શું છે હનુમાનજીના લગ્ન પાછળની વાર્તા અને શા માટે સૂર્ય દેવતાએ કરાવ્યા હનુમાનજીના લગ્ન !!

હનુમાનજીની પત્ની સુવર્ચલા સૂર્યપુત્રી છે. સુવર્ચલાનો અર્થ દેવી થાય છે. તે એક મહાન તપસ્વી અને જ્ઞાની સ્ત્રી હતા. સુવર્ચલાના જન્મની વાત કરીએ તો તેનો જન્મ સૂર્યદેવના તેજથી થયો હોવાનો ઉલ્લેખ મળે છે.

    ૨૧-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Lord Hanumans wife
 
# કોણ છે હનુમાનજીની પત્ની સુવર્ચલા? શું છે હનુમાનજીના લગ્ન પાછળની વાર્તા..
# તેલંગાણામાં આવેલું છે પત્ની સાથેનું હનુમાનજીનું મંદિર
# અહીં બિરાજે છે પત્ની સાથે બાળબ્રહ્મચારી
# પરણિત હોવા છતાં કહેવાય છે બ્રહ્મચારી
 
આપણે બધા જ હનુમાન દાદાને બ્રહ્માચારી હોવાનું જાણીએ છીએ. તેમને બાળ બ્રહ્મચારી પણ કહેવામાં આવે છે. પરંતુ શુ તમે તેમના વિવાહ અંગે સાંભળ્યું છે? શું તમે જાણો છો કે હનુમાનદાદા પરણિત છે? શું તમે જાણો છો કે તેમનું તેમની પત્ની સાથે એક મંદિર પણ છે? જેના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે. આ મંદિરે લોકો સજોડે આવે છે. આજે આપણે આ લેખમાં જાણીશું તેમના લગ્નની કથા અને કોણ છે તેમની પત્ની.
 
હનુમાનજીએ શા માટે કર્યા લગ્ન ?
 
પારાશર સંહિતા અનુસાર હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા. તેમની પાસે 9 વિદ્યાઓ હતી જે હનુમાનજી પ્રાપ્ત કરવા માંગતા હતા. સૂર્ય દેવએ હનુમાનજીને 9 માંથી 5 વિદ્યાનું જ્ઞાન તો આપી દીધુ. પરંતુ બાકી રહેલ 4 વિદ્યાઓ માટે સૂર્ય દેવ સમક્ષ એક મુશ્કેલી આવી પડી. બાકી 4 દિવ્ય વિદ્યાઓનું જ્ઞાન એવા શિષ્યોને જ આપી શકાય જે પરણિત હોય. હનમાનજી બ્રહ્મચારી હતા. તેથી સૂર્ય દેવ તેમને બાકીની ચાર વિદ્યાઓ આપી શકે તમે ન હતા. તેના નિવારણ તરીકે સૂર્યદેવે તેમની સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પહેલા તો હનુમાનજી વિવાહ માટે તૈયાર ન થયા. પરંતુ તે ચાર વિદ્યાઓનું જ્ઞાન મેળવવા માંગતા હતા. તેથી હનમાનજીએ લગ્ન માટે હા કહી.
 

Lord Hanumans wife 
 
લગ્ન છતાં કેમ કહેવાયા બ્રહ્મચારી
 
હનુમાનજીની અનુમતિ મળ્યા પછી સૂર્યદેવે તેમના તેજથી એક કન્યાનો જન્મ કર્યો. જેનું નામ સુવર્ચલા હતુ. સુર્વચલા તેજસ્વી અને જ્ઞાની હતી. તેથી સૂર્ય દેવે તેની સાથે હનુમાનજીને લગ્ન કરવા કહ્યું. સાથે એ પણ જણાવ્યું કે લગ્ન પછી પણ તેમનું બ્રહ્મચર્ય યથાવત રહેશે. કારણ કે સુવર્ચલા લગ્ન પછી તપસ્યામાં લીન થઈ જશે. હિંદુ માન્યતાઓ અનુસાર સુવર્ચલા કોઈ ગર્ભથી જન્મની નહતી, તેથી તેને લગ્ન પછી હનુમાનજીના બ્રહ્મચર્યથી કોઈ મુશ્કેલી ન હતી. તેથી હનુમાનદાદા હમેંશા બ્રહ્મચારી જ કહેવાયા.
 

