સાંપ્રત । લેન્સકાર્ટ, કરણ જોહર, શાહરુખ ખાન અને મમતા બેનર્જી : ઇકૉ સિસ્ટમ સમજો

શાહરુખને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી પૈસા કમાવડાવનાર મમતા બેનર્જીએ પ. બંગાળનું ઇસ્લામીકરણ કરી નાખ્યું છે, હિન્દુઓનું દમન થાય છે તે બધી વિગતથી તો ‘સાધના’ના સુજ્ઞ વાચકો સુપેરે પરિચિત છે જ.

    ૨૧-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Lenskart to Bollywood and Politics
 
 
ટાટાની તનિષ્કની ઍડ. જિહાદ પછી હવે ટીસીએસ કંપનીની નાશિક શાખામાં જાતીય સતામણી, બળજબરી અને ઇસ્લામમાં પંથાંતરણનો વિવાદ થયો છે. તેમાં એચ. આર. મેનેજર નિદા ખાન મુસ્લિમ છે. (આ વિષયની ઊંડાણપૂર્વક છણાવટ આ અંકમાં જ અન્ય લેખમાં છે.) આ વિવાદ હજુ ચાલુ જ છે ત્યાં, જાહેરખબરોમાં હિન્દુ સ્ત્રીને ચાંદલા વગર દેખાડવા સામે સફળ અભિયાન ચલાવનાર શેફાલી વૈદ્યે એક પૉસ્ટ શૅર કરી નવો વિવાદ ધ્યાનમાં લાવ્યો. આ વિવાદ હતો લેન્સકાર્ટ વિશે.
 
લેન્સકાર્ટનો વિવાદ શું છે?
 
ચશ્મા વેચતી આ કંપનીએ તેના કર્મચારીઓએ શું પહેરવું અને શું નહીં તે અંગે જાહેર કરેલા એક આંતરિક સત્તાવાર દસ્તાવેજમાં કહેવામાં આવ્યું હતું કે, મુસ્લિમો હિજાબ પહેરી શકે, બુરખો પહેરી શકે, શીખ પાઘડી પહેરી શકે પરંતુ તેણે કાળી પાઘડી જ પહેરવાની, પરંતુ હિન્દુ ચાંદલો કે તિલક ન કરી શકે. હાથ પર રક્ષાસૂત્ર પણ ન બાંધી શકે.
 
આ વિવાદ થયો એટલે સ્વાભાવિક ‘બૉયકૉટ લેન્સકાર્ટ’નો સૉશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલ્યો. આ જોઈ પહેલાં તો લેન્સકાર્ટના સહસ્થાપક પીયૂષ બંસલે કહ્યું કે, આંતરિક પ્રશિક્ષણ માટેનો આ દસ્તાવેજ છે, તે અમારી એચ. આર. નીતિ નથી. આનો અર્થ એ થયો ને કે, એચ. આર. નીતિ કહો કે આંતરિક પ્રશિક્ષણ નીતિ, પણ મુસ્લિમ અને શીખ કર્મચારીઓ માટે ગોળ અને હિન્દુ કર્મચારીઓ માટે ખોળની આ નીતિ છે. પછી તેણે વધુ સ્પષ્ટતા કરતાં ક્ષમા માગી.
 
મીડિયાનો ઢાંકપિછોડો
 
આવું થાય ત્યારે મુખ્ય પ્રવાહનું (મેઇનસ્ટ્રીમ) મીડિયા કામે લાગી જાય છે. તેણે હેડિંગ આપ્યું: Viral Post claim. અર્થાત્ (શેફાલી વૈદ્યની) આ વાઇરલ પૉસ્ટ છે અને તેમાં દાવો (દાવો શબ્દ જ્યારે વાત સત્ય નથી તેમ ઇંગિત કરવું હોય ત્યારે મીડિયા વાપરતું હોય છે) કરવામાં આવ્યો છે, પરંતુ પીયૂષ બંસલે ક્ષમા માગી લીધી છે અને કહ્યું છે કે, આ અમારી નીતિ નથી. પીયૂષ બંસલ અને મીડિયા દ્વારા કુશળતાપૂર્વક એ ચાતરી જવામાં આવ્યું કે, આંતરિક પ્રશિક્ષણ નીતિ તો છે જ. એચ. આર. નીતિ નથી. આ તો એવી જ વાત થાય કે કોઈ પૂછે કે વડોદરા ભારતમાં આવેલું છે કે નહીં? તો ડાબેરી વિદ્વાન એમ કહે કે વડોદરા મહારાષ્ટ્રમાં નથી આવેલું. એલા ભાઈ, વડોદરા મહારાષ્ટ્રમાં નથી આવેલું, પરંતુ પ્રશ્ન વડોદરા ભારતમાં આવેલું છે કે નહીં, તેના વિશે છે. અને તે તો સત્ય જ છે ને કે વડોદરા ભારતમાં છે.
 
