સાંપ્રત । માલેગાંવથી મુંબ્રા: મનપામાં ચૂંટાયેલા કટ્ટર મુસ્લિમોનો એજન્ડા સ્પષ્ટ

બાલા નામના એક વપરાશકારે લખ્યું કે “મળો ૨૨ વર્ષનાં મિમ નગરસેવિકા સહર શૈખને. તે એ ‘ભટકેલી યુવા’ નથી, તેને ઇસ્લામની સારી સમજ છે. દુઃખની વાત એ છે કે’ હિન્દુ હજુ સુધી ઇસ્લામને જાણી શક્યો નથી.”

    ૨૭-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Mumbra
 
મોટા ભાગે મુસ્લિમો તેમની નરમ છબિના કારણે ઓછા ચૂંટાઈ આવે છે. કટ્ટર છબિનાં કારણે વધુ ચૂંટાઈ આવે છે. ત્યાં કોઈ લેફ્ટ કે લિબરલ સફળ થતા નથી. કટ્ટર છબિના મુસ્લિમો ચૂંટાઈને આવે છે કે તેમનાં કટ્ટરપણાનાં કાર્યો અમલમાં મૂકી દે છે.
મહારાષ્ટ્રના માલેગાંવમાં આવું જ થયું. ત્યાં મનપામાં ઉપ નગરપતિ (ડેપ્યુટી મેયર) નિહાલ અહમદે આવતાં વેંત પોતાના કાર્યાલયમાં ટીપુ સુલતાનની છબિ લગાવી દીધી !
 
આ એ જ ટીપુ સુલતાન છે, જેને કૉંગ્રેસના શાસનમાં ડાબેરી ઇતિહાસકારોએ મહાન દેશભક્ત ચીતર્યો અને કૉંગ્રેસ સરકાર કર્ણાટકમાં તેની જયંતી પણ ઉજવવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેનો ઇતિહાસ હિન્દુ પ્રત્યેની ઘૃણા અને તેના લીધે હિન્દુ નરસંહારથી ભરપૂર છે.
 
- ટીપુ સુલતાને મેલકોટમાં ૭૦૦-૮૦૦ બ્રાહ્મણો, મહિલાઓ અને બાળકોને ભોજનના બહાને બોલાવી હાથી દ્વારા કચડી મારી નાખ્યા. તે પણ દિવાળીની રાત્રે. જેના લીધે મેલકોટના લોકોએ સદીઓ સુધી દિવાળી નહોતી મનાવી.
 
- માલાબાર અને અન્ય ક્ષેત્રોમાં માત્ર હિન્દુ જ નહીં, ૩૦,૦૦૦ ખ્રિસ્તીઓને પણ ઇસ્લામ અંગીકાર કરવા વિવશ કર્યા. તેણે ૬૦,૦૦૦ કેથોલિક ખ્રિસ્તીઓને બંદી બનાવ્યા હતા. અનેક મંદિરોને પણ તેણે નષ્ટ કર્યાં હતાં.
 
વિચાર કરો કે આ બધું ત્યારે છે જ્યારે આવા કટ્ટર મુસ્લિમોની બહુમતી શાસનમાં નથી. મહારાષ્ટ્રના મુંબ્રામાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ ‘મિમ’ની નવી નગરસેવિકા સહર શૈખની કુચેષ્ટા તો જાણીતી છે. તેમનો એક વિડિયો સૉશિયલ મીડિયા પર; તેઓ ચૂંટાઈ આવ્યાં પછી વાઇરલ થયો હતો. તેમાં તેઓ કહે છે, ‘મુંબ્રા કો હરા બના દેંગે.’ તેમના આ નિવેદન પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે તેમની પાસે સ્પષ્ટતા માગી. પોતાના ગળા ફરતે વૈધાનિક ગાળિયો ફસાતો જોઈ તેમણે ક્ષમાપત્ર લખી આપ્યો.
 
