મૂંડન - એક હ્યદયસ્પર્શી બોધકથા | એક ખૂબ પ્રેરણાત્મક વાત છે....

તમારા દિકરાએ તેનું વચન પાળ્યું છે. અને આપે પણ તેમા સાથ આપ્યો છે. તમારો ખૂબ ખૂબ આભાર...!!

    ૨૯-ઓગસ્ટ-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodh katha
 
 
રજા હતી એટલે પિતા આરામથી છાપું વાંચી રહ્યા હતા ત્યાં જ અવાજ આવ્યો સાંભળો છો? જુવો ને આ તમારો દિકરો પ્રતાપ ખાવાનું ખાતો નથી. સમજાવો ને એને!
 
આથી પિતા છાપુ બાજુમાં મૂક્યું અને દિકરાને સમજાવા લાગ્યા.
 
પણ દિકરો માન્યો જ નહી અને થોડીવાર પછી પિતાને કહ્યું એક શરત છે! માનશો તો હું ખાવાનું ખાઈ લઈશ.
 
પિતાએ તરત ના પાડી? કોઇ શરત માનવામાં નહી આવે! ખાઈ લે છાનો માનો...! તું કોઇ મોંધી વસ્તુ માંગીશ અને હું એ વસ્તું તને નહી અપાવી શકું!
 
પિતાના મોઢેથી આ સાંભળી દિકરો ખાવા લાગ્યો અને ખાંતા ખાંતા બોબ્યો,
 
પપ્પા મારે કોઇ મોંઘી વસ્તું નથી જોયતી. મારે તો માત્ર ટકલું કરાવવું છે!
 
આ સાંભળી પિતા અને માતા બન્ને વિચારમાં પડી ગયા. કારણ પુછ્યું કેમ તારે બધા વાળ કપાવવા છે? છોકરાએ કારણ તો ન આપ્યુ પણ માતા - પિતા માની ગયા...
 
બીજા દિવસે પ્રતાપ ટકલું કરાવીને શાળાએ ગયો. પિતા ખૂદ તેને શાળાએ મૂકવા ગયા હતા.
 
પ્રતાપનું મૂંડન જોઇએને એક બહેન પ્રતાપના પિતા પાસે આવ્યા અને તેમનો અને તેમના દિકરા પ્રતાપનો ખૂબ ખૂબ આભાર માન્યો...
 
આ આભાર કેમ માન્યો તેની પાછળ એક ખૂબ પ્રેરણાત્મક વાત છે....
 
પિતા આ આભાર પાછળનું કારાણ સમજી ન શક્યા પણ પેલા બહેને જ આખી વાત તેમને કહી...
 
તેમણે કહ્યું કે આ મારો દિકરો છે. પ્રદીપ. પ્રતાપ અને પ્રદીપ પાક્કા મિત્રો છે. પણ થોડા દિવસ પહેલા જ પ્રદીપને કેન્સર થયુ અને બધા વાળ ઉતરી ગયા. આથી પ્રદીપને શાળાએ આવતા સંકોચ થતો હતો. આ વાતની જાણ પ્રતાપને થઈ એટલે તેણે મિત્ર પ્રદીપને કહ્યું કે આમાં સંકોચ અનુભવાની વાત જ ક્યા છે. તારો સાચ આપવા માટે હું પણ કાલે ટકલું કરાવેને શાળાએ આવીશ! બસ...!!
 
 તમારા દિકરાએ તેનું વચન પાળ્યું છે. અને આપે પણ તેમા સાથ આપ્યો છે. તમારો ખૂબ ખૂબ આભાર...!!