અગર કોઈ તમારી પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા રાખે છે, તો એનો સીધો અર્થ એ થાય છે કે તેને તમારામાં વિશ્વાસ-શ્રદ્ધા-ભરોસો છે. તે તમારામાં શક્યતાઓ જુએ છે. તે તમને સક્ષમ ગણે છે. ખરૂં ને!
આવા કોઈ પ્રકારની અપેક્ષા - આશા; CJPની તિકડી (અભિષેક દિપકે, આશુતોષ રાંકા, સૌરભ દાસ) પાસેથી દેશની સરેરાશ વ્યક્તિ રાખતી હશે, તેવું તમે માનો છો? આખું ભારત તેમની અરાજકતાને ઓળખી ગયું છે. નયા પૈસાનું કોઈ જ રચનાત્મક કામ કરવું નથી. ખંડનાત્મક સ્ટંટ પણ ત્યાં જ કરવા છે, જે રાજ્યોમાં ભાજપની સરકારો છે. કહે છે કે અમે રાજકીય પક્ષ નથી, પણ એજન્ડા માત્ર ને માત્ર રાજકીય છે. પોતાની ઓળખ ‘પ્રેસર ગૃપ’ તરીકે આપીને તેના ઓઠે પોલિટિકલ બ્લેકમેઇલીંગની ‘બવાલ’ ઊભી કરવા સુધીની ધમકીઓથી ૧૪૦ કરોડનો દેશ કંઈ તેમને સરન્ડર નથી થવાનો.
કોકરોચોને સંવિધાનનાં તથ્યોની, વ્યવસ્થા પરિવર્તનની કે વિકાસનાં વિવિધ મૉડલ્સની કોઈ વાત કરવી નથી, તેમને દેશના ભવિષ્યને આકાર આપવાની કોઈ આવડત કેળવવી નથી. તેમની પાસે દેશના ભવિષ્યની કોઈ બ્લૂપ્રિન્ટ નથી. વળી કોઈ લોકતાંત્રિક સંસ્થા/વ્યવસ્થા/ચૂંટણી તેમને મંજૂર નથી. બસ તેમનું કામ છે ટપોરીઓને ઉશ્કેરો, પથરાવ કરો, ગંદી ગંદી ગાળો બોલો અને વધુમાં વધુ લોકોને નડો. રોજ સવારે વિરોધ-પ્રદર્શનના નામે અંધાધૂધી અને અરાજકતા ફેલાવો. સંવિધાન સભામાં શ્રદ્ધેય બાબાસાહેબે ૨૫ નવે., ૧૯૪૯ના રોજ ‘Grammer of Anarchy’ના વિરોધમાં વ્યક્ત કરેલા વિચારોનું શું?
CJPની વિષવેલ પર પ્રશાંત ભૂષણ, ધ્રુવ રાઠી જેવા કાંટા મોટા થઈ રહ્યા છે, એ વિષવેલ એટલે વામપંથ-વૉકેઈઝમ. આ બધાં તત્ત્વો સહિત કટ્ટર વામપંથી AISAની નેહા બોરાએ ‘લાલ સલામ’વાળી ભાષામાં દેશની સામે ખુલ્લંખુલ્લો ‘રેજીમ ચેન્જ’ માટેનો પડકાર ફેંકી દીધો છે ત્યારે તેનો અર્થ ભારતને...
૧) રશિયાના ૧૯૧૭ના બોલ્શેવિક ક્રાંતિના અંધેર યુગમાં અને
૨) ૧૯૪૯ના ચીનના ગૃહયુદ્ધ જેવા લોહિયાળ ખૂનખરાબામાં ધકેલી દેવાનો કારસો હવે કોઈ છૂપો ખેલ નથી રહ્યો.