આ લેખકે ચેટજીપીટી વગેરે એઆઈ શું કહે છે તે જાણવા ત્યાં પૂછ્યું તો તેણે પણ પીયૂષ બસંલના પ્રવક્તા પણ ન કરી શકે તેવી દલીલ ચતુરાઈપૂર્વક કરી કે સૉશિયલ મીડિયા પર થતો દાવો ખોટો છે. પીયૂષ બંસલે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ નીતિ અમારે ત્યાં નથી. પરંતુ એઆઈમાં સામે દલીલ કરો તો અંતે કાન પકડે છે. આ કિસ્સામાં પણ તેણે કાન પકડ્યા.
 
સ્ટૉરના કર્મચારીઓએ શું કહ્યું?
 
એચ. આર. નીતિ કહો કે આંતરિક પ્રશિક્ષણ નીતિ કે પછી કર્મચારીઓ માટે વેશભૂષા અંગેના નિયમો, કંઈક તો છે જ ને. અને શું કર્મચારીઓ માટે આ નિયમો બાધ્ય નથી? રાષ્ટ્રવાદી વેબસાઇટ ‘ઑપઇણ્ડિયા’એ સ્ટૉર પર જાતતપાસ કરી તો તેના કર્મચારીઓએ જણાવ્યું કે, આ નિયમો છે જ. અને જો કોઈ હિન્દુ આ નિયમનું પાલન ન કરે તો તેને તે દિવસે પાછા જવું પડે છે. અથવા તે ચાંદલો-તિલક ભૂંસીને કે રક્ષાસૂત્ર કાઢી નાખીને નોકરી કરી શકે છે.
 
કૉર્પોરેટ જિહાદનો વધુ એક નમૂનો
 
આ કૉર્પોરેટમાં ચાલતી જિહાદનો વધુ એક નમૂનો છે. જો તમે ગર્વાન્વિત હિન્દુ હો તો તમને બઢતીની કોઈ તક મળતી નથી. તમારી સતામણી થતી રહે છે. તમારા કામમાં વાંધાવચકા કઢાતા રહે છે. તમને કટ્ટરવાદીનું શીર્ષક મળી જાય છે. નોકરી કરવી હોય તો કટ્ટરવાદ ન ચાલે તેમ કહેવામાં આવે છે. જો તમે દલીલ કરો કે ફલાણાને તો ઑફિસમાં નમાઝ કરવા દો છો તો તેઓ તમને કહેશે કે તે તેમની આસ્થા છે, પણ તમારે અહીં નોકરી કરવી હોય તો આવું કંઈ અહીં નહીં ચાલે.
 
જો તમે ગર્વાન્વિત હિન્દુ ન હો તો પણ તમને યેનકેન પ્રકારેણ હેરાન કરવામાં આવશે. છોકરીઓને તો વિશેષ. આ લેખક પોતે એક મીડિયામાં કામ કરતો હતો ત્યારે એક સહકર્મચારી યુવતીને આઈટીમાં રહેલો મુસ્લિમ યુવાન કમ્પ્યૂટરમાં સમસ્યા આવે તો તેને ઉકેલવા ન આવે અને કામ ખોટી થાય તેવું કરે તેમ કરી હેરાન કરતો હતો અને આ લેખકે હસ્તક્ષેપ કર્યો હતો. જોકે બીજો એક મુસ્લિમ અન્ય કોઈ વિભાગમાં કામ કરતી યુવતીને પટાવી લેવામાં સફળ થયો હતો.
 
લેફ્ટ-ઇસ્લામિક ઇકૉ સિસ્ટમ સમજો
 
કૉર્પોરેટથી લઈને રાજકારણ સુધી આખી હિન્દુવિરોધી અને દેશ વિરોધી ઇકૉ સિસ્ટમ છે. આ આખી ઇકૉ સિસ્ટમ સમજવા જેવી છે.
 
લેન્સકાર્ટના ઉદાહરણથી જ સમજીએ.
 