તે પછી તેમણે સ્પષ્ટતા કરવામાં પણ કટ્ટર મુસ્લિમ શાયર રાહત ઇન્દોરીનો શૅર કહ્યો, ‘ઇસ મુલ્ક મેં હમ મુસલમાનોં કા ખૂન ભી શામિલ હૈ, યે કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ’. પરંતુ રાહત ઇન્દોરી અને સહર શૈખ બંને ભૂલી ગયા કે, ભારતના મુસ્લિમોના સાતમી પેઢીએ પિતાશ્રી કોણ હતા? હિન્દુ જ નીકળે. તેઓ કંઈ સાઉદી, યુએઇ કે તુર્કીથી આવેલા નહોતા. અને સ્વતંત્રતાની લડાઈ બધાએ ભેગા થઈને લડી હતી, પરંતુ એનો અર્થ એ નથી કે હજુ પણ હિન્દુસ્થાનને મોગલ કાળ વખતનું હિન્દુસ્તાન સમજવું. મોગલ કાળ સમયે પણ પૂરી રીતે આખું હિન્દુસ્થાન ‘હિન્દુસ્તાન’ નહોતું બન્યું તો અત્યારે કેવી રીતે બની શકે !
 
સહર શૈખ હજુ તો ૨૨ વર્ષનાં યુવાન જ છે, પરંતુ તેઓ ચાલે છે અકબરુદ્દીન ઓવૈસીના માર્ગ પર. સહર શૈખ યુનૂસ શૈખનાં દીકરી છે. યુનૂસ શૈખ શરદ પવારના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના સ્થાપના કાળથી જ મુંબ્રા વિસ્તારમાં સક્રિય હતા. તેઓ મુંબ્રા બ્લૉકના પ્રમુખ હતા. તેમને આ ચૂંટણીમાં એનસીપી (શરદ પવાર જૂથ) તરફથી ટિકિટ મળે તેવી આશા હતી. એટલે પક્ષપલટો કરી એઆઈએમઆઈએમમાં જોડાયાં અને તેમને ટિકિટ મળી. તેઓ માત્ર ૪૦૦ મતથી જ જીત્યાં છે, પરંતુ અહંકાર એટલો બધો કે જીત્યા પછી એક સભાને સંબોધતાં ભારે ઘમંડથી કહે છે, ‘કૈસા હરાયા?’ અને ઉન્માદી ભીડ ચિચિયારીઓ કરે છે.
 
સહર શૈખની ૨૦૨૩ની જન્મદિવસની ઉજવણીની પૉસ્ટ ફેસબુક પર જોશો તો તેમાં ન તો તેમણે માથે ઓઢ્યું છે (હિજાબ), ન તો બુરખો પહેર્યો છે. હા, સલવાર-કુર્તો પહેર્યો છે. પરંતુ જ્યારે ઉપરોક્ત ‘કૈસા હરાયા’વાળો સંવાદ તેઓ ફટકારે છે ત્યારે દુપટ્ટો માથે ઓઢેલો છે અને તે સહેજ ખસકી જાય છે તો પાછો ઓઢી લે છે. ‘બંગાળ ફાઇલ્સ’માં પણ આ જ બતાવ્યું છે કે મુસ્લિમ નેતાઓની કટ્ટરતા સામાન્ય મુસ્લિમોને દેખાડવા માટે જ હોય છે, અંદર ખાને તો તેઓ પણ પશ્ચિમી પ્રકારની વેશભૂષામાં જ હોય છે. અંદરખાને તો તેઓ પણ અંગ્રેજી બોલે છે. પરંતુ જ્યારે પોતાની સંસ્થા કે મુસ્લિમ મતદારો સમક્ષ જાય ત્યારે ઉર્દૂ ઠપકારે છે અને બડે ભાઈ કા કુર્તા, છોટે ભાઈ કા પયજામા અને મુસ્લિમ ટોપી તેમજ માથે ઓઢીને સલવાર-કુર્તામાં જાય છે.
સહર શૈખે જ્યારે પત્રકાર પરિષદ સંબોધી ત્યારે એક ચમચા પત્રકારે પૂછ્યું, ‘બતાઈયે સહર, કૈસા હરાયા’ ત્યારે સહર પહેલાં થોડું માર્મિક હસે છે અને પછી એ જ અંદાજમાં કહે છે, ‘કૈસા હરાયા….’.
 
સહર શૈખના આ નિવેદન પર સૉશિયલ મીડિયા પર હિન્દુઓએ જોરદાર પ્રતિક્રિયા આપી. દીપા મુખર્જીએ કહ્યું કે, જો તમારે બધું લીલું જ કરવું હોય તો જઈ પહેલાં પાકિસ્તાન અને બાંગ્લાદેશને લીલું કરી નાખો. ત્યાં પહેલાં જ બહુ હરિયાળી ફેલાયેલી છે. તેને વધુ ડુબાડી દો. ભારતને કેસરિયું જ રહેવા દો.”
 
