પાથેય । પૂ. સ્વામી વિવેકાનંદનું વિશ્વ વિજયી અનુશાસન

શારદાદેવીએ બૂમ પાડીને વિવેકાનંદજીને બોલાવ્યા. વિવેકાનંદ ઝબકીને ઉભા થયા. માએ કહ્યું, `રસોડામાંથી પેલી છરી આપ તો!"

    ૨૯-જાન્યુઆરી-૨૦૨૫
કુલ દૃશ્યો |

pathey
 
સ્વામી વિવેકાનંદ પોતાનાં ભાવિ સ્વપ્નોમાં સરી પડ્યા હતા. મનમાં એક મંથન ચાલતું હતું. રસોઈની તૈયારીમાં વ્યસ્ત મા શારદાદેવીએ બૂમ પાડીને વિવેકાનંદજીને બોલાવ્યા. વિવેકાનંદ ઝબકીને ઉભા થયા. માએ કહ્યું, `રસોડામાંથી પેલી છરી આપ તો!'
 
સ્વામી વિવેકાનંદે છરી ઊઠાવી મા શારદાના હાથમાં મૂકી. મા શારદાનું મુખ ખીલી ઊઠ્યું અને તત્કાળ ખુશી-ખુશી તેમણે વિવેકાનંદજીને કહ્યું, `બેટા, તારાં સ્વપ્નો સાકાર થાઓ.' આ વર્તનથી વિવેકાનંદજીને ભારે વિસ્મય થયું. તેઓએ પૂછ્યું, `મારી છરી આપવા અને આપના આશીર્વાદ આપવા, આ બંને વચ્ચે શો સંબંધ છે ?'
 
મા શારદાએ તેઓની શંકાનું સમાધાન કરતાં કહ્યું, `મેં જોયું કે, તે છરીની ધારવાળો ભાગ પોતે પકડ્યો, જ્યારે મારી તરફ હાથાવાળો ભાગ આગળ કર્યો. આવી સાવ નાની બાબતમાં પણ સૂક્ષ્મ અનુશાસનનાં મને દર્શન થયાં. તારા આ અનુશાસનપૂર્ણ આચરણે તે સાબિત કરી દીધું કે, તું પોતે કષ્ટ વેઠી અન્યોની ચિંતા કરે છે, તું તમામ લોકોનું કલ્યાણ કરી શકીશ. તું જે સ્વપ્નો જોઈ રહ્યો હતો, તે બધાં સાકાર થાઓ.
 
પૂર્ણ અનુશાસિત વ્યક્તિ જ ભારતનો ધર્મધ્વજ વિશ્વગગને લહેરાવી શકે.