લેન્સકાર્ટના સહસ્થાપક પીયૂષ બંસલ છે. આ કંપનીની જાહેરખબરમાં તેઓ પોતે અને નિર્માતા-નિર્દેશક-રિયાલિટી શૉનો નિર્ણાયક-ઉદ્ઘોષક એવો કરણ જોહર આવે છે. પ્રશ્ન એ થાય કે આમ તો, કોઈ પણ જાહેરખબર રૂપાળી સ્ત્રી વગર અધૂરી છે. તો અહીં કરણ જોહર જેવો કેમ?
 
આનો અર્થ સ્પષ્ટ છે કે, આ લોકો પોતાના માણસોને ગમે તેમ કરી કમાવડાવશે. કરણ જોહર વૉક કલ્ચરમાં માને છે. એલજીબીટીક્યૂ સમુદાયનો છે. ‘કલ હો ના હો’થી માંડીને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ સહિત અનેક ફિલ્મોમાં તેણે આ કલ્ચરને પ્રમૉટ કર્યું છે. એટલું જ નહીં, તે તેની ફિલ્મો દ્વારા હિન્દુ ઇસ્લામમાં પંથાંતરણ કરે તેવું બતાવી ચૂક્યો છે...
 
કરણ જોહરની ફિલ્મોમાં ઇસ્લામિક એજન્ડા
 
કરણ જોહરની નિર્દેશક તરીકે પહેલી જ ‘કુછ કુછ હોતા હૈ’માં રાહુલ (શાહરુખ)ની દીકરી અંજલિ મોટી થાય છે ત્યારે તેને તેની મૃત માતાનો પત્ર મળે છે અને દસેક વર્ષની અંજલિ તેની દાદી સાથે ‘મિશન પપ્પાને પરણાવો’ હાથમાં લે છે. પરંતુ એવું જ્ઞાત થાય છે કે, અંજલિ (કાજોલ) તો અમન મહેરા (સલમાન ખાન) સાથે પરણવાની છે. જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે દાદી હિન્દુ પૂજાપદ્ધતિમાં માનતા હોવા છતાં દીકરી અંજલિ એક આસન પાથરી નમાઝ કરવા લાગે છે ! આનું કારણ? તેને ઉછેરનાર આયા રિફત બી (હિમાની શિવપુરી) મુસ્લિમ છે.
 
આ ફિલ્મમાં માતાને સેક્સી કહેવું, જેની સગાઈ થઈ ચૂકી છે તે અંજલિને વેકેશનમાં યોજાતા સમર કેમ્પમાં જઈ દાદી અને દીકરી અંજલિ દ્વારા પિતાને જાતીય રીતે તેમની પ્રેમિકાની નજીક લાવવા પ્રયાસો કરવા, શીખ બાળકને ઉપહાસનું પાત્ર બતાવવું, જેવો ઘણો એજન્ડા બતાવાયો હતો.
 
૨૦૦૮માં મુંબઈ પર ત્રણ દિવસીય આક્રમણમાં અમેરિકા, ઇઝરાયેલ, યુકે, ઑસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, ઇત્યાદિ દેશોના અનેક નાગરિકો માર્યા ગયા હતા અને ભારતના તો ૧૩૮-૧૪૦ ખરા જ.
 
આવા સમયે ૨૦૧૦માં આ કરણ જોહરે કઈ ફિલ્મ બનાવી? ઇસ્લામિક જિહાદને ઉઘાડી પાડતી ફિલ્મ નહીં, પરંતુ જાણે મુસ્લિમોને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે તેવો નેરેટિવ બતાવતી ‘માય નેમ ઇઝ ખાન’ બનાવી જેમાં મુખ્ય નાયક શાહરુખ ખાન હતો. આ ફિલ્મને સફળ બનાવવા તેણે અમેરિકાના વિમાનમથકે તેને તેની અટક ‘ખાન’ હોવાના કારણે અટકાવ્યો તેવી બૂમરાણ પણ મચાવી હતી, જ્યારે સત્ય એ હતું કે, ૨૦૦૧ના ત્રાસવાદી આક્રમણ પછી અમેરિકા વિમાન મથક પર દરેક નાગરિકની, તેમાંય વિશેષ તો મુસ્લિમની, કપડાં ઉતારાવી જડતી લેતું હતું. તેમાં સનાતની મુસ્લિમ એવા પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ અને ખ્રિસ્તી એવા પૂર્વ સંરક્ષણ જ્યૉર્જ ફર્નાન્ડિઝનો પણ સમાવેશ થતો હોય તો શાહરુખ કઈ વાડીનો મૂળો?
 
