સાંપ્રત । સેવન્થ ડૅ અને વડાલીની ઘટના: શું આ માત્ર વિદ્યાર્થીઓની બાબત છે?

સેવન્થ ડૅ જેવી શાળાઓ ક્યાં સુધી ચલાવવા દેવાશે? સેવન્થ ડૅ ઍડવન્ટિસ્ટ ચર્ચ એક ઍડવન્ટિસ્ટ પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી ચર્ચ છે. તેઓ શનિવારને સાતમા દિવસ એટલે કે “સબ્બાહ” તરીકે મનાવે છે.

    ૦૫-સપ્ટેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

seventh-day-school-and-social-message
 
 
સેવન્થ ડૅમાં હિન્દુ વિદ્યાર્થીની મુસ્લિમ સગીર દ્વારા હત્યાને માત્ર વિદ્યાર્થીઓની બાબતમાં ખપાવી દેવા ષડયંત્રપૂર્વકનો પ્રયાસ થયો. પરંતુ વડાલીમાં પણ આવી જ ઘટના બનતા-બનતા રહી ગઈ. દિલ્લીમાં એક મુસ્લિમ દીકરાએ વૃદ્ધ માતા પર તેના ભૂતકાળના વ્યભિચારની સજા આપતાં બે-બે વાર બળાત્કાર કર્યો. દરેક બાબતને અલગ રીતે મૂલવી બુદ્ધિજીવીઓ ઘટનાના મૂળ સુધી પહોંચવા દેતા જ નથી.
 
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડૅ શાળામાં ધોળા દિવસે વિદ્યાર્થીઓની વચ્ચે થયેલી બોલાચાલીમાં નયન સતાણીની હત્યા થઈ ગઈ. વિષય શું હતો? શું હત્યા કરનાર વિદ્યાર્થી સાથે નયનનો ઝઘડો હતો? ના. શું નયને તેના પર હાથ ઉપાડ્યો હતો? ના. તો પછી હત્યા કેમ થઈ ગઈ?
 
વાત એમ હતી કે નયનના પિતરાઈ ભાઈ ‘ર’ને ૧૩ ઑગસ્ટે આરોપી સગીર વયના વિદ્યાર્થી ‘અ’ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો સીડી પર ધક્કો મારવા સાથે થયો હતો. નયન ‘અ’ને સમજાવવા ગયો હતો, પરંતુ વાત ત્યાં પતવાના બદલે ઓર ચગી. આ આરોપી સગીર માટે લડવા બીજો અને ખરો આરોપી ‘મ’ આવી પહોંચ્યો. અહીં ‘ર’, ‘અ’, ‘મ’ એટલા માટે લખ્યા કે જેથી ભેદ ખબર પડે. બાકી, મીડિયામાં કોઈનાં નામ નથી આવ્યા. નયનનું નામ પણ મોડેથી આવ્યું અને આરોપીઓનાં તો નામ જ ન આવ્યા કારણકે આરોપીઓ વિશેષ સમુદાયના છે.
 
૧૯ ઑગસ્ટનો એ કારમો દિવસ હતો જ્યારે નયન શાળાએથી છૂટીને હોંશેહોંશે ઘરે જતો હતો. શાળાએથી બાળક છૂટે એટલે ઘરે પહોંચવાનો અનેરો આનંદ હોય છે. પરંતુ નયનનો એ આનંદ તેની કારમી પીડામાં ફેરવાઈ ગયો અને એ પીડા પછી મૃત્યુ બની ગઈ. નયનને આરોપી ‘મ’એ શાળાના દરવાજા પાસે પડકાર્યો. અને જોતજોતામાં કોઈ તીક્ષ્ણ વસ્તુ ઘૂસાડી દીધી. કહે છે કે એ થર્મૉકૉલ કટર હતું. નયનને હૉસ્પિટલે લઈ જવાયો પણ તેનું મૃત્યુ થઈ ગયું.
 
આ ઘટના બની એટલે સ્વાભાવિક ડીબેટો તો થઈ પરંતુ આખી ઘટનામાં કોઈનાં નામ ન આવે તેનું સવિશેષ ધ્યાન રખાયું. ડીબેટોમાં નિષ્ણાતો એ વિષય પર વાતને લઈ ગયા કે વિદ્યાર્થીઓ હિંસક બની રહ્યા છે. એમાં કંઈ ખોટું નથી કે આજનો આહાર, ટીવી અને વેબ શ્રેણીમાં બતાવાતી અત્યંત ક્રૂર હિંસા, લોહી, અને હત્યા કર્યા પછી કરાતો વિજયનો ચિત્કાર, ગર્વ, મોબાઇલમાં આવતી હિંસક રમતો...બધાના કારણે બાળકો હિંસક બની રહ્યા છે. પરંતુ હિંસા-હિંસામાં ફેર હોય છે. કોઈને લાત મારો, મુક્કા મારો, પણ ધારદાર વસ્તુ મારી દો? અને એવો પાછો ઝઘડો પણ નહોતો.
 
