તમિલનાડુ સરકારનો ભેદભાવ: ૪૦ના મોત છતાં જોસેફ વિજયને છૂટ, સ્વયંસેવકોની શિસ્તબદ્ધ શાખા માટે ૪૦ની ધરપકડ!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોને શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે જેલમાં પૂરવામાં આવ્યા, જ્યારે બીજી તરફ, એક રાજકીય રેલીમાં ભાગદોડમાં ૪૦થી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ થયા હોવા છતાં, મુખ્ય આરોપી પરની કાર્યવાહી ઢીલી જોવા મળી છે.

    ૦૩-ઓક્ટોબર-૨૦૨૫
કુલ દૃશ્યો |

joshef vijay rss
 
 
તમિલનાડુમાં ઘટેલી તાજેતરમાં બે વિરોધાભાસી ઘટનાઓ અને તેના પર રાજ્ય સરકારના વલણે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. એક તરફ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોને શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે જેલમાં પૂરવામાં આવ્યા, જ્યારે બીજી તરફ, એક રાજકીય રેલીમાં ભાગદોડમાં ૪૦થી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ થયા હોવા છતાં, મુખ્ય આરોપી પરની કાર્યવાહી ઢીલી જોવા મળી છે. એવું કહેવાય છે કે તમિલનાડુ સરકારના આરોપી જોસેફ વિજય પર ચાર હાથ છે. આવો પહેલા આ ઘટઓને સમજીએ…
 
#૧ સંઘના ૩૯ સ્વયંસેવકોની ધરપકડ
 
ચેન્નાઈ નજીક પોરુર (ચેંગલપટ્ટુ જિલ્લો) વિસ્તારની આ વાત છે, જ્યાં પોલીસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૩૯ જેટલા સ્વયંસેવકોની ધરપકડ કરી હતી. આ કાર્યક્રમ આરએસએસની શતાબ્દી અને ભારતીય જનસંઘના સ્થાપક દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે સરકારી શાળા પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, કારણ કે તેના માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી નહોતી.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રશિક્ષણ અને પૂજાનો આ કાર્યક્રમ યોજાયો હતો. તમિલનાડુ સરકારને આ ગમ્યુ નહી અને કાર્યક્રમમાં હાજર સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી. તમિલનાડુ પોલીસે આ વિશે જણાવ્યું કે શાળા પરિસરમાં આવા કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ, શાખા કે પ્રશિક્ષણ માટે મંજૂરી આપવામાં આવી નહોતી.
 
વિરોધ પક્ષોએ આ ધરપકડને પૂર્વગ્રહયુક્ત અને રાજકીય દ્વેષપૂર્ણ કાર્યવાહી ગણાવી છે. આ એક શાંતિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, જેના પર તાત્કાલિક અને આટલી મોટી સંખ્યામાં ધરપકડ કરીને DMK સરકારે કાયદાનો દુરુપયોગ કર્યો છે.
 
#૨ કરુરની ભીષણ દુર્ઘટના પર ક્રિમિનલ બેદરકારીના આક્ષેપો
 
સંઘના સ્વયંસેવકોને માત્ર મંજૂરી વિનાના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા બદલ જેલમાં મોકલી દેવાયા પણ કરુરની ભીષણ દુર્ઘટનામાં આવી કાર્યવાહી થઈ નથી. તમિલનાડુના કરુર-તિરુચિ હાઇવે પર એક મોટી દુર્ઘટના બની. અભિનેતા જોસેફ વિજય (થલપથી વિજય)ની નવી રાજકીય પાર્ટી તમિલગા વેત્તરી કઝગમ (TVK)ની રેલી દરમિયાન ભીષણ નાસભાગ સર્જાઈ હતી, જેમાં ૪૦થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
 
સૌથી ગંભીર વાત એ છે કે આ રેલીનું આયોજન પણ મંજૂરી લીધા વિના કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન આટલી મોટી સંખ્યામાં જાનહાનિ થવા છતાં, આયોજન માટે જવાબદાર મુખ્ય આરોપી અને જોસેફ વિજયની પાર્ટીના જિલ્લા કોઓર્ડિનેટર શરૂઆતમાં ફરાર હતા. વિપક્ષોએ આક્ષેપ કર્યો કે આ આરોપીને ડીએમકે સરકારનું રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે, જેના કારણે પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલ વર્તી રહી છે.
 
