તંત્રીસ્થાનેથી। હવે તો યુદ્ધ નહીં, વૃદ્ધિ (TFRમાં) એ જ કલ્યાણ

ભારતની ઘટતી પ્રજનન દર, બદલાતી વસ્તી રચના અને 2027ની જનગણનાની પૃષ્ઠભૂમિમાં દેશની જનસાંખ્યિકી અંગે ઊભા થતા પ્રશ્નોનું વિશ્લેષણ.

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૨૬   
કુલ દૃશ્યો |

india-demography-tfr-population
 
એક બાજુ જન-જનનો પરિશ્રમ-પુરુષાર્થ ભારતને વિશ્વગુરુની ભૂમિકામાં જોવા માટે સંકલ્પબદ્ધ છે, ત્યારે બીજી બાજુ જનસાંખ્યિકી અસંતુલન ઊભું કરવા કાવાદાવામાં રાચતાં તત્ત્વો ભારતની ભૂમિના ભાગલા જોવા એડી-ચોટીની તાકાત લગાવી રહ્યાં છે. જુઓ… ૧૯૪૭માં શું બદલાયું હતું? ભૂગોળ (આકાર) જ ને…!!! તેના પગલે ભારત ખંડિત થયું. સંકોચાયું. અંતે નાનું ને નિર્બળ બન્યું. આ બધું બન્યું કેવી રીતે? કટ્ટર-ક્રૂર-બર્બર વિદેશી ઈસ્લામિક આક્રાંતાઓ (મૂ ળ મુસ્લિમો) પૈકી ખૂબ જ નગણ્ય સંખ્યામાં અહીં રોકાઈ ગયેલા. બાકીના બધા મુસ્લિમો ધર્માંતરિત છે, જેમને તલવારના જોરે મુસ્લિમ બનાવી દીધેલા. તેમના હાલના વારસદારોની કમનસીબી એ છે કે, તેઓ પોતાના પૂર્વજો (હિન્દુઓ) સાથે થયેલા અમાનવીય અત્યાચારોને સાવ ભૂલી ગયા છે, તેઓએ અમાનવીય અત્યાચારોવાળા એ નગ્ન સત્ય તરફ કાયમી ધોરણે આંખો મીંચી દીધી છે, જાણે… છતી આંખે અંધ! જો કે કેટલાક અપવાદ છે, જેઓને એ સત્યનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે કે, બળજબરાઈથી અમે માત્ર અમારો પંથ બદલ્યો છે, તેથી કંઈ અમારા પૂર્વજો અમે બદલી શકતા નથી.
 
ભારત; પુનઃ 'જનસાંખ્યિકી અસંતુલન’ તરફ આગળ વધી રહ્યું છે. આ બાબત કોઈ કાલ્પનિક આશંકા ન રહેતાં, એક નરી વાસ્તવિકતા બની છે. આ અંગે ઊંડું, નિષ્પક્ષ અને પુરાવા-આધારિત પ્રામાણિક વિશ્લેષણ કરવું અનિવાર્ય બની ગયું છે, કારણ કે રાષ્ટ્રની અખંડિતતા, આંતરિક સુરક્ષા, સામાજિક સૌહાર્દ, રાજકીય દિશા અને સાંસ્કૃતિક ઓળખ સામે નવા પ્રકારના પડકારો ઉભા થયા છે.
 
કલંકિત કોંગ્રેસી કુશાસનના કાળખંડમાં ઘૂસણખોરી, ધર્માંતરણ અને હિન્દુ અપમાનોનો એક ત્રિકોણ રચાયેલો, જેણે જનસાંખ્યિકી અસંતુલનને ખાતર-પાણી આપેલાં. અંતે રાષ્ટ્રવિરોધી કરતૂતોની વિરૂદ્ધમાં એક જનઅવાજ જાગ્યો. શાસન બદલાયું. અગાઉની સરકારોનાં પાપો ધોવાની શરુઆત ૨૦૧૪થી ભાજપ-સરકારે કરી. દાયકાઓથી ડખે ચઢાવેલાં કામો એક પછી એક હાથ ધર્યાં. હવે વારો છે- જનસાંખ્યિકી અસંતુલનના ઈલાજનો. કુલ જન્મ દર (ટોટલ ફર્ટિલિટિ રેટ - TFR)માં વૃદ્ધિ માટેનો ઈલાજ, સાથે સાથે TFRમાં અતિવૃદ્ધિ પર રોક લગાવતો ઈલાજ, બાંગ્લાદેશીઓનો દેશનિકાલ જેવા ક્રમશ: નાના મોટા અન્ય ઈલાજો!
 