હત્યાના આરોપી ‘મ’એ સ્વાભાવિક જ આ ઘટના પછી કોઈની સાથે ફૉનમાં ‘ચૅટ’ કરી. તેમાં જે વાત થઈ તે ચોંકી જવાય તેવુ છે. તેણે પોતે જ કહ્યું કે નયને તેને કહ્યું હતું, “તૂ કૌન હૈ? ક્યા કર લેગા?” એટલે તે ઉશ્કેરાઈ ગયો. હવે આવી વાતો તો વિદ્યાર્થીઓમાં સામાન્ય રીતે થતી જ હોય છે. એમાં ઉશ્કેરાટ પણ ક્યારેક આવી જાય તે સ્વાભાવિક છે, પરંતુ તેના કારણે હત્યા કરી નાખવાની? ચાકુ હુલાવતા હોય તેમ ધારદાર વસ્તુ હુલાવી દેવાની? આ તો પ્રૉફેશનલ કિલર જેવું કામ થયું ! અને આ હત્યા પછી તેને કોઈ પસ્તાવો નથી.
 
બંગાળમાં ‘ડાયરેક્ટ ઍક્શન ડૅ’ના સંદર્ભે મુસ્લિમોએ જે હિંસાનો નગ્ન નાચ કર્યો હતો તેના ઉત્તરમાં અખાડો ચલાવનાર જુગલચંદ્ર ઘોષ જેવી વ્યક્તિ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેમણે પ્રતિ હિંસા કરી હતી, પરંતુ સમ્રાટ અશોકની જેમ તેમને પણ પછી પશ્ચાતાપ થયો અને તેઓ ગાંધીવાદી બની ગયા હતા. પરંતુ એક તેર-ચૌદ વર્ષના છોકરા ‘મ’ને બીજા છોકરા નયનને મારી નાખવાનો કોઈ પસ્તાવો નથી. તે ચેટમાં કહે છે, “જો હો ગયા વો હો ગયા”. બોલો ! ‘ભાઈ ગલત હો ગયા મેરે સે, અબ ક્યા કરું?” (એ લોકો વાતેવાતે ભાઈ બહુ બોલે.)
 
જોકે તે “અબ ક્યા કરું?” પૂછતો નથી તો પણ તેને સામેવાળો કહે છે, “ભૂગર્ભમાં ચાલ્યો જા.”
 
આનો અર્થ એ થયો કે સામાસામે અપરાધિક માનસિકતાવાળા જ હતા. ચેટમાં આરોપી પોતે જ પોતાનું નામ ‘મુસેફ’ લખે છે. બાકી, કોઈ મીડિયાએ જાહેર નથી કર્યું. જો મુસ્લિમ પીડિત અને હિન્દુ આરોપી હોત તો નામ બહાર આવી ગયું હોત.
પેલા નિષ્ણાતોને ચાલો, શંકાનો લાભ આપી પણ દઈએ. પરંતુ સેવન્થ ડૅ જેવું વડાલીમાં પણ થયું. શેઠ સીજે માધ્યમિક વિદ્યાલયમાં ચાર મુસ્લિમ સગીરોએ સાતમા ધોરણમાં ભણતા હિન્દુ વિદ્યાર્થી પર આક્રમણ કર્યું હતું અને પીડિતના પિતાના કહેવા પ્રમાણે, હત્યાની ધમકી પણ આપી હતી. આ ઘટના ૨૧ ઑગસ્ટે બની હતી. પીડિતના પિતા મણિભાઈના કહેવા પ્રમાણે, મુસ્લિમ સગીરો હિન્દુ બાળકને વારંવાર ચીડવી રહ્યા હતા. તેના સામે હિન્દુ બાળકે વાંધો ઉઠાવતા, તેના પર આક્રમણ કર્યું હતું. આ ઘટના પહેલી વાર નથી બની. છ મહિના અગાઉ પણ હિન્દુ બાળક પર આક્રમણ થયું હતું. પીડિત પરિવારનું કહેવું છે કે અગાઉ પણ મુસ્લિમ સગીરો શાળામાં છરા જેવા તીક્ષ્ણ શસ્ત્ર લઈને આવ્યા હતા. શાળા પ્રશાસને ૨૧ ઑગસ્ટે થયેલા આક્રમણ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી.
 
