લવ જેહાદ, આતંકવાદ અને હિન્દુ મહિલા પરનો અત્યાંચાર… The Kerala Story નું ટ્રેલર જોશો તો રૂવાડાં ઊભા થઈ જશે

ટ્રેલરમાં કેરલના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદનનું એક બયાન પણ ટાંકવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે આગામી ૨૦ વર્ષમાં કેરલ ઇસ્લામિક સ્ટેટ બની જશે. ફિલ્માં શાલિની ઉન્નીકૃષ્ણનનું પાત્ર અદા શર્માએ નિભાવ્યું છે.

    ૨૭-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

The Kerala Story

The Kerala Story | સત્યઘટના પર આધારિત ફિલ્મનું ટ્રેલર જુવો, ફિલ્મ સમજાઈ જશે!

 
લવ જેહાદ, આતંકવાદ અને હિન્દુ મહિલા પરનો અત્યાંચાર… The Kerala Story નું ટ્રેલર જોશો તો રૂવાડાં ઊભા થઈ જશે
ધી કેરલ સ્ટોરી (The Kerala Story)નું ટ્રેલર આવી ગયું છે. ધી કાશ્મીર ફાઇલ પછી આ ફિલ્મ પર પણ આ દેશમાં ઘણા લોકોને નહીં ગમે એવું લાગે છે!? સત્યઘટના પર આધારિત આ ફિલ્મનું ટ્રેલર ૨૬ એપ્રિલના રોજ રિલીઝ થયું છે. ટ્રેલર ૨ મિનિટ ૪૫ સેકન્ડનું છે પણ રૂવાડાં ઊભા કરી દે તેવું છે. ફિલ્મમાં કેરલની મહિલાઓની તસ્કરી કરીને તેનું મતાંતરણ કરીને તેમને આતંકવાદની આગમાં હોમી દેતી સત્ય ઘટનાઓને ખૂબ માર્મિક રીતે રજૂ કરવામાં આવી હોય તેવું ટ્રેલર પરથી લાગે છે. આ ફિલ્મ આગામી ૫ મે ૨૦૨૩ના રોજ રિલીઝ થવાની છે.
 
ટ્રેલરની શરૂઆત કેરલના એક ખુશાલ હિન્દુ પરિવારના ઘરથી થાય છે. માતા ઉન્નીકૃષ્ણન પોતાની દિકરી શાલિનીને પ્રેમથી ખાવાનું ખવડાવતી અને સ્નેહ વરસાવતી બતાવાય છે. દિકરી પણ પરિવાર સાથે ખુશ હોય છે. ટ્રેલરમાં શાલિનીને પૂછવામાં આવે છે કે આઈએસઆઈએસ (ISIS) ક્યારે જોઇન કર્યુ? તેના ઉત્તરમાં શાલિની કહે છે કે “આઈએસઆઈએસ ક્યારે જોઇન કર્યુ તેના કરતા કેમ અને કેવી રીતે જોઇન કર્યુ તે જાણવું વધારે જરૂરી છે.”
 
આ પછી ટ્રેલરમાં જોવા મળે છે કે શાલિની ઉન્નીકૃષ્ણનને કેવી રીતે એક મુસ્લિમ યુવકના પ્રેમમાં ફંસાવાવામાં આવી. તેનું ઇસ્લામમાં મતાંતરણ કરાવી તેને શાલિનીથી ફાતિમા બનાવવામાં આવી. તેના નિકાહ કરાવવામાં આવ્યા અને પછી તેને આતંકવાદની આગમાં ફેંકી દેવામાં આવી. ટ્રેલરમાં શાલિની ઉપરાંત હજારો કેરલની મહિલાઓની તસ્કરી અને મતાંતરણની ખતરનાક ક્રુરતાપૂર્વકની ઘટનાઓ બતાવવામાં આવી છે. આ ટ્રેલરના માધ્યમથી રાજ્યનું કનેક્શન આઈએસઆઈએસ (ISIS) સાથે છે તેનો પર્દાફાશ કરવાની કોશિશ થઈ છે…!
 
ટ્રેલરમાં કેરલના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદનનું એક બયાન પણ ટાંકવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે આગામી ૨૦ વર્ષમાં કેરલ ઇસ્લામિક સ્ટેટ બની જશે. ફિલ્માં શાલિની ઉન્નીકૃષ્ણનનું પાત્ર અદા શર્માએ નિભાવ્યું છે.
 
 
 
 
જુવો ટ્રેલર...The Kerala Story Official Trailer
 
 
 
ઉલ્લેખનીય છે કે વિપુલ શાહ અને નિર્દેશક સુદીપ્તો સેને આ ફિલ્મ બનાવવા અનેક વર્ષો સુધી ખૂબ સંશોધન કર્યું છે. માર્ચ ૨૦૨૨માં સુદીપ્તો સેને કહેલું કે ૨૦૦૯થી કેરલ અને મૈંગલોરની લગભગ ૩૨૦૦૦ મહિલાઓનું હિન્દુ અને ઇસાઈમાંથી ઇસ્લામમાં મતાંતરણ કરવામાં આવ્યું. અને આ મહિલાઓને સીરિયા, અફગાનિસ્તાન અને અન્ય આઈએસઆઈએસના પ્રભવવાળા વિસ્તારોમાં મોકલી દેવામાં આવી હતી.
 
સુદીપ્તોના રિસર્ચમાં તેમને ખબર પડી કે અપહરણ અને તસ્કરીના માધ્યમથી ગાયબ થયેલી મહિલાઓ અફગાનિસ્તાન અને સીરિયાની જેમાંથી મળી આવી હતી. આ મોટાભાગની મહિલાઓના લગન આઈએસઆઈએસના આતંકવાદીઓ સાથે થયા હતા. આ મહિલાઓને “સેક્સ સ્લેવ” બનાવાવામાં આવી. આ ફિલ્મનો વિરોધ થવો નક્કી છે. વામપંથી અને કોંગ્રેસના નેતાઓ વિરોધ ચાલુ કરી દીધો છે. આ દેશામાં ઘણા લોકો આ ફિલ્મનો વિરોધ કરવા આગળ આવશે...!!