ઑલ એબાઉટ ઇણ્ડિયન નામથી એક વપરાશકારે લખ્યું કે, ‘મિસ્ટર ઓવૈસી એક હિજાબ પહેરેલી યુવતીને વડાં પ્રધાન બનાવવા ઇચ્છતા હતા, પરંતુ આપણે જોયું કે હિજાબ પહેરનારી નેતા સ્થાનિક નગરસેવિકા બને ત્યારે કેવો વ્યવહાર કરે છે.’
બાલા નામના એક વપરાશકારે લખ્યું કે “મળો ૨૨ વર્ષનાં મિમ નગરસેવિકા સહર શૈખને. તે એ ‘ભટકેલી યુવા’ નથી, તેને ઇસ્લામની સારી સમજ છે. દુઃખની વાત એ છે કે’ હિન્દુ હજુ સુધી ઇસ્લામને જાણી શક્યો નથી.”
 
એક બીજા વપરાશકાર અભય પ્રતાપે લખ્યું કે “મેડમ સાહિબાનો એજન્ડા ખૂબ જ સ્પષ્ટ છે. નગરસેવકની ચૂંટણી જીતી તો પૂરા ક્ષેત્રને લીલું બનાવી દેવું છે અને ઓવૈસી મુજબ એક હિજાબ પહેરનારી વડાપ્રધાન બનશે તો શું કરશે?”
 
હાર્દિક ભાવસાર નામના વપરાશકારે લખ્યું કે “ડેમોગ્રાફી ઝડપથી બદલાઈ રહી છે. તેમનો એજન્ડા બિલકુલ સ્પષ્ટ છે.
 
આપણને સાચો ભય કોનાથી છે તે કોઈ જોઈ શકતું નથી. હિન્દુઓ, પોતાના ધર્મ, સંસ્કૃતિ, વારસા અને વિચારધારાનું સંરક્ષણ કરવું હોય તો સમયસર એક થઈ જાવ.”
 
હવે તમે જુઓ કે મુંબ્રામાંથી રા. કૉં. પ.માંથી જિતેન્દ્ર આવ્હાડ ચૂંટાઈને આવતા હતા અને સહરના પિતા યુનૂસ શૈખને તેમની સાથે સારું બનતું હતું. સહર જિતેન્દ્રજીને ‘અંકલ’ કહીને બોલાવતી હતી, પરંતુ સહરને ટિકિટ ન મળી અને તે મિમમાંથી વિજયી બની તે પછી આ સહર શૈખના પિતા યુનૂસ શૈખ અકબરુદ્દીનની સ્ટાઇલમાં જ મોઢું હલાવતાં, સંવાદ ફટકારે છે, ‘કુત્તા બના કે મારેંગે,’ (લોકો ચિચિયારીઓ અને તાળીઓ પાડે છે) ‘બોલતા હૈ મૈં ટિકિટ નહીં દે સકતા હૂં, તો ક્યા તાલી બજાને કો આયા હૈ ઇધર?’ (અને તેમ બોલતી વખતે હિજડાની સ્ટાઇલમાં ઉન્માદી રીતે તાળી વગાડે છે) અને પછી કહે છે, “હાં, તાલી બજાને કે લિયે આયા? અરે વો તો મૈંને તુઝ કો છોડા ઇતને દિન, તૂ વાકિફ નહીં, હમ બહોત ખતરનાક ખાનદાન કે લોગ હૈ, જિસ દિન ખોપડી ઘૂમેંગી ના, એન્ટ્રી બંધ કરવા દૂંગા મુંબ્રા કે અંદર.”
 