કાર્યવાહી તો સેવન્થ ડૅ શાળાના પ્રશાસને પણ તે દિવસે નયન લોહી નીતરતી સ્થિતિમાં પડ્યો હતો ત્યારે કરી નહોતી. ન તો શિક્ષકો જાગ્યા, ન કોઈ પ્રશાસન કર્મચારીઓ કે ન તો ત્યાં ઊભેલા સુરક્ષા કર્મચારીઓ. વાલીઓ સુરક્ષા કર્મચારીઓ માટે શાળાને ફી કેમ આપે છે? શું વાલીઓ વિરોધ પ્રદર્શન કરવા જાય અને અનિયંત્રિત બને તો તેમને રોકવા માટે આ સુરક્ષા રક્ષકો હોય છે?
 
દિલ્લીમાં હૌઝ કાશી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારમાં તો અત્યંત ઘૃણાજનક બનાવ બન્યો. ૩૯ વર્ષીય એક દીકરાએ તેની માતા પર બે-બે વાર બળાત્કાર કર્યો. કારણ એ કે ભૂતકાળમાં જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેની માતાને તે નાનો હતો ત્યારે કોઈની સાથે અનૈતિક સંબંધો હતા ! એવું નથી કે આ દીકરો એક માત્ર પુરુષ છે. તેના પિતા જીવિત છે. તેઓ સરકારી કર્મચારી હતા. હવે નિવૃત્ત છે. ૧૭ જુલાઈએ માતા, તેના પતિ અને આ દીકરા કરતાં નાની ૨૫ વર્ષની દીકરી સાથે સાઉદી અરેબિયા હજ કરવા ગયા હતા. આરોપીએ તેના પિતાને ફૉન કરી તાત્કાલિક દિલ્લી આવી જવા કહ્યું. પિતાને તેની માતાને તલાક આપી દેવા કહ્યું.
 
જ્યારે તેઓ ૧ ઑગસ્ટે દિલ્લી ઘરે આવી ગયા ત્યારે પહેલાં માતાને રૂમમાં પૂરી તેને માર માર્યો અને પછી બળાત્કાર કર્યો. આ અંગે એક આરજેએ વિડિયો બનાવ્યો તો તેમાં આરોપીના મઝહબની વાત ગાપચી ગયાં અને કહ્યું કે ધર્મ (ધર્મ શબ્દ વાપરે છે તે પણ નોંધવા જેવું છે) કયો છે તેની વાત નથી કરવી કારણકે તે કહીશ તો ચર્ચા ધર્મ પર ચાલી જશે.
 
પણ તમે ન બોલો તોય લોકો તો સમજી જ જવાના અને તમારી વાત પરથી ગૂગલ કરી એ લોકો જાણી લેશે કારણકે તમે નહીં કહો તો બીજાં કોઈ મીડિયા નહીં કહે તેવું નથી. અને સાઉદી અરેબિયા ગયા હતા તે જાણીને જ ખબર પડી જાય કે ભાઈ મઝહબમાં માને છે કે ધર્મમાં.
 
સેવન્થ ડૅ અને વડાલી બાબતે તો નિષ્ણાતો કહેશે કે વિદ્યાર્થીઓ હિંસક થઈ ગયા છે. પરંતુ દિલ્લીની આ અધમ ઘટના જેમાં કોઈ દીકરો પોતાની વૃદ્ધ માતા પર બળાત્કાર કરે તે ઘટનાને કેવી રીતે મૂલવશો? કોઈક તબક્કે તો વિચારવું પડશે ને કે એવું કયું શિક્ષણ મદરેસા અથવા ઘરમાં અપાય છે કે મુસ્લિમ સગીર કે આધેડ આટલા હિંસક, હત્યારા અને અત્યાચારી બને છે?
ઉત્તર ડૉ. સૈયદ રિઝવાન અહેમદ પાસે છે. સૈયદ રિઝવાન અહેમદ અભિનેતા નસીરુદ્દીન શાહના પિતરાઈ થાય છે. અને બંને વિપરીત છે. નસીરુદ્દીન માત્ર કટ્ટર જ નથી બન્યા પરંતુ ‘શોલે’ વગેરે સફળ ફિલ્મોની પણ ટીકા કરે છે. ટૂંકમાં કહી શકાય કે તેમનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં છે. તેમનાં પત્ની રત્ના પાઠક શાહ કરવા ચોથની ટીકા કરે છે, પણ રોઝા બાબતે ચૂપ રહે છે.
 
