નવરાત્રીના ગરબામાં સમરસ - સંગઠિત - સશક્ત - સતર્ક - સુરક્ષિત - સજ્જ રહીએ

હિન્દુઓને ‘સર્વ સમાવેશી’ બનવા માટેની ફરજ પાડીને વિમર્શ ચલાવવામાં આવે છે કે, નવરાત્રીમાં મુસ્લિમ યુવાનોને પ્રવેશ આપવામાં વાંધો શું છે? નવરાત્રીમાં મુસ્લિમ યુવકોના પ્રવેશ સામેના આ વાંધાને સમજવા વાંચીએ આ મુખપૃષ્ઠ વાર્તા..

    ૧૬-ઓક્ટોબર-૨૦૨૬   
કુલ દૃશ્યો |

navratri-garba-entry-controversy
 
 
નવરાત્રીનું પર્વ આવી પહોંચ્યું છે. નવરાત્રીની પવિત્રતા આજેય અક્ષુણ્ણ છે એ વાતમાં કોઈ બે મત નથી પરંતુ તેમાં કેટલાક દૂષણો ઘુસાડી દેવામાં આવ્યાં છે તે પણ સત્ય છે. અને એ દૂષણોમાં સૌથી ખરાબ દૂષણ હોય તો એ છે નવરાત્રીમાં મુસ્લિમ યુવકોનો પ્રવેશ. દર વર્ષે નવરાત્રી આવે તે પહેલાં જ મુસ્લિમ યુવાનોને ગરબામાં પ્રવેશ આપવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બને છે. વિશેષ કરીને હિન્દુ સંગઠનો ‘વિધર્મી મુક્તનવરાત્રી’નું અભિયાન ઉપાડે છે ત્યારે તેમને સાંપ્રદાયિક ચીતરી દેવામાં આવે છે. અને હિન્દુઓને ‘સર્વ સમાવેશી’ બનવા માટેની ફરજ પાડીને વિમર્શ ચલાવવામાં આવે છે કે, નવરાત્રીમાં મુસ્લિમ યુવાનોને પ્રવેશ આપવામાં વાંધો શું છે? નવરાત્રીમાં મુસ્લિમ યુવકોના પ્રવેશ સામેના આ વાંધાને સમજવા વાંચીએ આ મુખપૃષ્ઠ વાર્તા..
 
ગુજરાત, મહારાષ્ટ્ર, ભોપાલ સહિતનાં રાજ્યોમાં નવરાત્રી આવતાં જ ફરી એક વખત ગરબામાં બિનહિન્દુ ખાસ કરીને મુસ્લિમોને પ્રવેશનો વિવાદ થયો છે. આ વિવાદ વચ્ચે કર્ણાવતી ખાતે આયોજિત શ્રદ્ધેય અશોકજી સિંઘલના જન્મ-શતાબ્દી સંગોષ્ઠિમાં પધારેલા વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી સુરેન્દ્ર જૈને ગરબા પંડાલોમાં મુસ્લિમોના પ્રવેશને લઈ ખૂબ જ આકરું નિવેદન આપ્યું હતું. સૌ પ્રથમ વાંચીએ તેઓશ્રીએ પોતાના નિવેદનમાં શું કહ્યું. શ્રી સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે-
 
‘સમગ્ર દેશમાં હાલ ગરબા-દાંડિયામાં મુસ્લિમોના પ્રવેશ નિષેધ અંગે વિવાદ ચાલી રહ્યો છે. મુસ્લિમોને ગરબામાં પ્રવેશ નહિ કરવા દેવા અંગે ગુજરાત બજરંગ દળે નિવેદન આપ્યું છે કે, જો મુસ્લિમો ગરબામાં આવશે તો તેમનું દંડાથી સ્વાગત કરવામાં આવશે. સ્વાગત તો થશે જ, કારણ કે તે ગુજરાતની પરંપરા છે. જેની જેવી હેસિયત તેવું તેનું સ્વાગત. જે લોકો મા દુર્ગાના પંડાલો પર હુમલા કરે છે. મા દુર્ગાની પ્રતિમાઓ પર હુમલા કરે છે, તે લોકો ગરબામાં આવશે? હિન્દુઓને કાફિર કહી લવજેહાદ કરી હિન્દુઓની બહેન-દીકરીઓને ઉઠાવી જવુંં છે અને પાછું તમારે મા દુર્ગાની આરાધનામાં આવવું છે? ભારતના ટુકડા કરવાના સ્વપ્ન જુઓ છો અને આ હિન્દુ રાષ્ટ્ર છે, તેની રક્ષા માટે હું બન્યો છું, ‘वयं राष्ट्राङ्गभूताः’ એવું કહેનારા અમારી સાથે ગરબા રમવા છે? આ શક્ય જ નથી.’ (સંદર્ભ : ‘સાધના’ સાપ્તાહિકનો ૩ ઓક્ટોબર, ૨૦૨૬નો અંક)
 