આ ભીષણ દુર્ઘટનાને માત્ર એક અકસ્માત ગણાવીને ટાળી ન શકાય, તેવો મત અનેક લોકોએ વ્યક્ત કર્યો છે. લોકોએ સ્પષ્ટ માંગ કરી છે કે આ 'અકસ્માત' નહીં, પરંતુ બેદરકારીનું પરિણામ છે. માંગ થઈ રહી છે કે રાજ્ય સરકારે તાત્કાલિક TVK ચીફ જોસેફ વિજય વિરુદ્ધ પણ કેસ નોંધવો જોઈએ. તેમણે જાહેર રસ્તાઓ અને હાઇવે પર રાજકીય રેલીઓ અને રોડ શો પર કડક માર્ગદર્શિકા ન બને ત્યાં સુધી પ્રતિબંધ મૂકવાની પણ હિમાયત કરી છે.
 
શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કરુર ભાગદોડ કેસની સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આ કેસની સીબીઆઈ તપાસની માગણી કરતી અરજીઓને ફગાવી દીધી હતી, પરંતુ પીડિતો માટે વધારાના વળતરની માગ કરતી અરજી પર સ્ટાલિન સરકારને નોટિસ જારી કરી હતી.
 
ન્યાયાધીશ એમ. ધનદાપાણી અને એમ. જોથિરામનની દશેરા વેકેશન બેન્ચ સમક્ષ આ મામલાને લગતી કુલ સાત જાહેર હિતની અરજીઓ  થઈ છે.
 
સુનાવણી દરમિયાન કોર્ટે એક અરજદારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અરજદાર પોતે પીડિત નથી, પરંતુ એક રાજકીય પક્ષના નેતા છે. કોઈ એક વ્યક્તિએ ભૂલ કરી હોવાનો અર્થ એ નથી કે સમગ્ર તપાસ પૂરી થઈ જશે. જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના વિશે વિચારો. જો કોઈ પીડિત અમારી પાસે આવશે, તો અમે તેમની મદદ માટે ચોક્કસ આગળ આવીશું."
 
આ બાબતે હવે આગામી સુનાવણી ૧૬ ઑક્ટોબરે થશે.
 
આટલું થયા પછી હવે આ દુર્ઘટના એક ગંભીર રાજકીય મુદ્દો બની ગયો છે. AIADMKના મહાસચિવ અને પૂર્વ મુખ્યમંત્રી એડપ્પાદી કે. પલાનીસ્વામી (EPS)એ આ દુર્ઘટનાને માત્ર અકસ્માત નહીં, પણ આયોજકોની ગુનાહિત બેદરકારીનું પરિણામ ગણાવી છે. EPSએ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન અને DMK સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, અને આક્ષેપ કર્યો છે કે સરકારે TVKને હાઈકોર્ટના સ્પષ્ટ આદેશનું ઉલ્લંઘન કરીને જાહેર રસ્તા પર સભા યોજવાની પરવાનગી આપી છે. પલાનીસ્વામીએ આરોપ લગાવ્યો છે કે સ્ટાલિન સરકાર વિપક્ષને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે, જ્યારે રાજકીય સહયોગીઓને સુરક્ષા આપીને કાયદાનું શાસન જાળવવામાં પક્ષપાત કરી રહી છે, જે તમિલનાડુના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
 
આ બંને ઘટનાઓ અને થયેલી કાર્યવાહી ભેદભાવયુક્ત
 
એક તરફ, શાંતિપૂર્ણ સાંસ્કૃતિક તાલીમ માટે પોલીસે તાત્કાલિક ધરપકડ કરીને કાયદાની કડકતા દર્શાવી. બીજી તરફ, ૪૦થી વધુ માનવજીવનનો ભોગ લેનારી અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે આયોજિત કરાયેલી ઘટનાના મુખ્ય આયોજકો સામે કાર્યવાહીમાં ઢીલ જોવા મળી.
 
લોકોએ આનો વિરોધ કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે પોલીસ એવા જૂથો વિરુદ્ધ તરત કાર્યવાહી કરે છે જે ડીએમકે સરકારની નીતિઓ સાથે સહમત નથી, જ્યારે સત્તાધારી પક્ષના સમર્થિત જૂથોની ગંભીર બેદરકારીને નજરઅંદાજ કરવામાં આવે છે.