સૈયદ રિઝવાન અહેમદનો ‘ઇણ્ડિયા ટીવી’ના પત્રકાર સૌરભ શર્માએ ‘કુરુક્ષેત્ર’ કાર્યક્રમમાં ઇન્ટરવ્યૂ કર્યો હતો. તે આખા ઇન્ટરવ્યૂની વિગતવાર વાત આ જ સ્તંભમાં આપણે અગાઉ કરી ગયા છીએ એટલે તે બધી વાત નથી કરવી. એના માટે ૬ ઑગસ્ટ ૨૦૨૨નું ‘સાધના’ વાંચી લેવા વિનંતી છે. પરંતુ આ સાક્ષાત્કારમાં, ઉપરોક્ત અપરાધો પાછળનું કારણ આપણને જાણવા મળે તેવી બાબત એ છે કે નાનપણથી જ મુસ્લિમ બાળકોને હિંસા કરતા શીખવવામાં આવે છે. ડૉ. સૈયદ રિઝવાન અહેમદ કહે છે કે નાનપણથી જ બકરાને કપાતાં જોવાથી કટ્ટરતા આવી જાય છે. નાના હોય ત્યારે પિતા સાથે જઈ તાજોમાજો બકરો લાવવાનો. તેને એક-બે દિવસ ખવડાવવા-પીવડાવવાનો. તેની સાથે રમવાનું. અને પછી ગળું કાપીને મારી નાખવાનો. બાળક શીખે છે કે ગળું કાપવું તો સામાન્ય વાત છે. અને તેમાંય પોતાને પ્રિય ચીજનું ગળું કાપવું. એટલે જ ઘણા હિન્દુઓની હત્યા કરનારા તેમના પડોશી અથવા તેમની પાસેથી મદદ લેનારા જ હતા. પોતાને મદદ કરી હોય કે પ્રિય હોય તો પણ શું થયું? ઇસ્લામ કહે એટલે તેમનું ગળું કાપી નાખવાનું. તેને રાત્રે પછી ખાવાનું. એટલે જ મુસેફ હોય કે અજમલ કસાબ, તેમને હત્યા કર્યા પછી કોઈ પસ્તાવો થતો નથી.
 
સેવન્થ ડૅ જેવી શાળાઓ ક્યાં સુધી ચલાવવા દેવાશે?
 
પ્રશ્ન સેવન્થ ડૅ કે વડાલીની સી. જે. માધ્યમિક શાળા સામે પણ છે. સેવન્થ ડૅ એક ખ્રિસ્તી ચર્ચ દ્વારા ચાલતી શાળા છે. સેવન્થ ડૅ ઍડવન્ટિસ્ટ ચર્ચ એક ઍડવન્ટિસ્ટ પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી ચર્ચ છે. તેઓ શનિવારને સાતમા દિવસ એટલે કે “સબ્બાહ” તરીકે મનાવે છે. અબ્રાહમિક પંથોમાં સબ્બાહ અથવા શબ્બાતને વિશ્રામ અને ઉપાસના માટે અલગ રાખવામાં આવ્યો છે. હવે વાલીઓ કહે છે કે અમદાવાદની સેવન્થ ડે શાળામાં હિન્દુ વિદ્યાર્થીઓને નાડાછડી બાંધીને કે તિલક રાખીને જવા દેતા નહોતા. તો પ્રશ્ન એ છે કે ત્યારે વાલીઓએ કેમ વિરોધ ન કર્યો? આવી મોંઘી ખ્રિસ્તી શાળામાં પોતાના બાળકને શું કામ ભણવા મૂકવામાં આવે છે?
 
હવે મીડિયામાં પણ તેનાં ખોટાં કામો બહાર આવી રહ્યાં છે. ૨૦૨૩માં આ શાળામાં માત્ર સ્કાઉટિંગ માટે આવેલો એક વિદ્યાર્થીને એવો ‘બ્રેઇન વૉશ’ કરાયો હતો કે તે મિશનરી કામમાં લાગી ગયો હતો. આ શાળામાં શિક્ષણ કાર્ય કરનાર પૂર્વ શિક્ષકે પણ આરોપ લગાવ્યા છે કે આ શાળામાં અભ્યાસક્રમ બહારની ખ્રિસ્તી બાબતો ભણાવાય છે.
 
આવી શાળાઓ સામે વાલીઓ અને તંત્ર ક્યારે જાગશે?

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…