આ જનસાંખ્યિકી અસંતુલનની ગંભીરતા જુઓ. વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, ‘હાઈ-પાવર્ડ ડેમોગ્રાફિક મિશન' (ઉચ્ચ-સ્તરીય જનસાંખ્યિકી મિશન)ની જાહેરાત કરવી પડી, જેને ૧૧ સપ્ટે, ૨૦૨૫ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી. અત્યંત નીતિગત એવા આ પગલા પર રાષ્ટ્ર આખું સંવેદનશીલતા અનુભવી રહ્યું છે. આ મુદ્દો હવે રાષ્ટ્રીય વિમર્શના કેન્દ્રસ્થાને છે.
 
એક તરફ ૧૯૪૭ના ભારતનો બોધપાઠ છે. બીજી તરફ આ રહ્યા તાજેતરના વિભાજનકારી વૈશ્વિક અનુભવો.
૧) ઈન્ડોનેશિયાથી પૂર્વ તિમોરનું અલગ થવું
૨) સુદાનથી દક્ષિણ સુદાનનું અલગ થતું અને
૩) સર્બિયાથી કોસોવોનું અલગ થવું.
જુઓ કેવી રીતે જનસાંખ્યિકી અસંતુલન દેશોના ટૂકડામાં પરિણમ્યું!
 
એક નજર આંકડાકીય વાસ્તવિકતા ઉપર. સ્વતંત્રતા પછી પ્રથમ જનગણના ૧૯૫૧માં થયેલી અને અત્યાર સુધીની છેલ્લી જણગણના ૨૦૧૧માં થયેલી. આ બંને જણગણના વખતે હિન્દુઓની હિસ્સેદારી અનુક્રમે ૮૪.૧ અને ૭૯.૮ હતી. ૪.૩ ટકાનો ઘટાડો (-) હતો. આ બંને જણગણના વખતે મુસ્લિમોની હિસ્સેદારી અનુક્રમે ૯.૮ અને ૧૪.૨ રહી. ૪.૪ ટકાનો વધારો (+) હતો. બંનેને સરખાવીએ તો કુલ ૪.૩ + ૪.૪ = ૮.૭ %ના દર સાથે મુસ્લિમ વસ્તીવધારો ખાસ્સો આગળ છે. છેલ્લા ૧૫ વર્ષોમાં તેમાં પણ વધાર થયો હશે. આ વખતની જનગણના પછી મળનારા આંકડા નિશ્ચિતરૂપે ચોંકાવનારા હશે.
 
૧૯૪૭માં ‘મજહબ'ના આધારે થયેલા વિભાજનની વિભીષિકા આપણે જોઈ છે, છતાં પણ જો આપણે આ ચેતવણી વિશે ગંભીર નહીં બનીએ તો??? નવી પેઢીને શું આપવું છે- નર્ક કે સ્વર્ગ??? આ ગંભીર મુદ્દા પર જમા થયેલું ટનબંધ સામૂહિક મૌન તૂટી રહ્યું છે. પથ્થર પર કોતરેલા સત્ય સામે વર્ષોથી બંધ કરી રાખેલી આંખો ખુલી ગઈ છે. ભારતના ટૂકડાઓ માટે આતુર દિમાગી નક્સલ, ફાંકો રાખીને ફરતા ફૂફા સહિતની આખી ‘ટુકડે ગેંગ' સતત તડપી રહી છે. અરૂણોદય પછી ભારતોદયને કોઈ રોકી શકતું નથી.
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કૉલેજમાંથી બી.ઈ. (સિવિલ)નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રિજિયોનલ પ્લાનિંગમાં એમ.ટેક. કર્યું છે. અગાઉ તેમણે કર્ણાવતી કો-ઓપરેટિવ બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ પણ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. ‘સાધના’માં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ લખાયેલ વિવિધ વિચારપ્રેરક લેખોમાં તથા તંત્રીલેખોમાં તેઓનો વૈચારિક પરિચય પ્રાપ્ત થાય છે...