Lord Hanumans wife 
કોણ છે સુવર્ચલા?
 
હનુમાનજીની પત્ની સુવર્ચલા સૂર્યપુત્રી છે. સુવર્ચલાનો અર્થ દેવી થાય છે. તે એક મહાન તપસ્વી અને જ્ઞાની સ્ત્રી હતા. સુવર્ચલાના જન્મની વાત કરીએ તો તેનો જન્મ સૂર્યદેવના તેજથી થયો હોવાનો ઉલ્લેખ મળે છે.
 

Lord Hanumans wife 
 
પત્ની સાથેનું હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે?
 
તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી તેમની પત્ની સુર્વચલાની સાથે બિરાજમાન છે. આ પ્રાચીન મંદિર વર્ષોથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સ્થાનિક લોકો જ્યેષ્ઠ શુદ્ધ દશમીએ હનુમાનજીના વિવાહનો ઉત્સવ મનાવે છે. પરંતુ ઉત્તર ભારતમાં રહેતા લોકો માટે આ કોઈ આશ્ચર્યથી ઓછુ નથી. કારણ કે હનુમાનજીને બાળબ્રહ્મચારી માનવામાં આવે છે. 
 

Lord Hanumans wife 
 
અહીં પતિ પત્ની વચ્ચેની સમસ્યાઓ દૂર થાય છે
 
કહેવાય છે કે આ મંદિરમાં પતિ પત્ની એક સાથે દર્શન કરવા આવે છે તો તેમની વચ્ચે રહેલ સમસ્યાઓનું નિરાકરણ થાય છે. લોકોનું કહેવું છે કે કોઈનું લગ્ન જીવન ભંગાણના આરે હોય તો અહીં દર્શન માત્રથી તેમની વચ્ચેની સમસ્યાઓ દૂર થાય છે.
 
વચન ભંગ કરતા ભોગવવું પડે છે ખરાબ પરિણામ
 
તે સાથે અવી પણ માન્યતા છે કે મંદિરમાં દર્શન કર્યા પછી હનુમાનજી સમક્ષ સારુ જીવન વિતાવાનું વચન આપ્યા પછી આ વચન બંન્નેએ( પતિ અને પત્નીએ) નિભાવાનું હોય છે. નહિ તો તેનું ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે. તેમના દર્શન પછી જે પણ વિવાદની શરૂઆત કરે છે તેનું ખરાબ થાય છે.
 
કઈ રીતે જઈશું
 
હનુમાનજીના આ મંદિરે જવા માંગતા હોવ તો અહીં માટે રેલ માર્ગ, સડકમાર્ગ અને હવાઈ માર્ગ બધી જ સેવાઓ ઉપલબ્ધ છે.
 
રેલ દ્વારા : ખમ્મમમાં આવેલ હનુમાનજીના અનોખા મંદિરે તમે રેલ દ્વારા પણ મુસાફરી કરી શકાય છે તે માટેનું નજીકનું સ્ટેશન ખમ્મમ રેલ્વે સ્ટેશન છે. ત્યાંથી તમે ખાનગી વાહન કરી પહોંચી શકો છો.
 
સડક માર્ગઃ સડક માર્ગે જવા માંગતા હોવ તો તે માટે રાજ્ય પરિવહનની સારી એવી સુવિધા ઉપલબ્ધ છે.
 
હવાઈ માર્ગઃ તે માટે રાજીવગાંધી એરપોર્ટ નજીકનું એરપોર્ટ છે. અહીં થી ખાનગી વાહન કે બસ દ્વારા મંદિર પહોંચી શકાય છે.