ફિલ્મમાં હિન્દુ મંદિરા (કાજોલ) મુસ્લિમ રિઝવાન ખાન (શાહરુખ ખાન)ને પરણે છે તેવો લવજિહાદનો એજન્ડા પણ બતાવાયો હતો. રિઝવાન માનસિક રીતે વિક્ષિપ્ત બતાવાયો હતો. તે નાનો હોય છે ત્યારે તે ઘર પાછો જતો હોય છે ત્યારે ગણેશ ચતુર્થીનું સરઘસ નીકળે છે અને તેના અવાજથી તે ડરી જાય છે (ફિલ્મમાં અઝાનના અવાજ કે મોહર્રમના ડીજેથી ડરી જાય છે તેવું પણ બતાવી શકાયું હોત) અને તે હિન્દુ મહિલા સાથે ટકરાય છે. હિન્દુ મહિલા તેના પર ખીજાય છે, તેને મારે છે.
રિઝવાનનો ભાઈ અમેરિકામાં રહે છે. તેની શિક્ષિકા પત્ની વિદ્યાર્થીઓને શીખવાડે છે કે તેણે પહેરેલો હિજાબ એ માત્ર મઝહબી ઓળખ નથી, તેનું અસ્તિત્વ છે !
 
શાહરુખ ખાન કેકેઆરનો સ્વામી અને પ. બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર છે
 
શાહરુખ ખાન આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો સ્વામી છે. અંદરખાને બધા જાણે જ છે કે, આઈપીએલમાં સટ્ટાબાજી થાય છે, કાળાં નાણાંને ધોળાં કરવામાં આવે છે.
 
શાહરુખની પોતાના નિર્માણવાળી ‘મૈં હૂં ના’માં પાકિસ્તાન પ્રેમ છતો થયો હતો. ૨૦૦૮ના ત્રાસવાદી આક્રમણ પછી આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને લેવામાં તેને કોઈ વાંધો નહોતો. બાંગ્લાદેશમાં યુનૂસ સરકારમાં હિન્દુઓની હત્યા થઈ રહી હતી. ૨૦૨૬ની આઈપીએલમાં બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહમાનને રૂ. ૯.૨ કરોડ જેવી મોટી રકમ આપી લીધો હતો. વિરોધ થયો અને બીસીસીઆઈએ હસ્તક્ષેપ કર્યો એટલે તેને આ ખેલાડીને લેવાનું માંડી વાળવું પડ્યું. આમ, શાહરુખ જેવા લોકો ભારતમાં રહીને ભારતના શત્રુ દેશોના ખેલાડીઓને કમાણી કરાવે છે. શું આ કમાણીથી ત્રાસવાદીઓ-કટ્ટરવાદીઓને આર્થિક સહાય નહીં થતી હોય?
 
શાહરુખ ખાનને મમતા બેનર્જીએ ૨૦૧૨થી પ. બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. દુબઈ પર્યટનનો પણ તે બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉપરાંત શાહરુખ ઝોમેટો, લક્સ, પેપ્સી, ફ્રૂટી વગેરે અનેક જાહેરખબરોમાં આવે છે.
 
મમતા બેનર્જીનું મુસ્લિમ તુષ્ટિકરણ
 
શાહરુખને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી પૈસા કમાવડાવનાર મમતા બેનર્જીએ પ. બંગાળનું ઇસ્લામીકરણ કરી નાખ્યું છે, હિન્દુઓનું દમન થાય છે તે બધી વિગતથી તો ‘સાધના’ના સુજ્ઞ વાચકો સુપેરે પરિચિત છે જ. આ ઉપરાંત બાંગ્લાદેશીઓ માટે તો પ. બંગાળ સ્વર્ગ છે. આ મુસ્લિમ બાંગ્લાદેશી બંગાળમાં આવીને ત્યાંથી દેશભરમાં ફેલાય છે અને જનસંખ્યાનું ગણિત બદલે છે. અપરાધોમાં લિપ્ત થાય છે.
 
આમ, આ આખી લેફ્ટ-ઇસ્લામિક ઇકૉ સિસ્ટમ દેશ માટે ખૂબ જ ભયાવહ છે.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…