 
મુસ્લિમોને ગરબામાં પ્રવેશ અંગે મા. શ્રી સુરેન્દ્ર જૈન દ્વારા આપવામાં આવેલ આ નિવેદનનો એક એક શબ્દ સાચો છે. દેશમાં કટ્ટરવાદી મુસ્લિમોની હિન્દુઓ પર કોઈપણ ભોગે હાવી થવાની માનસિકતા કોઈનાથી છૂપી નથી. અને વારંવાર દેશના હિન્દુ સમાજે તેનો અનુભવ કર્યો છે. મુસ્લિમો ગરબાને માત્ર મનોરંજન અને મોજમસ્તીનું સાધન સમજી બેઠા છે. એમની આ માનસિકતાનો જવાબ આપવા ગરબામાં મુસ્લિમોને ન પ્રવેશવા દેવાની હિન્દુઓની માંગ વાજબી જ છે. કેટલાક દોઢ ડાહ્યાઓ કહી રહ્યા છે કે, ભાઈ ગરબા તો ગુજરાતની સંસ્કૃતિ છે અને ગુજરાતમાં રહેતા મુસ્લિમો પણ હિન્દુઓ જેટલા જ ગુજરાતી છે. એ હિસાબે ગરબા માત્ર ગુજરાતી હિન્દુઓના નથી, મુસ્લિમોના પણ એટલા જ હોવા જોઈએ. આવા દોઢ ડાહ્યા લોકોની સામે એક જ પ્રશ્ન પૂછવો રહ્યો કે, ગરબા એ ગુજરાતની સંસ્કૃતિ છે એ વાત સાચી, પરંતુ જો મુસ્લિમો ગરબાને પોતાની સંસ્કૃતિ માનતા હોય તો પછી માત્ર મુસ્લિમ પુરુષ જ ગરબામાં કેમ આવે છે, મુસ્લિમ મહિલાઓ ગરબામાં કેમ આવતી નથી? મુસ્લિમ પુરુષોને જો ગરબામાં આવવું હોય તો તેમની મહિલાઓને પણ સાથે લાવે અને ગરબે રમાડે. આજ દિન સુધી કોઈ બુરખાધારી મહિલા ગરબે રમતાં તો શું, ગરબા પંડાલની આસપાસ પણ જોવા મળી છે ખરી? ગરબામાં ઓળખ છુપાવી પ્રવેશતા માત્ર મુસ્લિમ યુવા જ કેમ પકડાય છે? કોઈ મુસ્લિમ યુવતી કેમ પકડાતી નથી? કારણ કે, તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે- લવજેહાદનો. અને બીજું કે એમ કહેવાતું હોય કે ગરબા એ તમામ ગુજરાતીઓની સહિયારી સંસ્કૃતિ છે તો પછી મસ્જિદોમાં કેમ ગરબાનું આયોજન કરવામાં આવતું નથી? કોઈને ગરબા એટલા બધા જ પોતાની સંસ્કૃતિના લાગતા હોય તો કરાવે મસ્જિદોમાં ગરબા અને ઘૂમે જેટલું ઘૂમવું હોય તેટલું. તેમને કોણ રોકે છે.
 
વાસ્તવમાં સંસ્કૃતિ તો એક બહાનું છે; ગરબા પંડાલોમાં પ્રવેશ મેળવવાનું. બાકી કટ્ટરવાદીઓની અસલી માનસિકતા શું છે તે દેશનો પ્રત્યેક હિન્દુ તહેવારો દરમિયાન જોઈ ચૂક્યો છે. આ બધામાં માત્ર નવરાત્રીની વાત કરીએ તો ગત વર્ષે...
 
