી દો છો, તો તમને એક રિકવેસ્ટ આઈડી આપવામાં આવશે, જેનો ઉપયોગ તમે તમારા ચોરાયેલ ફોનને ટ્રેસ કરવા કે ચોર મોબાઇલમાં સીમ નાંખે તો તેની માહિતી મેળવા માટે કરી શકો છો.
 
#4  જો તમને ખોવાયેલ કે ચોરી થયેલ ફોન પાછો મળે , તો તમે બ્લોક કરવામાં આવેલ IMEI નંબરને અનબ્લોક પણ કરી શકો છો. તેના માટે તમારે સીઈઆઈઆર(CEIR) વેબસાઈટ પર મુખ્ય પેજ પર ‘Un-Block Found Mobile’ ક્લિક કરવાનું રહેશે. પછી રિકવેસ્ટ આઈડી અને મોબાઈલ નંબર નોંધવું અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમે ઈચ્છો તો Check IMEI Request Status પર ક્લિક કરી રિક્વેસ્ટનું સ્ટેટસ જોઈ શકો છો.
 
CEIRની “નો યોર મોબાઈલ” સર્વિસ
 
સરકારના સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટીટી રજિસ્ટર (https://ceir.gov.in/Home/index.jsp) પ્લેટફોર્મ પર નો યોર મોબાઈલ નામથી સેવા શરૂ કરવામાં આવી છે. તેની મદદથી ડિવાઈસની વેલિડિટીની તપાસ કરી શકાય છે. સાથે જ *#06#ને ડાયલ કર્યા પછી ડિવાઈસનો IMEI નંબર જાણી શકાય છે. તે સ્ક્રીન પર મોબાઈલનું સ્ટેટસ બતાવે છે જેમ કે મોબાઈલનો IMEI નંબર બ્લેક લિસ્ટેડ ડુપ્લિકેટ કે પછી પહેલાથી ઉપયોગમાં છે કે નહી. અહીં મોબાઈલનું સ્ટેટસ જાણવાની ત્રણ રીતો છે.
 
 
 
 
 
 
SMS દ્વારા વેરિફિકેશન
 
તમે KYM <15 digit IMEI number> ટાઈપ કરી 14422 પર પોતાના મોબાઈલમાં એસએમએસ સેંડ કરતા તમને જાણવા મળશે કે તે ફોનનો આઈએમઆઈ નંબર બ્લેક લિસ્ટેડ છે કે પછી ડુપ્લિકેટ છે. જો કોઈ ફોન IMEI નંબર વગર વેચવામાં આવશે તો તેને ગેરકાયદેસર માનવામાં આવશે.
  
Web portal દ્વારા
 
વેબ પોર્ટલ દ્વારા પણ ફોન અંગેની સાચી માહિતી મેળવી શકાય છે. તે માટે સીઈઆઈઆઈની વેબસાઈટ પર નો યોર મોબાઈલ સેક્શનમાં વેબ પોર્ટલનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કર્યા પછી https://ceir.gov.in/Device/CeirIMEIVerification.jsp પેજ દેખાશે. અહીં તમારે મોબાઈલ નંબરનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી તમને ઓટીપી નાખવાનું કહેવામાં આવશે. જે તમારા રજિસ્ટર મોબાઈલ પર મોકલવામાં આવશે. ત્યાર પછી જે વ્યકિત ડિવાઈસ ખરીદી રહ્યું છે તેને IMEI નંબર પૂછવામાં આવશે. IMEI નંબરથી ફોનની તપાસ થઈ શકશે. IMEI નંબરનું સ્ટેટસ બ્લેક લિસ્ટેડ, ડુપ્લિટકેટ કે ઓલરેડી ઓન યુઝ આવે છે તો એવા ફોન ખરીદવા જોઈએ નહિ. જો IMEI નંબરનું સ્ટેટસ યોગ્ય હશે તો IMEI ઈઝ વલિડ લખેલું આવશે.
 
KYM app દ્વારા
 
આ એન્ડ્રોઈડ એપને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમૈટિક્સ (C-DOT) એ તૈયાર કરી છે. તેની મદદથી જાણી શકાય છે કે ફોનનો આઈએમઈઆઈ નંબર સાચો છે કે નહિ.આ એપ દ્વારા જાણી શકાય છે કે મોબાઈલ બ્લેક લિસ્ટેડ, ડુપ્લિકેટ છે કે નહિ. તે સાથે તે ડિવાઈસ સાથે સંકળાયેલ મેન્યુફેક્ચરનું નામ, બ્રાંડ અને આઈએમઈઆઈ નંબરવાળા ફોનના મોડલની પણ માહિતી મળી રહે છે.