સાંપ્રત । વધુ એક હિન્દુની હત્યા, વધુ એક વાર ડાબેરી ગેંગ દ્વારા બચાવ, વધુ એક વાર કૉર્ટ...
ઉત્તમ નગર હત્યાકાંડ: હોળીના ફુગ્ગાથી શરૂ થયેલો વિવાદ અને તરુણનું મોત – શું આ જ છે ડાબેરીઓનો ન્યાય?
દિવસ ધૂળેટીનો હતો. સ્થળ દિલ્લીનો ઉત્તમ નગર વિસ્તાર. મૂળત: રાજસ્થાનનો બુટોલિયા પરિવાર રહેતો હતો. માતાપિતા, બે ભાઈઓ, અને એક બહેન. ધૂળેટી નિમિત્તે ફુગ્ગામાં પાણી ભરીને અને રંગવાળું પાણી ભરીને પણ ઘણી જગ્યાએ રમતા હોય છે. વિશેષત: નાના છોકરાં આ રીતે રમતાં હોય છે. એક નાનકડી છોકરીએ અગાશીમાંથી નીચે તેના ‘તાઉ’ (પિતાના મોટા ભાઈ) પર ફુગ્ગો ફેંક્યો. પણ એ છોકરી કંઈ નિશાન નિપુણ નહોતી. ફુગ્ગો ભૂલથી એક મુસ્લિમ મહિલા પાસે પ
ઉત્તમ નગર હત્યાકાંડ: હોળીના ફુગ્ગાથી શરૂ થયેલો વિવાદ અને તરુણનું મોત – શું આ જ છે ડાબેરીઓનો ન્યાય?
દિવસ ધૂળેટીનો હતો. સ્થળ દિલ્લીનો ઉત્તમ નગર વિસ્તાર. મૂળત: રાજસ્થાનનો બુટોલિયા પરિવાર રહેતો હતો. માતાપિતા, બે ભાઈઓ, અને એક બહેન. ધૂળેટી નિમિત્તે ફુગ્ગામાં પાણી ભરીને અને રંગવાળું પાણી ભરીને પણ ઘણી જગ્યાએ રમતા હોય છે. વિશેષત: નાના છોકરાં આ રીતે રમતાં હોય છે. એક નાનકડી છોકરીએ અગાશીમાંથી નીચે તેના ‘તાઉ’ (પિતાના મોટા ભાઈ) પર ફુગ્ગો ફેંક્યો. પણ એ છોકરી કંઈ નિશાન નિપુણ નહોતી. ફુગ્ગો ભૂલથી એક મુસ્લિમ મહિલા પાસે પડ્યો. તેમાંથી થોડા છાંટા ઉડ્યા ને એમાં મુસ્લિમ મહિલાએ હોબાળો મચાવી દીધો.
પરિવારે તરત જ જઈ ક્ષમા માગી. પરંતુ વાત પતી નહીં. થોડી વારમાં મુસ્લિમોનું ટોળું આવ્યું અને અખલાક વખતથી જેને સેક્યુલરો મૉબ લિચિંગ કહે છે તે ટોળા અપરાધ થવા લાગ્યો. બુટોલિયા પરિવારના વડા મેમરાજ બુટોલિયા અને રમેશકુમાર બુટોલિયાને મારવા લાગ્યા. તેમને ગંભીર ઈજા થઈ. હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ સમયે બુટોલિયા પરિવારનો ૨૬ વર્ષનો યુવાન, નામે તરુણ, ઘરે નહોતો. તે આવ્યો અને તેને પણ મુસ્લિમોના ટોળાએ ઘેરી લીધો અને મારવા લાગ્યા. એટલો બધો માર્યો કે તરુણનું હૉસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું.
તરુણ સામાન્ય યુવાન નહોતો. તે ખૂબ જ આવડતવાળો અને મહત્ત્વાકાંક્ષી યુવાન હતો. કોરોના દરમિયાન તરુણને બી. સી. એ. (કમ્પ્યૂટર ઍપ્લિકેશન)નો અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો. તે પૈસા કમાવવા ખંડ સમય કામ કરતો હતો. પરંતુ તેણે પ્રગતિની મહત્ત્વાકાંક્ષા છોડી નહોતી. તેના કાકા ટેકચંદે કહ્યું કે, તરુણે ડિજિટલ માર્કેટિંગ કૉર્સમાં પ્રવેશ મેળવ્યો. તે વેપાર શરૂ કરવા માગતો હતો. તેણે ટેકચંદને કહ્યું હતું કે, ‘કુછ બડા કરુંગા’.