ઘટના : ૧
 
નવરાત્રી સમયે જ ગાંધીનગરના બહિયલમાં મુસ્લિમોએ કેવો આતંક મચાવ્યો હતો? સ્થાનિક મુસ્લિમોએ ગરબા કરી રહેલા હિન્દુઓ પર પથ્થરમારો કર્યો હતો અને હિન્દુઓની સંપત્તિ અને દુકાનોને શોધી-શોધી આગ ચાંપી દીધી હતી.
ઘટના : ૨
 
વડોદરામાં ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મક્કા મદિનાની કોઈ AI જનરેટેડ પોસ્ટને બહાનું બનાવી મુસ્લિમોએ અહીંના જુનીગઢી વિસ્તારને બાનમાં લીધો હતો. અને કોઈ પણ વાંક વગર ત્યાંના હિન્દુઓ પર હુમલો કરી નવરાત્રીનો મંડપ તહસનહસ કરી નાંખ્યો હતો.
 
ઘટના : ૩
 
રાજસ્થાનમાં પણ ગત નવરાત્રીમાં આવી જ એક ઘટના સામે આવી હતી. અહીંના બિકાનેરના બેનીસર વાડી વિસ્તારમાં ગરબા કાર્યક્રમમાં મુસ્લિમ યુવકો બળજબરીપૂર્વક ઘૂસી ગયા હતા. અને મહિલાઓની છેડતી કરવા લાગ્યા હતા. યુવકો બળજબરીપૂર્વક હિન્દુ દીકરીઓ સાથે ગરબે રમવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યારે તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પરિણામે આખો ગરબા કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો.
 
ઘટના : ૪
 
મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ગત વર્ષે ૨૧ સપ્ટેમ્બરના રોજ મુસ્લિમો દ્વારા મા દુર્ગાની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. હિન્દુ સમાજના લોકો નવરાત્રીમાં મા દુર્ગાની પૂજા કરવા માટે ધામધૂમથી દુર્ગા પ્રતિમા લઈને જઈ રહ્યા હતા. ત્યારે મસ્જિદમાંથી મુસ્લિમોનું ટોળું અલ્લાહુ અકબરના નારાઓ સાથે તૂટી પડ્યું હતું અને મા દુર્ગાની પ્રતિમા ખંડિત કરી દીધી હતી.
 
ઘટના : ૫
 
મધ્યપ્રદેશના નાવખેડામાં પણ ગત વર્ષે દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન શોભાયાત્રા મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે મુસ્લિમોએ ડીજેના અવાજના બહાને શોભાયાત્રા પર ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં અનેક હિન્દુઓ ઘાયલ થયા હતાં.
 
ઘટના : ૬
 
આવી જ એક ઘટનામાં મુંબઈના મીરા રોડ પૂર્વની જે.પી. નોર્થ ગાર્ડનર સીટી સોસાયટીમાં ગરબા દરમિયાન મોહસિન ખાન નામના એક જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિએ ઈંડાં ફેંકી ગરબા પંડાલની પવિત્રતાનો ભંગ કર્યો હતો.
ઘટના : ૭
 
ગરબા પંડાલોમાં મુસ્લિમોને પ્રવેશ કેમ ન આપવો જોઈએનો જવાબ ગત વર્ષે નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્રના વિરાર શહેરમાં VIVA કૉલેજમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીઓની લીક થયેલી વ્હોટ્સએપ ચેટ છે. શાહિદ અને ફૈજ નામના બે કટ્ટરપંથી મુસ્લિમ વિદ્યાર્થીઓ ગરબા પંડાલમાં ઘુસીને હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરવાની યોજના ઘડી રહ્યા હતા. તેઓએ પોતાની ચેટમાં લખ્યું હતું કે, ‘એક પણ હિન્દુ યુવતીઓને છોડવાની નથી.’ આ જ કૉલેજમાં દાંડિયા કાર્યક્રમ દરમિયાન હિન્દુ વિદ્યાર્થિનીઓના વિડીયો Discord App પર નાંખીને અશ્લીલ કોમેન્ટો કરવામાં આવી હતી.
 
ઘટના : ૮
 
ગત દુર્ગા પૂજા દરમિયાન ઓડિસાના કટકમાં મુસ્લિમોની ભીડે બે દુર્ગા પ્રતિમા વિસર્જન પર પથ્થરમારો કર્યો હતો. યાત્રા દરમિયાન DJના અવાજનું બહાનું બનાવી મુસ્લિમ લોકોએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
 
ઘટના : ૯
 
એક તરફ મુસ્લિમો બળજબરીથી ગરબા પંડાલોમાં ગરબા રમવા દેવાની જીદ કરે છે, પરંતુ બીજી તરફ જ્યાં તેમની બહુમતી હોય છે ત્યાં કેવી જેહાદી જોહુકમી ચલાવે છે તેનું ઉદાહરણ ખેડા જિલ્લાના માતર તાલુકાનું માતર ગામ છે. ગત વર્ષે અહીંના મુસ્લિમોએ નવરાત્રી અંગે જાહેરમાં લગાવેલ વિવાદિત બોર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે, ‘નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ, મદ્રેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે.’ આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ મુસ્લિમો દ્વારા ગરબા કરી રહેલી મહિલાઓ પર ભારે પથ્થરમારો કરી અનેક મહિલાઓને ઘાયલ કરવાની ઘટના બની હતી.
 