બોલો! આ ભાષા! હજુ તો દીકરી નગરસેવિકા તરીકે ચૂંટાઈ છે ત્યાં જિતેન્દ્ર આવ્હાડને શ્વાનની જેમ મારવાની, તેમનો મુંબ્રામાં પ્રવેશ બંધ કરાવી દેવાની, પોતાનો પરિવાર માથાભારે હોવાનું અને જિતેન્દ્ર આવ્હાડને ‘તાલી બજાને કે લિયે આયા’ આવા અપમાનજનક શબ્દો કહે છે. અને આ જિતેન્દ્ર આવ્હાડે મુસ્લિમોને પ્રસન્ન કરવામાં કોઈ ઊણપ નથી છોડી. તેઓ કહેતા કે, તેઓ હિન્દુ-મુસ્લિમોમાં કોઈ તફાવત નથી કરતા (પણ મુસ્લિમ મતદારોએ તો કર્યો ને, તમે સેક્યુલર હતા તો પણ જ્યારે તેમને કટ્ટર મુસ્લિમ સહર શૈખનો વિકલ્પ મળ્યો તો તેને ચૂંટ્યાં ને?).
 
આ જિતેન્દ્ર આવ્હાડે...
 
-  ગુજરાતમાં એન્કાઉન્ટરમાં મરાયેલી આતંકવાદી ઈશરત જહાંના નામ પર એમ્બ્યુલન્સ શરૂ કરી હતી.
 
-  તેઓ મંચ પરથી અનેક વાર કલમા વાંચી ચૂક્યા છે.
 
-  ઘણી વાર ‘સેવ ગાઝા’ (ગાઝા એટલે કે ઇઝરાયેલથી હમાસના આતંકવાદીઓને બચાવો) લખેલું ટી-શર્ટ પહેરીને ફરતા હોય છે
 
-  જાન્યુઆરી ૨૦૨૪માં તેમણે એમ કહ્યું હતું કે, શ્રીરામ માંસાહારી હતા. ૧૪ વર્ષ વનમાં રહેનાર વ્યક્તિ કેવી રીતે શાકાહારી હોઈ શકે?
 
-  ગત ૩ ઑગસ્ટે તેમણે કહ્યું હતું કે, ‘સનાતન ધર્મએ ભારતનો વિનાશ કરી નાખ્યો.”
 
- આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિશે પણ એલફેલ બોલ્યા હતા.
 
જિતેન્દ્ર આવ્હાડનાં પત્ની રુતા આવ્હાડે પણ પતિના પગલે-પગલે મુસ્લિમોને પ્રસન્ન કરવા ઓસામા બિન લાદેન નામના એક એન્જિનિયરના ખૂંખાર વૈશ્વિક ત્રાસવાદી બનવાનો દોષ સમાજને આપ્યો હતો! તે પહેલેથી ત્રાસવાદી નહોતો, પરંતુ સામાજિક પરિબળોના લીધે ત્રાસવાદી બન્યો હોતો.
 
આમ છતાં, મુસ્લિમ મતદારોએ સહર જેવી કટ્ટરવાદી મુસ્લિમનો વિકલ્પ મળતાં, રા. કૉં. પ.ને લાત મારી દીધી અને યુનૂસ શૈખ જિતેન્દ્ર આવ્હાડને શ્વાનની જેમ મારવાની અને મુંબ્રામાં પ્રવેશ બંધ કરવાની ધમકી આપે છે.
 
જોકે સહર શૈખે હૈદરાબાદ જઈ ભીડ સામે જતાં ભીડે બૂમરાણ મચાવવાની શરૂઆત કરી દીધી ત્યારે સહર કહે છે, ‘બે મિનિટ શાંતિ જોઈએ છે.’ પછી કહે છે, ‘નહીં-નહીં, ૧૫ મિનિટની’. લોકો સમજી જાય છે. અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે “જો પંદર મિનિટ માટે પોલીસ હટાવી લેવામાં આવે તો અમે (મુસલમાન) ૧૦૦ કરોડ (હિન્દુઓને) સમાપ્ત કરી દઈશું.” સહરનો પંદર મિનિટનો સંદર્ભ સ્પષ્ટ છે.
 
અકબરુદ્દીન ઓવૈસી સામે ૨૦૧૩માં આવું ભાષણ આપવા માટે ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ એપ્રિલ-૨૦૨૨માં હૈદરાબાદના વિશેષ ન્યાયાલયે તેમને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા! ઓવૈસી ૨૦૧૩ પછી ૨૦૧૯માં ફરી આ જ પ્રકારનું બોલ્યા હતા. ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે આ વિષ ફરી ફેલાવ્યું હતું.
 
 
સાંભળો આ લેખ... 
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…