આમ, તરુણ કુટુંબની આશા હતો જેને સભ્યતાના શત્રુ એવા પડોશી મુસ્લિમોએ રોળી નાખી.
પડોશીઓનું શું કહેવું છે?
પડોશીઓએ કહ્યું કે, ‘મુસ્લિમ મહિલા પર ફૂગ્ગો પડ્યો નહોતો. બાજુમાં પડ્યો. તે ફૂટ્યો અને તેમાંથી છાંટા મહિલા પર ઊડ્યા. તેના કારણે ૪૫ વર્ષની આ મહિલાએ પરિવારને ગાળો દીધી. પરિવારે ક્ષમા માગી લીધી અને કહ્યું કે, બાળકીને ક્ષમા આપી દો. પરંતુ મુસ્લિમ મહિલાએ કંઈ ન સાંભળ્યું. આટલી નાની એવી વાતમાં તેનામાં ક્રોધનો અગ્નિ ભભૂકી ઊઠ્યો.’
એક પડોશીએ એવું પણ કહ્યું કે, ‘કદાચ આ લોકો ઝઘડાની તાકમાં જ હતા. એક વાર તેઓ બાજુમાં રહેવા આવી જાય, પછી હેરાન કરવા બહાનાં શોધતાં હોય છે. તેમને ઝઘડવાનું બહાનું મળી ગયું. વિસ્તારને સંપૂર્ણ ખાલી કરાવવા માટે તેઓ આવું કરતા હોય છે.’ થોડી જ વારમાં ૪૦-૫૦ મુસ્લિમોનું ટોળું આવી ગયું. તેમણે બધાને મારવાનું શરૂ કરી દીધું. ઘરમાં તોડફોડ કરી, માનાં કપડાં ફાડ્યાં, બ્લાઉઝ ફાડ્યું. પડોશી મુજબ, તે લોકો એટલાથી ન રોકાયા. તેમણે તરુણના પાછા આવવાની પ્રતીક્ષા કરી.
તે ઘરે મોડો પાછો ફર્યો. તેને તો કંઈ જાણ જ નહોતી કે તેના ઘરે શું બની રહ્યું છે. તેણે બાઇક ઊભી રાખી. તો લોકો તેને મારવા લાગ્યા. ભીડમાં રહેલા પુરુષો, સ્ત્રીઓ એટલે સુધી કે બાળકો પણ તેને મારવાં લાગ્યાં. તેમના હાથમાં સળિયા, પથ્થર, ઈંટ જે કંઈ હતું તેનાથી તેઓ મારવા લાગ્યા.
પડોશી મહિલાએ ત્યાં સુધી કહ્યું કે ભીડે આક્રમણ કરતાં પહેલાં પડોશીઓનાં ઘરો બહારથી બંધ કરી દીધાં હતાં જેથી તેઓ બચાવવા ન આવી શકે.
પોલીસમાં ફરિયાદ કરવામાંઆવી, પરંતુ પોલીસ તેની ટેવ મુજબ મોડી આવી. તરુણના દાદા માનસિંહે કહ્યું કે, તેમણે તરુણને નિર્દયતાથી માર્યો. જ્યારે તે સડક પર પડી ગયો તો તેની છાતી પર મોટો પથ્થર મારવામાં આવ્યો.
ગુજરાતના પાટણમાં દલિત પરિવારનાં લગ્ન પૂર્વે રાસ-ગરબામાં વાગતા ડીજેના વિરોધના બહાને મુસ્લિમ મહિલાએ વિરોધ કર્યો, તેણે કહ્યું કે ‘અજાનના સમયે ડીજે કેમ વગાડો છો?’ અર્થાત્ તેઓ અજાન લાઉડ સ્પીકર પર આખા શહેરને સંભળાવી શકે કે, ‘માત્ર અલ્લાહ જ ભગવાન છે’. પરંતુ હિન્દુ પરિવાર લગ્નમાં ડીજે ન વગાડી શકે. લોકશાહીવાળા અને સેક્યુલર દેશમાં આ કેવી દાદાગીરી! તે પછી મુસ્લિમોએ લોખંડના સળિયા, લાઠી, પાઇપ વડે આક્રમણ કર્યું. જાતિસૂચક ગાળો આપી. મહિલાઓ સાથે છેડછાડ કરી અને ઘરેણાં લૂટી લીધાં. અમદાવાદના સરસપુરમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો.