ગરબામાં હિન્દુ-મુસ્લિમની સહિયારી સંસ્કૃતિની, હિન્દુ-મુસ્લિમ સ્યુડો એકતાની સેક્યુલર સુફિયાણી વાતો કરનારી જમાત સમક્ષ મુસ્લિમોની માનસિકતા સમજાવવા માટે આટલી ઘટનાઓ પૂરતી છે કે? અને આ તો માત્ર ગત વર્ષની ઘટનાઓ છે. વાસ્તવમાં પ્રત્યેક નવરાત્રી દુર્ગાપૂજા દરમિયાન દેશનાં અનેક રાજ્યોમાં મુસ્લિમો હિન્દુ સમાજ પ્રત્યે પોતાનો ભાઈચારો અને માતા દુર્ગા પ્રત્યેની આસ્થા અને સહિયારી સંસ્કૃતિનો પરિચય આપવા આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા જ રહે છે.
 
જે તર્ક વંદે માતરમ્‌ પર લાગુ પડે, તે ગરબા-દુર્ગાપૂજામાં કેમ નહિ?
 
જ્યારે વંદે માતરમ્‌ ગાવાની વાત આવે ત્યારે મુસ્લિમ મૌલાનાઓ અને મુસ્લિમો ઊછળી-ઊછળીને તર્ક આપવા લાગી જાય છે કે, મુસ્લિમો અલ્લાહ સિવાય અન્ય કોઈની પૂજા ન કરી શકે. ‘વંદે માતરમ્‌’ જે ભાવ પર આધારિત છે તે ઇસ્લામના એકેશ્વરવાદથી વિપરીત છે. તેના અંતરાઓમાં માતૃભૂમિને મા દુર્ગા સાથે સરખાવવામાં આવી છે. અને તેની ભક્તિ સંબંધિત શબ્દો વાપરવામાં આવ્યા છે. ‘વંદે માતરમ્‌’નો અર્થ થાય છે કે, માતા હું આપને નમન કરું છું. જે અમારી મઝહબી મન્યતાઓથી વિરુદ્ધ છે ત્યારે પ્રશ્ન એ થાય કે આ તર્ક નવરાત્રી પર કેમ લાગુ પાડવામાં આવતો નથી? જો કોઈ પૂજા સ્તુતિ તમારી મઝહબી માન્યતાઓની વિરુદ્ધ છે, તો પછી નવરાત્રી તો એ જ મા દુર્ગાના સાક્ષાત્‌ નવ સ્વરૂપની આરાધનાનું સ્વરૂપ છે. આજે કોઈ પણ ગરબા પંડાલ એવો નહિ હોય જ્યાં મા અંબાની પ્રતિમા કે તસવીર ન હોય, તેની આસપાસ જ ગરબા થતા હોય છે. તેની આરતી-સ્તુતિ થતી હોય છે, ત્યારે મુસ્લિમોની મઝહબિક આસ્થાઓ ઘવાતી નથી. કોઈ મુસ્લિમ અભિનેતા-અભિનેત્રી માથે તિલક લગાવી પૂજા કરતો કે મંદિર દર્શનની તસવીર મૂકતાં દેશનાં મૌલાનાઓ જ ધડાધડ તેની વિરુદ્ધ ફતવાઓ પાડી, તેને ગેરઇસ્લામિક જાહેર કરી દે છે. મુસ્લિમોને મંદિરોથી દૂર રહેવાની ચેતવણીઓ આપવા લાગે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આજ દિન સુધી કોઈ મુસ્લિમ મૌલાનાએ ક્યારેય પણ મુસ્લિમોને નવરાત્રી-ગરબા કે દુર્ગા પંડાલો પર જવાને ગેર ઇસ્લામિક ગણાવી તેના વિરુદ્ધ ફતવો કેમ નથી પાડ્યો? કારણ સ્પષ્ટ છે. આમ થાય તો તેમની ‘લવજેહાદ’ની દુકાન બંધ થઈ જાય. માટે હિન્દુ સમાજે કથિત સ્યુડો સેક્યુલરવાદીઓના ખોટા વિમર્શમાં આવી જઈ હિંદુ સંગઠનો ચિંતા અને તેમના દ્વારા ચલાવવામાં આવતા કોઈ અભિયાન અંગે ખોટી ધારણા બાંધતા પહેલાં જેહાદી અને કથિત સ્યુડો સેક્યુલર ગઠબંધનની આ માયાજાળને ઓળખી લેવાની જરૂર છે.
 