રશિયા, ચીન ઉપરાંત અગાઉ લિબિયા, ઈરાક, ઈરાન, ઈન્ડોનેશિયા, ઈજિપ્ત પૂર્વ જર્મની, ચેકોસ્લોવાકિયા, રોમાનિયા, વેનેઝુએલા, પડોશમાં શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ, વગેરે ઢગલાબંધ દેશોમાં અસ્થિરતા, સત્તાપલટો, સશસ્ત્ર બળવો, વિદેશી કબજો અને ઉથલાવાતી સરકારોનાં ઢગલાબંધ ઉદાહરણ દુનિયાએ જોયાં છે. સત્તા પડાવી દેવાનાં આવાં કૃત્યો એટલે- ‘Regime Change’. આ બધાં ઉદાહરણોમાં જે તે દેશનાં સ્થાનિક કહેવાય એવાં કમ અક્કલનાં, ટૂંકી બુદ્ધિનાં, કામનાં આળસુ, જીવનમૂલ્યો વિનાનાં સ્વાર્થી તત્ત્વો, વિદેશી શક્તિઓના હાથા બનેલાં નજરે ચઢે. ભલે એ તત્ત્વો થોડા સમય પછી શોધ્યાં પણ ન જડે, પરંતુ ત્યારે તો દેશ પૂરી રીતે તબાહ થઈ ચૂક્યો હોય છે. આવા સમયે.. ૧) શેરીઓમાં ઉતરીને ગુંડાગર્દી દ્વારા સર્વસામાન્ય સમાજને ચૂપ કરી દેવો, ૨) મનમાની સામે કદાચ કોઈ વિરોધ કરે તો સંખ્યાબંધ હત્યાઓ કરી દેવી,
૩) અસામાજિક તત્ત્વો - બૂટલેગરો - જૂગાર જેવા આડા ધંધામાં લિપ્ત લોકોનાં ટોળાં - ભીડ દ્વારા મીડિયા-પોલિસ પર સામૂહિક હુમલા થવા અને છેલ્લે ૪) તખ્ત પર ચઢી બેસવું, આવો ક્રમ જોવા મળે. હા, દરેક ‘Regime Change’ વખતે ‘દિમાગી નક્સલ’ પ્રકારની નસ્લની જમાત અચૂક જોવા મળે, મળે ને મળે જ.
પણ.. ભારતે તો ૧૦૦૦ વર્ષ મુગલો-અંગ્રેજોની સત્તા વખતે પણ શરણાગતિ સ્વીકારી નહોતી, દેશ કટ્ટરતાને કે કુટિલતાને તાબે થયો નહોતો. ૧૯૭૫માં કોંગ્રેસે સરમુખત્યાર બનવાનો નશો કર્યો. કટોકટી લાદી. આખા દેશે ઈન્દિરા ગાંધીને અને એમનાં કરતૂતોને આડે હાથે લઈને સબક શીખવાડી દીધેલ. વિમાનમાં ધરપકડ થઈ ત્યારે દિપકેએ પણ રૂપક આપીને ઇન્દિરાજીની - કટોકટીની આલોચના કરેલી!
બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓએ હિન્દુઓનું લાલ લોહી વહાવ્યું, એ જ માર્ગે નેહા બોરાના નેતૃત્વમાં કોંગ્રેસ ભારતને ‘લાલ સલામ’ની આગમાં ઉલઝાવીને ‘Regime Change’નાં સ્વપ્નો જુએ છે. દેશ ધુત્કારી રહ્યો છે. સર્વસામાન્ય જનતાએ કોકરોચોને મોંઢેમોંઢ સંભળાવ્યું- ‘શૅઈમ ઓન યુ’, ‘ક્યોં દેશ કો ખરાબ કર રહે હો’, ‘બહાર હી ભેજ દો ઇન સબ કો, દેશ સે બહાર..’, ‘નિકલો યહાં સે..’ અને ‘કચરા સાફ... સ્વચ્છ ભારત અભિયાન.’ હે... CCC (કોકરોચ-કમ્યુનિસ્ટ-કોંગ્રેસ) બોલો, હજુ તમારે શું શું સાંભળવું છે?