જો તરુણનું નામ તહવ્વુર હોત તો કદાચ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, અસદુદ્દીન ઓવૈસી વગેરે સેક્યુલર નેતાઓના ધાડાં ને ધાડાં ઉત્તમ નગરમાં ઉતરી પડ્યાં હોત. આ બાબતે સંસદ ગાજી ઊઠી હોત. કાર્યવાહી સ્થગિત કરવી પડી હોત. અને મૃતક યુવાન દલિત હિન્દુ હતો. જો હત્યારાઓ હિન્દુ હોત તો પણ દલિતો પર અત્યાચારના મુદ્દે હોબાળો કર્યો હોત. ઉપરોક્ત બંને સંભાવનાઓમાં ન માત્ર રવીશકુમાર, ‘વાયર’નાં આરફા ખાનમ શેરવાની, પુણ્ય પ્રસૂન વાજપેયી, ધ્રૂવ રાઠી, ગુજરાતી યુટ્યૂબર ચાંપલા-ચાંપલીઓથી લઈને અમેરિકાના ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’, ‘ટાઇમ’, ‘સીએનએન’, બ્રિટનના બીબીસી વગેરેમાં ‘In Modi’s India, muslim/dalit beaten and killed by hindu mob’ આવાં મથાળાં લાગ્યાં હોત. પરંતુ અહીં વાત આખી ઉલટી હતી. એટલે વિહિપ અને ભાજપના અગ્રણીઓ સિવાય કોઈ નેતાઓ ફરક્યા નહીં.
જ્યારે પણ આરોપી કે દોષિત જિહાદી અથવા ડાબેરી હોય છે ત્યારે ડાબેરી ગેંગ મેદાને પડી જતી હોય છે. પછી મહિલા વિરોધી તાલિબાની હોય, પાકિસ્તાનના ત્રાસવાદી હાફીઝ સઈદ કે ભારતમાં બુરહાન વાણી અને અફઝલ ગુરુ જેવા ત્રાસવાદી હોય. બ્રિટનની સરકારના પૈસે ચાલતા બીબીસીમાં આમ તો સદા ભારતમાં દલિત, આદિવાસી, મુસ્લિમ અને મહિલા પર અત્યાચારોના સમાચારો ગાઈવગાડીને પ્રસ્તુત કરાતા હોય છે, પરંતુ જ્યારે જિહાદીઓની વાત આવે ત્યારે તે આડું જોઈ જાય છે. તે સમાચાર તો આપે છે, પરંતુ તેમાં કોઈ મઝહબનો વિષય ન હોવાની વાત કરે છે. તરુણની હત્યામાં તેણે આવું જ કર્યું. તેણે આ ઘટના બે સમુદાય વચ્ચેની બતાવી. એટલે કે બંને પક્ષે માણસોની સંખ્યા સરખી હતી.
દિલ્લીમાં એઆઈએમઆઈએમ પક્ષના શોએબ જમઈએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન તાક્યું અને કહ્યું કે ‘સંઘ સાથે જોડાયેલા લોકો એકતરફી વાતને દેખાડીને વાતાવરણ ખરાબ કરવા માગે છે.’ તેણે કહ્યું કે ‘ઘટના છેડછાડ સાથે શરૂ થઈ હતી. જે મુસ્લિમો આક્રમણ કરવા આવ્યા તેમને આત્મરક્ષાના દૃષ્ટિકોણથી જુઓ. દિલ્લી સરકાર મુસ્લિમ પક્ષ સાથે ન્યાય કરે.’
ડાબેરી નેત્રી સુભાષિની અલીએ કહ્યું કે, તરુણ હત્યાકાંડ બહુ જ જટિલ છે. તેમાં મુસ્લિમો પણ ઘાયલ થયા છે અને હૉસ્પિટલમાં દાખલ છે.