વાત માત્ર નવરાત્રી કે દુર્ગા પૂજાને માત્ર મુસ્લિમ મુક્ત બનાવવાની નથી. એનાથી પણ આગળ વધી નવરાત્રી પૂજાના પંડાલનો કોન્ટ્રાક્ટ પણ એવા જ લોકોને આપવો જોઈએ જેને મા દુર્ગા-અંબા પ્રત્યે શ્રદ્ધા હોય. ગીત-સંગીતથી માંડી સમગ્ર આયોજનમાં પણ એવા જ લોકોને કામ આપવું જોઈએ જે મા અંબા-દુર્ગા સામે શ્રદ્ધાથી શીશ નમાવતા હોય. આપણે આપણા તહેવારોની ગરિમા અને પવિત્રતા જાળવવા આટલું તો કરવું જ પડશે. અને ન્યાયાલયોમાં પણ હિન્દુ પરંપરા મંદિરોની પવિત્રતા જાળવવાની ટકોર કરી ચૂક્યા છે. તાજેતરમાં જ કેરળમના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના પ્રસાદમમાં હલાલ ગોળ વાપરવા મુદ્દે કેરલમ ઉચ્ચ ન્યાયાલયે આવો જ ચુકાદો આપ્યો છે. મંદિરમાં પ્રસાદમ માટે હલાલ ગોળ વપરાતો હોવાને લઈ એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કરતાં ન્યાયાલયે કહ્યું હતું કે, કોઈપણ મંદિરની પૂજા સામગ્રી નિર્ધારિત ગુણવત્તાના માપદંડોની સાથે સાથે મંદિરમાં લાગુ ધાર્મિક રીતિ-રિવાજો અને જરૂરિયાતોના અનુરૂપ હોવા જોઈએ. જો ન્યાયાલય કે જે પંથનિરપેક્ષ છે અને એ પણ કેરળમ જેવા કટ્ટર સામ્યવાદી + કોંગ્રેસી + મુસ્લિમ લીગીના પ્રભુત્વવાળા રાજ્યનું. તે પણ મંદિરની પવિત્રતાને સૌથી ઉપર રાખતું હોય તો પછી હિન્દુ સમાજે પણ પોતાના તહેવારો, ધાર્મિક પ્રથાઓ અને મંદિરોની પવિત્રતા મુદ્દે સંવેદનશીલ બનવું જ પડશે.
 
અને છેલ્લે
 
નવરાત્રીનું આયોજન એ કાંઈ કોઈ સરકારી યોજના નથી કે દેશના નાગરિકોને તેનો લાભ આપવામાં આવે. નવરાત્રી એ હિન્દુઓનું ધાર્મિક અને અતિપવિત્ર પર્વ છે. માટે તેનું આયોજન હિન્દુઓએ કઈ રીતે કરવું એ તેમનો વિષય છે. તેમાં કોને બોલાવવા અને કોને ન આવવા દેવા એ હિન્દુઓ નક્કી કરશે, કથિત સ્યુડો સેક્યુલરિસ્ટો નહિ! માટે આજની તાતી જરૂરિયાત છે કે, આપણે સૌ હિન્દુઓ જેહાદીઓથી સતર્ક રહીએ અને આપણા દેવી-દેવતાઓમાં જેમ આયુધોથી સજ્જ છે તેમ પડકારોનો સામનો કરવા આપણે પણ સજ્જ રહીએ. આવો, આધ્યાત્મિક શક્તિના સશક્તિકરણના આ પાવન પર્વ નવરાત્રીને આપણી પૂરેપૂરી શ્રદ્ધા-નિષ્ઠા અને પરંપરાથી ઉજવીએ તથા સમરસ-સંગઠિત- સશક્ત-સતર્ક-સુરક્ષિત અને સજ્જ રહીએ.

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…