ભારત યુરોપના દેશોને પેટ્રોલ-ડિઝલ વેચતું થઈ ગયું છે! વિદેશમંત્રીએ ફરી જોરદાર જવાબ આપ્યો છે! કેવી રીતે ? જાણવા જેવું છે!

યુરોપના દેશોને પેટ્રોલ-ડિઝલ આપવામાં ભારત સૌથી પહેલા નંબરે પહોંચી ગયું છે. ભારતમાં તૈયાર થતી રિફાઈન્ડ પેટ્રોલ પ્રોડક્ટ્સમાંથી ૨૨ ટકા નિકાસ યુરોપના દેશોમાં થઈ રહી છે. છે ને રસપ્રદ વાત...!

    ૧૭-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

India becomes Europe's largest supplier
 
રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો એ યુરોપિયન યુનિયનને ગમ્યુ નહી અને તેણે રશિયા પર અનેક પ્રતિબંધો લગાવ્યા. રશિયાના ક્રૂડ ઓઈલ ખરીદવા પર પણ પ્રતિબંધ લગાવ્યો. હવે થયું એવું કે યુરોપના દેશો પોતાની જરૂરિયાતનું ૩૦ ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદતા હતા. જેના પર હવે પ્રતિબંધ લાગતા યુરોપના દેશોને મુશ્કેલી પડી રહી છે. જેનો ફાયદો ભારત હાલ ઉપાડી રહ્યું છે. રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે અને તે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ અને ડીઝલ અલગ કરી તે યુરોપના દેશોમાં નિકાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે યુરોપિયન યુનિયને યુરોપના દેશો પર રશિયાનું ક્રૂડ ઓઇલ ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો છે પણ હકીકત એ છે કે ભારત થકી યુરોપના દેશોમાં રશિયાનું જ ક્રૂડ ઓઇલ પહોંચી રહ્યું છે.
 
આવામાં ફાયદો ભારતને થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ભારત પેટ્રલ - ડીઝલનું નિકાસ કરતો દેશ બન્યો છે. પણ આ વાત યુરોપિયન યુનિયનના નેતાઓને ગમતી નથી. એટલે તેઓ ભારતનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે યુરોપિયન યુનિયને ભારત પર કડક પગલાં ભરવા જોઇએ. જેના જવાબમાં ભારતના વિદેશમંત્રી જયશંકરે યુરોપિયન યુનિયાનના જ નિયમને યાદ કરાવતા કહ્યું છે કે યુરોપિયન યુનિયને પોતાના બનાવેલા નિયમો જોઇ લેવાની જરૂર છે. રશિયન ક્રૂડ ઓઇલ કોઇ ત્રીજો દેશ ખરીદે પછી તે રશિયાનું ક્રૂડ ઓઇલ માનવામાં આવતું નથી.
 
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022થી લઈને જાન્યુઆરી 2023 સુધીમાં ભારતે 1.16 કરોડ ટન સુધીનો પેટ્રોલિયમ જથ્થો યુરોપના દેશોને વેચ્યો છે. યુરોપના દેશોને પેટ્રોલ-ડિઝલ આપવામાં ભારત સૌથી પહેલા નંબરે પહોંચી ગયું છે. ભારતમાં તૈયાર થતી રિફાઈન્ડ પેટ્રોલ પ્રોડક્ટ્સમાંથી ૨૨ ટકા નિકાસ યુરોપના દેશોમાં થઈ રહી છે. છે ને રસપ્રદ વાત...!