કેટલાક મુસ્લિમોના સૉશિયલ મીડિયા ખાતામાંથી એક મુસ્લિમ છોકરીનો વિડિયો પૉસ્ટ કરવામાં આવ્યો. આ છોકરી પોતાને તરુણના અપરાધમાં સહભાગી મુસ્લિમ મહિલા સહરાની ભત્રીજી ગણાવે છે. આ છોકરી કહે છે કે ખરા અર્થમાં પીડિત તો મુસ્લિમ પરિવાર છે. હિન્દુ-મુસ્લિમ બધાંએ તેના સમર્થનમાં રસ્તા પર ઉતરવું જોઈએ. તે કહે છે કે, નાનકડી વાતને વધારીને કહેવામાં આવે છે. તે મુસ્લિમ કાર્ડ રમતાં કહે છે કે, મુસ્લિમ હોવાથી જ તેમને નિશાન બનાવાય છે. તેની ફઈ સહરી માટે સામાન લેવા ગઈ હતી. તેના પર પાણીનો ફુગ્ગો મરાયો અને તે પછી હિન્દુ પરિવારે લડાઈ શરૂ કરી.
તે પછી આ ગેંગે આરોપીમાં સમાવિષ્ટ ૧૪ વર્ષના સગીર મુસ્લિમ યુવક ‘રિઝવાન’ના અદૃશ્ય હોવાનો મુદ્દો બનાવ્યો. આમ તો, આર. જે. (રેડિયો જૉકી) સાયમા ઉર્દૂ શબ્દોવાળાં ગીતોની મીઠી-મીઠી વાતો કરી તેમાં ઉર્દૂ શબ્દોના અર્થ બતાવીને આડકતરી રીતે ઉર્દૂ ભાષાનો અને આવાં ગીતો લખનાર ગુલઝાર-જાવેદ અખ્તર-મઝરુહ સુલતાનપુરી-સાહિર લુધિયાનવી વગેરેનો પ્રચાર કરતી હોય છે. પરંતુ આવી કોઈ ઘટના બને ત્યારે તેની કટ્ટરતા ઓર જોરથી બહાર આવી જાય છે. તેણે ‘ઍક્સ’ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું, ‘દિલ્લી પોલીસ, રિઝવાન ક્યાં છે?’
આ બધાનો આ રીતે દિલ્લી પોલીસ પર દબાણ લાવવાનો અને દુનિયાને એવું બતાવવાનો હેતુ હતો કે માત્ર હિન્દુ પરિવારે જ દીકરો નથી ગુમાવ્યો, મુસ્લિમ પરિવારે પણ ગુમાવ્યો છે. જોકે દિલ્લી પોલીસે તેમને ઉત્તર આપ્યો કે રિઝવાન અદૃશ્ય ભલે હોય, પણ નિર્દોષ નથી. તે મુખ્ય આરોપીઓ પૈકી એક છે. એટલે પહેલો દાવ એ કે આ ઘટનામાં બંને પક્ષો સમબળિયા હતા, ઉલટું પીડિત મુસ્લિમ પરિવાર હતો. બીજો દાવ એ કે મુસ્લિમ પરિવારે પણ દીકરો ગુમાવ્યો, તે પણ સગીર. પરંતુ આ બંને દાવ ઊંધા પડ્યા એટલે તેમણે નવો દાવ રમ્યો. તેમણે કહ્યું કે છેવટે ૧૪ વર્ષના છોકરાની ધરપકડ કરવાની શું આવશ્યકતા હતી?
ઝાકિર અલી ત્યાગીએ લખ્યું કે, ‘મુસ્લિમ પરિવારે કહ્યું કે, આ નિર્દોષ હજુ ૧૩-૧૪ વર્ષનો જ છે અને તેને પણ છોડવામાં ન આવ્યો.’ ઝાકિરનું કહેવું છે કે એક માત્ર તરુણની હત્યામાં મહિલાઓ અને બાળકોને ઢસડવાં યોગ્ય નથી.
દિલ્લીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કડક કાર્યવાહીનું આશ્વાસન તરુણના પરિવારજનોને આપ્યું હતું. દિલ્લી મહાનગરપાલિકાએ આરોપીના ઘરના અવૈધ હિસ્સાને પાડી નાખવા બુલડૉઝર કાર્યવાહી કરી, પરંતુ આરોપીઓ તરત જ દિલ્લી ઉચ્ચ ન્યાયાલયમાં પહોંચી ગયા અને વધુ એક વખત, ન્યાયાલયે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ના પાડી દેવા માટે આદેશ આપી દીધો.
લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…